31 July 2021

અંક - ૭૪ (ઓગસ્ટ ૨૦૨૧)

આ અંકમાં

૧. મેં દારૂ પીધો / હોઝેફા ઉજ્જૈની

૨. રે... નાસ્તિક / દિવ્ય પ્રેમ

૩. અમે નટડાઓ / આતિષ ઇન્દ્રેકર છારા

૪. औरतें / तस्वीर पारधी (भोपाल)

૫. अफ़रा-तफ़री / शाहीन शेख

૬. क्यूं / लक्ष्मी यादव

૭. મત્તી જગાવ / અનિષ ગારંગે

૮. તારા ગયા પછી / ઉમેશ સોલંકી

 

૧---

 

મેં દારૂ પીધો / હોઝેફા ઉજ્જૈની

 

દેશી પીધો

વિદેશી પીધો

ગટકાવીને ટોપ ટૂ બોટમ પીધો

ગાંધીના ગુજરાતમાં

ઇસ્લામમાં

બૌદ્ધધર્મમાં

પ્રતિબંધિત ઘૃણાસ્પદ દારૂ પીધો

સમાજની તોડી માન્યતાઓ

મેં દારૂ પીધો

જન્નતમાં જે પીણાનું વચન છે

ધરતી પર એ પવિત્ર વાઇન પીધો

જુદી-જુદી સંસ્કૃતિઓમાં

રીતરિવાજોમાં તહેવારોમાં

જુદાં-જુદાં નામે પિવાતો જે

એ દારૂ પીધો

માત-પિતાએ આપેલા સંસ્કાર છોડી

પ્રિયેને આપેલું વચન તોડી

મેં દારૂ પીધો

ગુમસુમ રહ્યો

ઝૂમ્યો, નાચ્યો, ગાયાં ગીતો

પઠન કરી કવિતા

લડખડાતા શબ્દો છતાં હતી એમાં ગંભીરતા

મહેફિલોની વિવિધતા

મેં વૈવિધ્યસભર દારૂ પીધો

થયો ટલ્લી

કરી ઊલટી

ભ્રમ થયો

પાણી, હવા, જંગલ સાથે વાતો કરી નમ થયો

એવો રૂમાની દારૂ પીધો

પીતાં-પીતાં થઈ મિત્રતા

સંભાળ, કેળવણીની પ્રભુતા

પ્રબળ બનતી આત્મીયતા

બન્યો અનેક દિલનો રાજદાર

સાંભળી અનેક દિલની વાત ધારદાર

પછી અલક-મલકની વાતો

નવ-સામાજિકીકરણની વાતો

ક્રાંતિની વાતો

સેહતમંદ, બેખૌફી દારૂ પીધો

પીધા પછી ન કરી ધમાલ

ધર્મના નામે, જ્ઞાતિના નામે ન કરી બબાલ

મુલ્લા-પંડિત-ધર્મધૂરંધરો લૂંટે એમ

લૂંટયો નથી સમાજને

જુઠ્ઠાણું ફેલાવી ડર બતાવી ઠગ્યો નથી સમાજને

રાજકીય રોટલા શેકવા કરી નથી હત્યા

ભૂલ્યો નથી માનવતા

માનવીય મસ્તીનો મેં દારૂ પીધો

પીધા પછી

પ્રબળ બની

કલ્પના આઝાદીની

મારી તારી સૌની આઝાદીની

આઝાદીનો આઝાદ દારૂ પીધો

મેં દારૂ પીધો

હા, મેં દારૂ પીધો.

 

૨---

 

રે... નાસ્તિક / દિવ્ય પ્રેમ

 

રે... નાસ્તિક!

બાળી આવ્યા મને

અને

કૂલડામાં ભરી લાવ્યાં મારાં ફૂલ

 

રે... નાસ્તિક!

પહેરાવી દીધી ફોટા પર મારા

તાજાં ફૂલોની માળા

ઘીનો દીવો કરી આવ્યા

અને

સુગંધીદાર અગરબત્તી સળગાવી આવ્યા

 

રે... નાસ્તિક!

બોલો આ બધું

કયાં ધર્મ, જાતિના નિયમોને લઈને કર્યું

 

રે... નાસ્તિક!

મને રોપી કેમ ના આવ્યા

ખેતરમાં

મને ફેંકી કેમ ના આવ્યા

ગીધોના જંગલમાં

મને વહેંચી કેમ ના આવ્યા

ગરીબગુરબાંમાં

 

રે... નાસ્તિક!

હવે તો કહો મને

નાસ્તિક છો કેવા તમે?

 

૩---

 

અમે નટડાઓ / આતિષ ઇન્દ્રેકર છારા

 

અમે નટડાઓ

દોરડા પર ચાલનારાઓ

પેટિયું રળવા રસ્તા વચ્ચે કરતબ કરનારાઓ

ટેપ રેકૉર્ડરમાં મહોમ્મદ અજીજનું

'એ મેરે દોસ્ત...' ગાયન વાગતા

માતાની છાતીમાં ધાવણ ધાવતા

બાળકનું સ્મિત રેલાય

ને પડેલી થાળીમાં

એકનો કે પાંચનો સિક્કો

દૂરથી આવી પડતો

પણ

અમારી કલાને માન નહીં

સંમાન નહીં

અમે તો એમની નજરમાં ભીખમંગા

અમારાં બાળક બાળમજૂરિયા

સવાર પડતાં

અમારાં બાળકો ઝોલામાં

પુસ્તકોની જગ્યાએ

થાળી ચમચી પાંચ રૂપિયાનું બિસ્કીટનું પૅકેટ લઈને

રમવાને બદલે

નવી-નવી અંગ-કસરત કરતાં

આંખમાં સુઈ નાખતાં

નવતર પ્રયોગ કરતાં.

બાપદાદાથી ચાલી આવતી કલા

સરકારના ચોપડાઓમાં ગુમ

વાયબ્રન્ટમાં લોકકલાના નામે અવનવા તાયફાઓ

પણ

અમે તો નટ

નટડીઓ, નટડાઓ

ભીખમંગાઓ

બાળમજૂરિયાઓ

ક્લાકારોની જગ્યાએ ગુન્હેગારો

 

૪---

 

औरतें / तस्वीर पारधी (भोपाल)

 

औरतें नदियों के समान है

बहना चाहती है

मचलना चाहती है

झरनों से गिरना

किनारों से मिलना चाहती है

चाहती है अपनी दिशा छोड़ बेदिशा होना

लेकिन

हर बार की तरह

पुरुष बाँध बन जाता है

कभी बिजली बनाता है

तो कभी मछली पालता है

धीरे-धीरे बाँध के गेट खोलता है

और अपने अनुसार नदी को बहाता है.

 

૫---

अफ़रा-तफ़री / शाहीन शेख

 

आज रात मैने महसूस की

हलचल ईद की चांद-रात जैसी

लोगों को देखा दौडते हुवे इधर-उधर

बस अफ़रा-तफ़री मची हूई

कोई राशन लेने जा रहा कोई सब्जी

भाव आस्मान छू रहे है

आज देखा मैने

लोगों की आँखो में 

डर:

अगर किराने और सब्जी की लम्बी कतार में

बावजूद खडे रहने के

उन्हे शायद

लोटना तो नहीं पडेगा खाली हाथ घर

क्योंकि

अच्छी तरह

जानते है सब

ये रात कोई ईद की खुशी नहीं

पर

आने वाली है कल

भूख से मरने वाली मौत का पैगाम लेकर

मेरी आँखें

बस उन्हे

रह गई देखते

और... थम गया लम्हा.

 

૬---

 

क्यूं / लक्ष्मी यादव

 

उन राहों मे लोगो को

मिटाया जाता है

ना चाहते हुए भी

भूखे पेट को छुपाया जाता है

दिन जो बिताए किसानों ने

उन खेतो मे

हर दाने के लिए

तड़पाया जाता है

जो बनाए थे घर हमने

उसमे लोग रह रहे हैं

घर बनाते हुए भी

हम बेघर भटक रहे हैं

सबका हाल

इतना तो बेहाल नही

ना जाने क्यूं

बस इनको सताया जाता है

 

૭---

 

મત્તી જગાવ / અનિષ ગારંગે

(ભાંતુ બોલી)

 

મેરે ચેહરે સ યો નકાબ મત્તી હટાવ

મેરે જખ્માં પ તૉં મલમ મત્તી લગાવ

મેરે સીન્ને મ ભી એક આગ જળતી હ

તૉં ઉસક મ ચિનગારી મત્તી લગાવ

આયીગા લાવા જિસ દિન બહાર મેરા...

કોઈ નાહીં બચંગડા

રાખ હોઈ જાંગડે સારે

ઉસ તૂફાના કુ તૉં મત્તી જગાવ

 

મેરે મ ભી એક આવાઝ હ

મેરે મ ભી એક દરાર હ

મેરે મ ભી એક મશાલ હ

મેરે મ ભી એક ખયાલ હ

મેરે મ ભી એક સોચ હ

મેરે મ ભી એક ભૂખ હ

પર તૉં ક્યા જાણ

પથરા ક હ તેરા દિલ

જીસક મ રહવતે હ સાપ્પા કે બિલ

પૈંતરે સારે તૉં માહર પ મત્તી અજમાંવ

ઉસ તૂફાના કુ તૉં મત્તી જગાવ......

 

ગુસ્સા ઘણા હ માહર અંદર

ચુભ્ભે હ ન જાણે કિતને ખંજર

બેઆબરૂ હુએ હ અપને નજરા મ

દેખે હ એસે કિતને મંજર.....

કાળા જાદુ કર, ક કર જંતર-મંતર.....

હું તો ચાલતા રેહંગડા

મીલો મીલ નિરંતર....

મેરે રસ્તે મ તૉં રોડા મત્તી બગાવ

ઉસ તૂફાના કુ તૉં મત્તી જગાવ.....

 

૮---

 

તારા ગયા પછી / ઉમેશ સોલંકી

 

છેવટે મેં છોડ્યો મને

તારામાં ઓગળી ઓગળવા લગી લાવ્યો તને

ટપક્યું પહેલું ટીપું

દરિયાનું જોર જાણે પડ્યું ઢીલું

તું ઓગળતી ગઈ

ઝરણ બની વેગને ભોગવતી થઈ

દરિયામાં ભળતી ગઈ

દરિયા પાર કરતી થઈ

અને, અચાનક ખોવાઈ ગઈ:

દરિયામાં ગરભાઈ ગઈ

કે દરિયામાંથી ઉલેચાઈ ગઈ

ન કશી જાણ થઈ

પાર કરવાનો હતો હજુ છેલ્લો દરિયો

દરિયો ગહનગભીરો.

 

વીત્યો વખત

વીતી વખતમાંની ભારેખમ પળ

હવે

મને

ભૂખ લાગે

ઊંઘ આવે

બહાર નીકળું

ભીડ બનું

ભીડમાં વેગળાઈ મરું

માઈલો ચાલવા નીકળી પડું

થાક લાગે તો ઠરું

પાછો ફરું

તારા ગયા પછી નવું ન કશું જણાયું

શરીરમાં બસ નર્યું આકાશ ભરાયું.

1 July 2021

અંક - ૭૩, જુલાઈ ૨૦૨૧

આ અંકમાં

૧. રાષ્ટ્રીય મેડલ / અપૂર્વ અમીન

૨. बहुत दूर / शाहीन शेख

૩. ક્યા કર હુ / અનિષ ગારંગે

૪. लड़ाई / लक्ष्मी यादव

૫. એક હોંકાર / રજત શાહ

૬. નહીં હોલવાય / પવન

૭. પાછી બૂમ પડી / જયરાજ રાજવી

૮. એક મંતર / ઉમેશ સોલંકી

 

૧---

 

રાષ્ટ્રીય મેડલ / અપૂર્વ અમીન

 

અમારી પાસે છે એક જ થાળી

એમાં એક મોટું કાણું

કાણું થયું છે

રાહતના ઘઉંથી થયેલા ઘસારાને કારણે

હવે

ના તો અમે એમાં

કંઈ ખઈ શકીએ છીએ

ના તો એને ખખડાવી 

કોરોના સામેના જંગનો બંડ પોકારી શકીએ છીએ

અમારાં બચ્ચાંઓ 

થાળી ગળામાં ભરાવી 

ફરી રહ્યા છે એ રીતે

કે જાણે

ગુજરાતના કોઈ ડૉકટરે

કોરોના વેક્સિનનો પહેલો પ્રયોગ 

કર્યો હોય એમના પર

અને

મારતા પેહલાં આપ્યો હોય એમને રાષ્ટ્રીય મેડલ.

 

૨---

 

बहुत दूर / शाहीन शेख

 

हमने ही बनायी

ये ऊँची-ऊँची आलीशान बिल्डिंगें

हमने ही तो

पहाड तोड लम्बी-लम्बी सड़कें बनाई

रेल की पटरियाँ बिछाई

हमारा ही तो पसीना बहा था

ये स्कूल, अस्पताल, सरकारी ऑफिसें, बड़ी-बड़ी फेक्ट्री बनाने में.

पर अफसोस...

ये आलीशान बिल्डिंग

बनाने के बावजूद

फूटपाथ पर ही

बसर करनी हे ज़िन्दगी अपनी.

हमें नही पता था

ये लम्बी-लम्बी सड़कों पर

एक दिन उसी पर मीलों-मील

बिना चम्पलों के चल कर

भूख के कारन

हमें अपना दम तोड़ना पड़ेगा.

हमें ये भी नही था पता

अस्पताल, स्कूल, सरकारी ऑफ़िसों के गेट के सामने

खडे रहने की इजाज़त नही होगी हमें.

ये तो

बिलकुल ही नही था पता

हमने बिछाई रेल की पटरियाँ

हमारे शरीर के चिथड़े-चिथड़े उडायेगी

मरते वक्त कफन भी नसीब नही होने देगी.

 

बस बहुत हुवा..

अब नही ओर नही..

हम जा रहे हे बहुत दूर.....

कभी ना वापस लौटने के लिये..

 

૩---

 

ક્યા કર હુ / અનિષ ગારંગે

(ભાંતુ બોલી)

 

ક્યા કર હુ કર....... ઓ બાલમ મેરે ક્યા કર

ભાંતુ અન ટાબર સ

કનટાળી ગી ક્યા કર

કડી આરામ ચેન નાહી

ઇદા લાગ અબ મર....

ક્યા કર હુ કર....... ઓ બાલમ મેરે ક્યા કર

 

ઘર ચલાણ પેસે નાહી,

રોટી ખાણ અન્ન નાહી...

કામ ધન્ધે બન્ધ પડે

બન્ધ પડિયા નિશાળી

ઘર બેઠ ટાબર હોઈગે ચકચાળી

ક્યા કર હુ કર.......ઓ બાલમ મેરે ક્યા કર.

 

કૉરઠા સારિયા બન્ધ હોઈ ગ્યા

ધન્ધે સારે ઠપ હોઈગે

કીદા ચાલ માહરા જીવન

ભાંતુ માહરે ઘર બેઠે

ટાબર કી હ ફી બાકી

ઘરા ક હ ભાડા બાકી

ક્યા કર હુ કર...ઓ બાલમ મેરે ક્યા કર...

 

કેદ હોઈગી દુનિયા સારી

કબ જાગડી મહામારી

ડર ડરીકન હાલત બિગડી

કબ જાગડી યો બીમારી

પહેલે જિદ્દા હોઈ જાવ માહરી

યો દુનિયા સારી

ક્યા કર હુ કર......ઓ બાલમ મેરે ક્યા કર

 

૪---

 

लड़ाई / लक्ष्मी यादव

 

जब खोने के लिए

कुछ ना बचेगा

तब बचेगी लड़ाई

जो एक नए युग की

शुरुआत के लिए होगी

जब पाने की कोई इच्छा होगी

तब लड़ाई

सोई हुई आवाज करेगी

जीना है या मरना

उतर आएंगे जब इस बात पर

तब यह समझ लेना

खतरे में हो तुम

रहने दो शांत इनकी ज्वाला को

क्यों उकसाते हो

जब कभी उठेगा

तूफा इनके अंदर

तुम ना रहोगे

इस मुल्क के अंदर

 

૫---

 

એક હોંકાર / રજત શાહ

 

શેઠની ગરમ ખુરશી

હામ્મે ચાની કીટલી

એક મજૂર

ચાની પત્તીની જેમ તૂટેલી એની કમર,

એની ઇચ્છાઓ

ધગધગતા મશીન પર કામ કરતા ચગદાઈ જાય

અને ખાલી સંભળાય એક હોંકાર

અને દેખાય

ટૂટેલી કમર

અને ઈચ્છાઓને મૂકી પાછળ

ચા લેવા દોટ મૂકતો મજૂર.

 

૬---

 

નહીં હોલવાય / પવન

 

તમે પ્રાધ્યાપક છો

કે છો ઝૂંડ મોટું કરનાર માણસ

ભલે કર્યું

વિદ્યાર્થીને કેમ જોર કર્યું

કાપી-કાપીને કાપશો

માર્ક્સ કેટલા

તોડી-તોડીને તોડશો

પગથિયાં કેટલાં

મહેનત કરીને આગળ વધીશ

વિદ્યાર્થી છું હું

મિસ્ડ કૉલ નહીં મારું હું

ભલે પરાણે

મોબાઈલમાંથી મિસ્ડ કૉલો મરાયા હોય

હું મિસ્ડ કૉલ નહીં મારું

 

વિચાર વંચિત વિદ્યાર્થીના

વિચારોની અલ્પજ્યોતમાં

ફૂંકો મારવાનું બંધ કરો

પાર્ટી મોટી કરવાનું બંધ કરો

મેમ્બર થનાર બધા ઘેટાં થશે

મારી લો જેટલી તમારાથી ફૂંક મરાય

મારી મશાલ નહીં હોલવાય

તોડી લો જે તોળાય

હું મિસ્ડ કૉલ નહીં મારું

નહીં મારું ને નહીં જ મારું.

 

૭---

 

પાછી બૂમ પડી / જયરાજ રાજવી

 

પાટા ઉપર પાટું મારી

આડીઅવરી ફેંટ મારી

ઈને મારી પછી ગળચી જાલી

હાથમાં હતી છરી એના

આર ઘોચીન ઈને પાર ઘાલી

તો'અ તો એવી બૂમ પડી

બૂમ તો હારી એવી પડી

તોય ના આવી કોઈન ગંધ ઈની

ચમ'કઅ્ આ તો

પાંચ હજાર વરહથી પડે સે બૂમ આવી

પડી-પડી ગાંધાશે આ લાશ

કોઈન નઈ આવઅ્ ગંધ આની

ચમ ત્યૉં તો જોવાશે પેલાં જાતિ ઈની

પછી કુટાશે છાતી સરકારના નોમની

અલ્યા જો પાછી બૂમ પડી

પણ ચ્યાં ફરક પડશે ઈમને હત્યાઓથી આવી..!

 

૮---

 

એક મંતર / ઉમેશ સોલંકી

 

આલીશાન બંગલામાં ફરે

બાથટબમાં છબછબ કરે

મનભાવતું ભોજન જમે

પીવે પ્યુરિફાઈડ વૉટર

બેસે ખુરશી પર

લૉનમાં ફરે   (lawn - લૉન)

ઝૂલા પર હીંચકે

સોફા પર ઊંધો પડે

સીધો થાય

મૉબાઇલ લઈ મનોરંજનની સીમા ઓળંગી જાય

કંટાળે ઊભો થાય

આળસ મરડે શરીર વાળે

એકબે શ્વાસ ટાળે

ઊંચુંનીચું કરે માથું

મૅટ્રેસ પર પટકાઈ પડખું કરે જમણું-ડાબું

કેમની આવે આંખની અંદર

ઊંઘ બેઠી રણ વચોવચ

શીંગડાંવાળા ઊંટની કાંધ પર.

 

કરોડરજ્જુનો ધનુષિયો વળાંક

પણછ જાણે ચડેઊતરે, પડી ગઈ ખાંચ

પીપળો ઝરે એમ ઝરે શરીર

તીકમના હાથા પર હાથની જીદ

બીડીની ફૂંક

ધુમાડો ઘડીકમાં ગુમ, કરીને ગેબી લૂંટ

ખાડો

ખાડા પડખેની ભેજીલી માટી શોષી ગઈ અડધો દા'ડો

પેટનો ખાડો

ખાડામાં મગજ તણાયું તણાયો રક્ત ભેળો હૃદયનો ધબકારો...

ખાધું

દા'ડા કરતાં કામ ઝાઝું

પણ

તીકમ ઝલાયું નહીં

બખડિયું ઊંચકાયું નહીં

અડધા ખાડામાં પડતી છાયામાં

તર્ત લંબાવ્યું ઠરીને કાયામાં

આંખો બંધ

ખચકાય સપનું, એવું કાળુંભમ્મ.

 

અંધારાની ધાક

પહોંચી ઊંઘ મધ્યભાગ

ગયું ક્યારનું સપનું ડોલતું સામે પાર

આવે-જાય પળ

ન કશી ખળભળ

નિયમ મુજબ શ્વાસ-ઉચ્છવાસ

ગયું મન ઊંડે ઠામ

શરીર શાંત

અચાનક ઊઘડી આંખ

અંધારામાં પેઠો ફફડાટ

અજવાળાની ધાક.

 

એક મંતર

આંખની અંદર:

અજવાળાનો અર્થ જુદો

અંધારાનો ગર્ભ જુદો

કાપે અજવાળું સરસર અંતર

અંધારું ન રહે સદંતર

અંધારામાં ક્યાંક વધઘટ

ક્યાંક અજવાળું ખોડંગ પગ

ક્યાંથી આવ્યું ક્યાં જવાનું

ભાન ભૂલીને ભાન થવાનું

ક્યાંથી આવ્યું ક્યાં જવાનું

ભાન ભૂલીને ભાન થવાનું.