આ અંકમાં
૧. મેં દારૂ પીધો / હોઝેફા
ઉજ્જૈની
૨. રે... નાસ્તિક / દિવ્ય
પ્રેમ
૩. અમે નટડાઓ / આતિષ ઇન્દ્રેકર
છારા
૪. औरतें / तस्वीर पारधी (भोपाल)
૫. अफ़रा-तफ़री / शाहीन शेख
૬. क्यूं / लक्ष्मी यादव
૭. મત્તી જગાવ / અનિષ ગારંગે
૮. તારા ગયા પછી / ઉમેશ
સોલંકી
૧---
મેં દારૂ પીધો / હોઝેફા
ઉજ્જૈની
દેશી પીધો
વિદેશી પીધો
ગટકાવીને ટોપ ટૂ બોટમ પીધો
ગાંધીના ગુજરાતમાં
ઇસ્લામમાં
બૌદ્ધધર્મમાં
પ્રતિબંધિત ઘૃણાસ્પદ દારૂ
પીધો
સમાજની તોડી માન્યતાઓ
મેં દારૂ પીધો
જન્નતમાં જે પીણાનું વચન
છે
ધરતી પર એ પવિત્ર વાઇન પીધો
જુદી-જુદી સંસ્કૃતિઓમાં
રીતરિવાજોમાં તહેવારોમાં
જુદાં-જુદાં નામે પિવાતો
જે
એ દારૂ પીધો
માત-પિતાએ આપેલા સંસ્કાર
છોડી
પ્રિયેને આપેલું વચન તોડી
મેં દારૂ પીધો
ગુમસુમ રહ્યો
ઝૂમ્યો, નાચ્યો, ગાયાં ગીતો
પઠન કરી કવિતા
લડખડાતા શબ્દો છતાં હતી
એમાં ગંભીરતા
મહેફિલોની વિવિધતા
મેં વૈવિધ્યસભર દારૂ પીધો
થયો ટલ્લી
કરી ઊલટી
ભ્રમ થયો
પાણી, હવા, જંગલ સાથે વાતો
કરી નમ થયો
એવો રૂમાની દારૂ પીધો
પીતાં-પીતાં થઈ મિત્રતા
સંભાળ, કેળવણીની પ્રભુતા
પ્રબળ બનતી આત્મીયતા
બન્યો અનેક દિલનો રાજદાર
સાંભળી અનેક દિલની વાત ધારદાર
પછી અલક-મલકની વાતો
નવ-સામાજિકીકરણની વાતો
ક્રાંતિની વાતો
સેહતમંદ, બેખૌફી દારૂ પીધો
પીધા પછી ન કરી ધમાલ
ધર્મના નામે, જ્ઞાતિના નામે
ન કરી બબાલ
મુલ્લા-પંડિત-ધર્મધૂરંધરો
લૂંટે એમ
લૂંટયો નથી સમાજને
જુઠ્ઠાણું ફેલાવી ડર બતાવી
ઠગ્યો નથી સમાજને
રાજકીય રોટલા શેકવા કરી
નથી હત્યા
ભૂલ્યો નથી માનવતા
માનવીય મસ્તીનો મેં દારૂ
પીધો
પીધા પછી
પ્રબળ બની
કલ્પના આઝાદીની
મારી તારી સૌની આઝાદીની
આઝાદીનો આઝાદ દારૂ પીધો
મેં દારૂ પીધો
હા, મેં દારૂ પીધો.
૨---
રે... નાસ્તિક / દિવ્ય પ્રેમ
રે... નાસ્તિક!
બાળી આવ્યા મને
અને
કૂલડામાં ભરી લાવ્યાં મારાં
ફૂલ
રે... નાસ્તિક!
પહેરાવી દીધી ફોટા પર મારા
તાજાં ફૂલોની માળા
ઘીનો દીવો કરી આવ્યા
અને
સુગંધીદાર અગરબત્તી સળગાવી
આવ્યા
રે... નાસ્તિક!
બોલો આ બધું
કયાં ધર્મ, જાતિના નિયમોને
લઈને કર્યું
રે... નાસ્તિક!
મને રોપી કેમ ના આવ્યા
ખેતરમાં
મને ફેંકી કેમ ના આવ્યા
ગીધોના જંગલમાં
મને વહેંચી કેમ ના આવ્યા
ગરીબગુરબાંમાં
રે... નાસ્તિક!
હવે તો કહો મને
નાસ્તિક છો કેવા તમે?
૩---
અમે નટડાઓ / આતિષ ઇન્દ્રેકર
છારા
અમે નટડાઓ
દોરડા પર ચાલનારાઓ
પેટિયું રળવા રસ્તા વચ્ચે
કરતબ કરનારાઓ
ટેપ રેકૉર્ડરમાં મહોમ્મદ
અજીજનું
'એ મેરે દોસ્ત...' ગાયન
વાગતા
માતાની છાતીમાં ધાવણ ધાવતા
બાળકનું સ્મિત રેલાય
ને પડેલી થાળીમાં
એકનો કે પાંચનો સિક્કો
દૂરથી આવી પડતો
પણ
અમારી કલાને માન નહીં
સંમાન નહીં
અમે તો એમની નજરમાં ભીખમંગા
અમારાં બાળક બાળમજૂરિયા
સવાર પડતાં
અમારાં બાળકો ઝોલામાં
પુસ્તકોની જગ્યાએ
થાળી ચમચી પાંચ રૂપિયાનું
બિસ્કીટનું પૅકેટ લઈને
રમવાને બદલે
નવી-નવી અંગ-કસરત કરતાં
આંખમાં સુઈ નાખતાં
નવતર પ્રયોગ કરતાં.
બાપદાદાથી ચાલી આવતી કલા
સરકારના ચોપડાઓમાં ગુમ
વાયબ્રન્ટમાં લોકકલાના નામે
અવનવા તાયફાઓ
પણ
અમે તો નટ
નટડીઓ, નટડાઓ
ભીખમંગાઓ
બાળમજૂરિયાઓ
ક્લાકારોની જગ્યાએ ગુન્હેગારો
૪---
औरतें / तस्वीर पारधी (भोपाल)
औरतें नदियों के समान है
बहना चाहती है
मचलना चाहती है
झरनों से गिरना
किनारों से मिलना चाहती है
चाहती है अपनी दिशा छोड़ बेदिशा होना
लेकिन
हर बार की तरह
पुरुष बाँध बन जाता है
कभी बिजली बनाता है
तो कभी मछली पालता है
धीरे-धीरे बाँध के गेट खोलता है
और अपने अनुसार नदी को बहाता है.
૫---
अफ़रा-तफ़री / शाहीन शेख
आज रात मैने महसूस की
हलचल ईद की चांद-रात जैसी
लोगों को देखा दौडते हुवे इधर-उधर
बस अफ़रा-तफ़री मची हूई
कोई राशन लेने जा रहा कोई सब्जी
भाव आस्मान छू रहे है
आज देखा मैने
लोगों की आँखो में
डर:
अगर किराने और सब्जी की लम्बी कतार में
बावजूद खडे रहने के
उन्हे शायद
लोटना तो नहीं पडेगा खाली हाथ घर
क्योंकि
अच्छी तरह
जानते है सब
ये रात कोई ईद की खुशी नहीं
पर
आने वाली है कल
भूख से मरने वाली मौत का पैगाम लेकर
मेरी आँखें
बस उन्हे
रह गई देखते
और... थम गया लम्हा.
૬---
क्यूं / लक्ष्मी यादव
उन राहों मे लोगो को
मिटाया जाता है
ना चाहते हुए भी
भूखे पेट को छुपाया जाता है
दिन जो बिताए किसानों ने
उन खेतो मे
हर दाने के लिए
तड़पाया जाता है
जो बनाए थे घर हमने
उसमे लोग रह रहे हैं
घर बनाते हुए भी
हम बेघर भटक रहे हैं
सबका हाल
इतना तो बेहाल नही
ना जाने क्यूं
बस इनको सताया जाता है
૭---
મત્તી જગાવ / અનિષ ગારંગે
(ભાંતુ બોલી)
મેરે ચેહરે સ યો નકાબ મત્તી
હટાવ
મેરે જખ્માં પ તૉં મલમ મત્તી
લગાવ
મેરે સીન્ને મ ભી એક આગ
જળતી હ
તૉં ઉસક મ ચિનગારી મત્તી
લગાવ
આયીગા લાવા જિસ દિન બહાર
મેરા...
કોઈ નાહીં બચંગડા
રાખ હોઈ જાંગડે સારે
ઉસ તૂફાના કુ તૉં મત્તી
જગાવ
મેરે મ ભી એક આવાઝ હ
મેરે મ ભી એક દરાર હ
મેરે મ ભી એક મશાલ હ
મેરે મ ભી એક ખયાલ હ
મેરે મ ભી એક સોચ હ
મેરે મ ભી એક ભૂખ હ
પર તૉં ક્યા જાણ
પથરા ક હ તેરા દિલ
જીસક મ રહવતે હ સાપ્પા કે
બિલ
પૈંતરે સારે તૉં માહર પ
મત્તી અજમાંવ
ઉસ તૂફાના કુ તૉં મત્તી
જગાવ......
ગુસ્સા ઘણા હ માહર અંદર
ચુભ્ભે હ ન જાણે કિતને ખંજર
બેઆબરૂ હુએ હ અપને નજરા
મ
દેખે હ એસે કિતને મંજર.....
કાળા જાદુ કર, ક કર જંતર-મંતર.....
હું તો ચાલતા રેહંગડા
મીલો મીલ નિરંતર....
મેરે રસ્તે મ તૉં રોડા મત્તી
બગાવ
ઉસ તૂફાના કુ તૉં મત્તી
જગાવ.....
૮---
તારા ગયા પછી / ઉમેશ સોલંકી
છેવટે મેં છોડ્યો મને
તારામાં ઓગળી ઓગળવા લગી
લાવ્યો તને
ટપક્યું પહેલું ટીપું
દરિયાનું જોર જાણે પડ્યું
ઢીલું
તું ઓગળતી ગઈ
ઝરણ બની વેગને ભોગવતી થઈ
દરિયામાં ભળતી ગઈ
દરિયા પાર કરતી થઈ
અને, અચાનક ખોવાઈ ગઈ:
દરિયામાં ગરભાઈ ગઈ
કે દરિયામાંથી ઉલેચાઈ ગઈ
ન કશી જાણ થઈ
પાર કરવાનો હતો હજુ છેલ્લો
દરિયો
દરિયો ગહનગભીરો.
વીત્યો વખત
વીતી વખતમાંની ભારેખમ પળ
હવે
મને
ભૂખ લાગે
ઊંઘ આવે
બહાર નીકળું
ભીડ બનું
ભીડમાં વેગળાઈ મરું
માઈલો ચાલવા નીકળી પડું
થાક લાગે તો ઠરું
પાછો ફરું
તારા ગયા પછી નવું ન કશું
જણાયું
શરીરમાં બસ નર્યું આકાશ
ભરાયું.
No comments:
New comments are not allowed.