1 July 2021

અંક - ૭૩, જુલાઈ ૨૦૨૧

આ અંકમાં

૧. રાષ્ટ્રીય મેડલ / અપૂર્વ અમીન

૨. बहुत दूर / शाहीन शेख

૩. ક્યા કર હુ / અનિષ ગારંગે

૪. लड़ाई / लक्ष्मी यादव

૫. એક હોંકાર / રજત શાહ

૬. નહીં હોલવાય / પવન

૭. પાછી બૂમ પડી / જયરાજ રાજવી

૮. એક મંતર / ઉમેશ સોલંકી

 

૧---

 

રાષ્ટ્રીય મેડલ / અપૂર્વ અમીન

 

અમારી પાસે છે એક જ થાળી

એમાં એક મોટું કાણું

કાણું થયું છે

રાહતના ઘઉંથી થયેલા ઘસારાને કારણે

હવે

ના તો અમે એમાં

કંઈ ખઈ શકીએ છીએ

ના તો એને ખખડાવી 

કોરોના સામેના જંગનો બંડ પોકારી શકીએ છીએ

અમારાં બચ્ચાંઓ 

થાળી ગળામાં ભરાવી 

ફરી રહ્યા છે એ રીતે

કે જાણે

ગુજરાતના કોઈ ડૉકટરે

કોરોના વેક્સિનનો પહેલો પ્રયોગ 

કર્યો હોય એમના પર

અને

મારતા પેહલાં આપ્યો હોય એમને રાષ્ટ્રીય મેડલ.

 

૨---

 

बहुत दूर / शाहीन शेख

 

हमने ही बनायी

ये ऊँची-ऊँची आलीशान बिल्डिंगें

हमने ही तो

पहाड तोड लम्बी-लम्बी सड़कें बनाई

रेल की पटरियाँ बिछाई

हमारा ही तो पसीना बहा था

ये स्कूल, अस्पताल, सरकारी ऑफिसें, बड़ी-बड़ी फेक्ट्री बनाने में.

पर अफसोस...

ये आलीशान बिल्डिंग

बनाने के बावजूद

फूटपाथ पर ही

बसर करनी हे ज़िन्दगी अपनी.

हमें नही पता था

ये लम्बी-लम्बी सड़कों पर

एक दिन उसी पर मीलों-मील

बिना चम्पलों के चल कर

भूख के कारन

हमें अपना दम तोड़ना पड़ेगा.

हमें ये भी नही था पता

अस्पताल, स्कूल, सरकारी ऑफ़िसों के गेट के सामने

खडे रहने की इजाज़त नही होगी हमें.

ये तो

बिलकुल ही नही था पता

हमने बिछाई रेल की पटरियाँ

हमारे शरीर के चिथड़े-चिथड़े उडायेगी

मरते वक्त कफन भी नसीब नही होने देगी.

 

बस बहुत हुवा..

अब नही ओर नही..

हम जा रहे हे बहुत दूर.....

कभी ना वापस लौटने के लिये..

 

૩---

 

ક્યા કર હુ / અનિષ ગારંગે

(ભાંતુ બોલી)

 

ક્યા કર હુ કર....... ઓ બાલમ મેરે ક્યા કર

ભાંતુ અન ટાબર સ

કનટાળી ગી ક્યા કર

કડી આરામ ચેન નાહી

ઇદા લાગ અબ મર....

ક્યા કર હુ કર....... ઓ બાલમ મેરે ક્યા કર

 

ઘર ચલાણ પેસે નાહી,

રોટી ખાણ અન્ન નાહી...

કામ ધન્ધે બન્ધ પડે

બન્ધ પડિયા નિશાળી

ઘર બેઠ ટાબર હોઈગે ચકચાળી

ક્યા કર હુ કર.......ઓ બાલમ મેરે ક્યા કર.

 

કૉરઠા સારિયા બન્ધ હોઈ ગ્યા

ધન્ધે સારે ઠપ હોઈગે

કીદા ચાલ માહરા જીવન

ભાંતુ માહરે ઘર બેઠે

ટાબર કી હ ફી બાકી

ઘરા ક હ ભાડા બાકી

ક્યા કર હુ કર...ઓ બાલમ મેરે ક્યા કર...

 

કેદ હોઈગી દુનિયા સારી

કબ જાગડી મહામારી

ડર ડરીકન હાલત બિગડી

કબ જાગડી યો બીમારી

પહેલે જિદ્દા હોઈ જાવ માહરી

યો દુનિયા સારી

ક્યા કર હુ કર......ઓ બાલમ મેરે ક્યા કર

 

૪---

 

लड़ाई / लक्ष्मी यादव

 

जब खोने के लिए

कुछ ना बचेगा

तब बचेगी लड़ाई

जो एक नए युग की

शुरुआत के लिए होगी

जब पाने की कोई इच्छा होगी

तब लड़ाई

सोई हुई आवाज करेगी

जीना है या मरना

उतर आएंगे जब इस बात पर

तब यह समझ लेना

खतरे में हो तुम

रहने दो शांत इनकी ज्वाला को

क्यों उकसाते हो

जब कभी उठेगा

तूफा इनके अंदर

तुम ना रहोगे

इस मुल्क के अंदर

 

૫---

 

એક હોંકાર / રજત શાહ

 

શેઠની ગરમ ખુરશી

હામ્મે ચાની કીટલી

એક મજૂર

ચાની પત્તીની જેમ તૂટેલી એની કમર,

એની ઇચ્છાઓ

ધગધગતા મશીન પર કામ કરતા ચગદાઈ જાય

અને ખાલી સંભળાય એક હોંકાર

અને દેખાય

ટૂટેલી કમર

અને ઈચ્છાઓને મૂકી પાછળ

ચા લેવા દોટ મૂકતો મજૂર.

 

૬---

 

નહીં હોલવાય / પવન

 

તમે પ્રાધ્યાપક છો

કે છો ઝૂંડ મોટું કરનાર માણસ

ભલે કર્યું

વિદ્યાર્થીને કેમ જોર કર્યું

કાપી-કાપીને કાપશો

માર્ક્સ કેટલા

તોડી-તોડીને તોડશો

પગથિયાં કેટલાં

મહેનત કરીને આગળ વધીશ

વિદ્યાર્થી છું હું

મિસ્ડ કૉલ નહીં મારું હું

ભલે પરાણે

મોબાઈલમાંથી મિસ્ડ કૉલો મરાયા હોય

હું મિસ્ડ કૉલ નહીં મારું

 

વિચાર વંચિત વિદ્યાર્થીના

વિચારોની અલ્પજ્યોતમાં

ફૂંકો મારવાનું બંધ કરો

પાર્ટી મોટી કરવાનું બંધ કરો

મેમ્બર થનાર બધા ઘેટાં થશે

મારી લો જેટલી તમારાથી ફૂંક મરાય

મારી મશાલ નહીં હોલવાય

તોડી લો જે તોળાય

હું મિસ્ડ કૉલ નહીં મારું

નહીં મારું ને નહીં જ મારું.

 

૭---

 

પાછી બૂમ પડી / જયરાજ રાજવી

 

પાટા ઉપર પાટું મારી

આડીઅવરી ફેંટ મારી

ઈને મારી પછી ગળચી જાલી

હાથમાં હતી છરી એના

આર ઘોચીન ઈને પાર ઘાલી

તો'અ તો એવી બૂમ પડી

બૂમ તો હારી એવી પડી

તોય ના આવી કોઈન ગંધ ઈની

ચમ'કઅ્ આ તો

પાંચ હજાર વરહથી પડે સે બૂમ આવી

પડી-પડી ગાંધાશે આ લાશ

કોઈન નઈ આવઅ્ ગંધ આની

ચમ ત્યૉં તો જોવાશે પેલાં જાતિ ઈની

પછી કુટાશે છાતી સરકારના નોમની

અલ્યા જો પાછી બૂમ પડી

પણ ચ્યાં ફરક પડશે ઈમને હત્યાઓથી આવી..!

 

૮---

 

એક મંતર / ઉમેશ સોલંકી

 

આલીશાન બંગલામાં ફરે

બાથટબમાં છબછબ કરે

મનભાવતું ભોજન જમે

પીવે પ્યુરિફાઈડ વૉટર

બેસે ખુરશી પર

લૉનમાં ફરે   (lawn - લૉન)

ઝૂલા પર હીંચકે

સોફા પર ઊંધો પડે

સીધો થાય

મૉબાઇલ લઈ મનોરંજનની સીમા ઓળંગી જાય

કંટાળે ઊભો થાય

આળસ મરડે શરીર વાળે

એકબે શ્વાસ ટાળે

ઊંચુંનીચું કરે માથું

મૅટ્રેસ પર પટકાઈ પડખું કરે જમણું-ડાબું

કેમની આવે આંખની અંદર

ઊંઘ બેઠી રણ વચોવચ

શીંગડાંવાળા ઊંટની કાંધ પર.

 

કરોડરજ્જુનો ધનુષિયો વળાંક

પણછ જાણે ચડેઊતરે, પડી ગઈ ખાંચ

પીપળો ઝરે એમ ઝરે શરીર

તીકમના હાથા પર હાથની જીદ

બીડીની ફૂંક

ધુમાડો ઘડીકમાં ગુમ, કરીને ગેબી લૂંટ

ખાડો

ખાડા પડખેની ભેજીલી માટી શોષી ગઈ અડધો દા'ડો

પેટનો ખાડો

ખાડામાં મગજ તણાયું તણાયો રક્ત ભેળો હૃદયનો ધબકારો...

ખાધું

દા'ડા કરતાં કામ ઝાઝું

પણ

તીકમ ઝલાયું નહીં

બખડિયું ઊંચકાયું નહીં

અડધા ખાડામાં પડતી છાયામાં

તર્ત લંબાવ્યું ઠરીને કાયામાં

આંખો બંધ

ખચકાય સપનું, એવું કાળુંભમ્મ.

 

અંધારાની ધાક

પહોંચી ઊંઘ મધ્યભાગ

ગયું ક્યારનું સપનું ડોલતું સામે પાર

આવે-જાય પળ

ન કશી ખળભળ

નિયમ મુજબ શ્વાસ-ઉચ્છવાસ

ગયું મન ઊંડે ઠામ

શરીર શાંત

અચાનક ઊઘડી આંખ

અંધારામાં પેઠો ફફડાટ

અજવાળાની ધાક.

 

એક મંતર

આંખની અંદર:

અજવાળાનો અર્થ જુદો

અંધારાનો ગર્ભ જુદો

કાપે અજવાળું સરસર અંતર

અંધારું ન રહે સદંતર

અંધારામાં ક્યાંક વધઘટ

ક્યાંક અજવાળું ખોડંગ પગ

ક્યાંથી આવ્યું ક્યાં જવાનું

ભાન ભૂલીને ભાન થવાનું

ક્યાંથી આવ્યું ક્યાં જવાનું

ભાન ભૂલીને ભાન થવાનું.

No comments: