1 October 2021

અંક - ૭૬ (ઑક્ટોબર ૨૦૨૧)

 આ અંકમાં

૧. હું છારા / અનિષ ગારંગે

૨. मेरा घर अपना घर / शाहीन शेख़

૩. ભ્રૂણહત્યા / મેહુલ ચાવડા

૪. उन्हें देखकर / लक्ष्मी यादव

૫. ગાંધી તારું ગામડું અભડાય / નિમેષ નાંદોલિયા

૬. मैं संघर्ष हूँ / तसवीर पारधी (भोपाल)

૭. શું થશે? / હોઝેફા ઉજ્જૈની

૮. હૃદયની વેદના / સની પટણી

૯. શોધ / ઉમેશ સોલંકી

 

૧--

 

હું છારા / અનિષ ગારંગે

 

હું છારા, દુ:ખ કા મારા

હું તો થિયા એકલા કોઈ નાહીં સહારા

કાળી માટી રેલા કા પાટ્ટા

થક્યા હાર્યા સૂંગ્યા ગારા

પાણી પિયા ગંધા ખારા

દુનિયા કી ભીડા મ એસા દબ્યા

હું છારા, દુખ કા મારા.

 

ગુનેગારા કા લાગ્યા ધભ્ભા

પુલીસના ભી જેલ્લી મ ઘાલ્યા

દારૂ બેચી ભટ્ટી કાઢી

કાઢ્યા ખીસે માહિ સ કાળા બટવા

દૂસરે સાથી રચ્યા-પચ્યા

મર્યા જીવ્યા, હસ્યા રોયા

જીવન બન્યા તૂટતા જાળા

એકલા જાંગડા હું તો છારા.

 

કોરોના આયા ઐસા

પરેશાની કા ઘર લાયા

મરઘટ ભર્યા, લાશા કાઢિયા

ભૂખે સોએ, પીછી રાશન મિલ્યા.

બંધ હુએ કામ ન કાજ

નાહીં બજૈ સૂર ન સાઝ

લાગ્યા પાવા પ તાળા

એકલા જાંગડા હું તો છારા.

 

૨--

 

मेरा घर अपना घर / शाहीन शेख़

 

मैंने एक ही सपना देखा था

मेरा भी एक घर हो

जिसे मैं अपना कह सकू

भले झोंपड़ी हो

पर मेरी हो

भले 10×10 का मकान हो

पर मेरा हो

 

पूरी ज़िन्दगी

रोड से ताट

ताट से झोंपड़ी

झोंपड़ी से मिट्टी

मिट्टी से नलिया,

नलिया से पतरा

पतरे से छत का सफ़र....

 

आज भी मुझे याद है

मैंने अपने बच्चों को खिलाया

पर

मैं और मेरी साथी

रही भूखी.

 

मेरी साथी ने

लोगों के घर के

झूटे बर्तन और कपडें धोये

ताकि

हमारा भी

खुदका एक घर हो

मैंने चाय की किटली चलाई

किया

फर्नीचर का काम

नाइ का काम

रोड पर बैठकर

लोगों के रजाई गद्दे बनाये

हर वह काम किया

जो मेरे बस में था

और एक छोटा सा

चार दिवारी का घर बनाया

जो की मुझे महेल से भी ज्यादा प्यारा था

या यूँ कहूं

वह चार दिवारी का घर मेरे लिए महेल ही था

मैंने वह सपना

कर लिया पूरा

पर, शायद

वह सपना

एक सपना ही था

अचानक 31 दिसम्बर की रात

जहां इंसान

आनेवाले नए साल की मना रहा था खुशियाँ,

हमारा नया साल

हमारे लिए कर रहा था एक मातम की तैयारी

बुलडोजर

हमारे घर पर ही नहीं

हमारे सपनों पर भी चला

बुलडोजर

हमारी उम्मीदों, अरमाँनो पर चला

बुलडोजर

हमारी पूरी ज़िन्दगी की महेनत पर चला

और

मैंने अपने परिवार की

आँखों में देखी मायूसी

जो मुझे चीख-चीख कर कह रही थी:

'..जी मेरा घर बचा लो!

हमारे सपनें बचा लो!  

अब्बू, मेरा बचपन बचा लो!'

मुझे हुवा महेसूस

जैसे कोई मेरा घर नहीं

मेरे शरीर से मेरी रूह अलग कर रहा हो

और मैं बन गया

एक जिन्दा लाश!

 

૩--

 

ભ્રૂણહત્યા / મેહુલ ચાવડા

 

જન્મતાની સાથે

મને અને મારી માને

દેખાડી દીધો હશે છેલ્લો ખાટલો.

જન્મતાની સાથે

પીધા હશે કડવા ઘૂંટ મારી માએ

ઉછેરવા મને.

ગરીબોના બેલી બાબાએ અલાયો

અધિકાર ભણવાનો

તે દી'થી

મારી મા જોતી'તી સપનું

કે

મારો છિયો ભણીગણીને બનશે ડૉકટર

પણ

શું ખબર મારી માને

મેરિટના નામે

કરી દેવાશે

એના સપનાની પણ ભ્રૂણહત્યા.

 

૪--

 

उन्हें देखकर / लक्ष्मी यादव

 

अंधेरा

बहुत गेहरा

बहुत महफूज

अपने अंदर ना जाने

कितने राज छुपाए हुए

बस बैठा है

शांत गुमसुम सा

इस अंधेरे में

एक रोशनी का तिनका

जाने कहां से पहुंचा है

उस तिनके को देखकर

वो घबरा गया

धीरे-धीरे

वह एक से दो हुए दो से तीन

यह सिलसिला बढ़ता गया

उन्हें देखकर

यह मालूम हो रहा था

कि वह सवेरा लाने की

पूरी कोशिश कर रहे हैं

क्या वे सफल हो पाएंगे?

या कुचले जाएंगे?

 

૫--

 

ગાંધી તારું ગામડું અભડાય / નિમેષ નાંદોલિયા

 

ગાંધી તારું ગામડું અભડાય

આભડછેટની ઘટના છાપામાં ક્યાંક ખૂણેખાંચરે છપાય

ગાંધી તારું ગામડું અભડાય.

મંદિરમાં બેઠો તારો રામ

મંદિર બહાર નાનાં ભૂલકાંઓને હડધૂત કરાય

ગાંધી તારું ગામડું અભડાય.

તું માનતો વર્ણવ્યવસ્થાને

તને માનનારા

ટોચ પર બેસનારા

જાણીજોઈ રાખી ભેદભાવ

મનમાં મલકાય

ગાંધી તારું ગામડું અભડાય.

ખાદીધારીઓના મોઢામાંથી જાતિવાદ ગંધાય

ગાંધી તારું ગામડું અભડાય.

લાગે મને

એવું હવે

આસપાસ છાનોમાનો તું પણ ક્યાંક હરખાય

મારાથી તને હવે કેમનું કહેવાય:

ગાંધી તારું ગામડું અભડાય.

 

૬--

 

मैं संघर्ष हूँ / तसवीर पारधी (भोपाल)

 

हाँ मैं संघर्ष हूँ

गरीबी में जन्म से जीवन भर

लड़ने वाला संघर्ष हूँ

जेल में जन्मा हूँ

अपनों को पुलिस से पिटते देखा हूँ

माँ को चौराहे पर गाली खाते सुना हूँ

हाँ मैं संघर्ष हूँ

भूख प्यास से लड़ते

बीमारियों से तड़पते देखा हूँ

दोस्तों को परेशान होते मरते पाया हूँ

फिर भी इस जिन्दगी के मौड़ पर

अकेला खड़ा हूँ

हाँ मैं संघर्ष हूँ

संघर्ष मेरा नाम है

इस नाम से मेरा किस्सा है.

 

૭--

 

શું થશે? / હોઝેફા ઉજ્જૈની

 

કૂદો લોકતંત્રની છાતી પર

કરો ગોળીબાર કાયદાની પીઠ પર

મારો કેચી ન્યાયની ગરદન પર

કાયદો પહેરી

દંડા લઈ

ટોળું કરી

મારો મૂળભૂત અધિકારોના પેટમાં

શાનો પેલો દાઢી

દંડો લઈ પેલું પુસ્તક બચાવે?

સાલો આતંકવાદી!

તૂટી પડો બંધુતાના હૃદય પર

કૂદો સમાનતાના માથા પર

મારો આઝાદીની ગાંડ પર

એકવાર કૂદો

બેવાર કૂદો

કૂદો દસ-વીસવાર

કરો ગોળીબાર બંદૂકો ભરી વારંવાર

જ્યાં સુધી લોકશાહી બની ના જાય મડદું

ફાટીને ફુરચા ના થઈ જાય

પુસ્તકમાં લખેલી એક-એક વાત

પછી

શું થશે?

આ જમીન

લોહિયાળ ક્રાંતિ જોશે?

 

૮--

 

હૃદયની વેદના / સની પટણી

 

હે સ્ત્રી

મને તું માફ કર

તારા હૃદયની વેદનાને મેં ના જાણી કદી

એક પુરુષે તારું અપહરણ કર્યું

બીજાએ તને અગ્નિપરીક્ષામાં નાખી

ત્રીજા પુરૂષે વસ્તુ સમજી

જુગારમાં તને દાવ પર લગાવી

ચોથાએ તને જીતેલી દાસી માની

ચીરહરણ કર્યાં તારાં

પાંચમો પુરૂષ તારા પ્રેમને ના સમજ્યો

છઠાએ તને ઝેરનો પ્યાલો પિવડાવ્યો

હે સ્ત્રી

તું મને માફ કર

હું તારી વેદનાને ના સમજ્યો

સાતમાં પુરૂષે શિક્ષણનો અધિકાર છીનવ્યો

આઠમાએ કરી દૂધપીતી તને

નવમાએ તને કજોડામાં તાણી

દસમાએ દહેજ કાજે જીવતી સળગાવી

હે સ્ત્રી

તું મને માફ કર

હું જ તારો ગુનેગાર છું

અગિયારમા પુરૂષે તારા ચહેરા પર તેજાબ ફેંક્યું

બારમા પુરૂષે બળાત્કાર કરી તને મારી નાખી

સદીઓથી તું સહન કરે અત્યાચાર

ચૂપચાપ

તું એકલી હતી

તું હારી નહીં

તું હારીશ નહીં

કહી રહ્યો કવિ તને

કાઢ હૃદયમાંથી આગને બહાર

ભસ્મ કરી નાખ

મારી અંદરના પુરૂષપણાને

હું જ તારો ગુનેગાર છું

હે સ્ત્રી

તું મને માફ કર

હું તારા હૃદયની વેદનાને ના સમજી શકયો.

 

૯--

 

શોધ / ઉમેશ સોલંકી

 

મારામાં ભળી તું તારામાં હું ભળ્યો

મારામાં ઓગળી તું તારામાં હું ઓગળ્યો

વખત ગયો

દાયકો થયો

ઓગળીને ઠરી જવાયું

ઠરીને ઓગળી જવાયું

ન કશું કળાયું

ન વેંત આગળ જવાયું

વેંત જાય છેટી તું

તો હું

તને ભાળું

આંખ આંજતા અજવાળામાં ખુદને અજવાળું

મને ભાળું

ભાળ મેળવું પછી ક્યાં ભરાયાં?

પાંખો પર આભનું ભારણ કે પગ ભોંયમાં દટાયા?

કે ઝીણી-ઝીણી અણદીઠી કોઈ જાળમાં ફસાયાં?