17 March 2014

અંક - ૧૨ / માર્ચ - ૨૦૧૪

ઝાડુ-વિશેષાંક
Special Issue on Sociopolitical Poetry On Broom

આ અંકમાં
1. એક ઝાડુ / શૈલેશ ભાંભી
2. હાઇકુ / જયસુખ વાઘેલા
3. ઝાડુ / જયેશ સોલંકી
4. બે ઝાડુ / મયુર વાઢેર
5. હાઇકુ / જિજ્ઞેશ મેવાણી, જયેશ સોલંકી, ઉમેશ સોલંકી
6. તો 'આપ' 'આપ' છો / પ્રવીણ મકવાણા 'ગાફેલ'
7. જાગી જાવ... / બાબુભાઈ ભાલિયા 'બુદ્ધિસાગર'
8. झाड़ू - की आत्मकथा / वैशाख राठोड 
9. ઝાડુ મારો જીવનમંત્ર / બ્રહ્મ ચમાર
10. ઝાડુની જેમ / રોમેલ સુતરિયા
11. સંવેદના લીધી / ઉમેશ સોલંકી

1---------------------------------------------------------------------------------------

એક ઝાડુ / શૈલેશ ભાંભી (વડાલી, જિલ્લો - સાબરકાંઠા)

એક ઝાડુ
સદીઓથી
સમયની બખોલમાં પડ્યું છે
સાફસફાઈ ક્યારેક
ક્યારેક ધ્રુસકે ધ્રુસકે રડ્યું છે
થતું હતું
કોઈ મહામાનવ આવશે
સદીઓ જૂની
દુઃખ-પીડાની ભભૂકતી જ્વાળામાંથી
હાથ ઝાલી બહાર કાઢશે
પણ !
બધું જ પોકળ, નિરર્થક !
અનુભવ્યું
પરાધાર હંમેશા નિરર્થક

સમયની એ બખોલ આગળથી
હું પસાર થઈ રહ્યો છું
ઝાડુ
પોતાની બધી સળીઓ થપથપાવી રહ્યું છે
કંઇક વિશેષ અંદાજમાં
કંઇક વિશેષ કહી રહ્યું છે
આંખોમાં
સપનાંઓનો સુરમો આંજી
ખાદીનો પરિચિત પોશાક સજી
મસ્તકે
કાળી શાહીથી સંસ્કૃત થયેલી
ટપકાવાળી ટોપી પહેરી
હવાની મહત્તમ ગતિએ
બહાર આવી રહ્યું છે
હું
વિચારું છું
હવે
મારે ભાગીને
ક્યાં જવું ?

2---------------------------------------------------------------------------------------

હાઇકુ / જયસુખ વાઘેલા (ચોટીલા, જિલ્લો – સુરેન્દ્રનગર)

    લઈને ઝાડુ
સદીઓથી ઊભો હું
    ડગ ભરવા

3---------------------------------------------------------------------------------------

ઝાડુ / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)

મને તો
આજે પણ
વાળુમાં મળે છે એઠવાડો
હું શી રીતે લખું
મારો ઇતિહાસ, મારી કવિતા, મારું નાટક
ચોખાના દાણા પર.
આમ પણ
દાણા પર લખાય
પ્રેમીનાં નામ
ગાથા ના કોતરાય
એટલે મેં
કૅન્સરના જીવાણુ જેવા
બ્રાહ્મણવાદના જીવલેણ જીવાણુઓથી
મારા ઝાડુની ખદબદતી સળીએ સળીએ
લખ્યાં હતાં
પ્રતિ-ઇતિહાસ, પ્રતિ-નાટક, પ્રતિ-કવિતા
સદીઓથી

બુદ્ધથી માંડીને બાબાનાં ક્રાન્તિગીતો
કોતરાયેલાં હતાં
ઝાડુની સળીએ સળીએ
ઝાડુના વાંસડા પર ફરકાવેલા
લાલ ઝંડા પર
અસ્પૃશ્ય કૉમરેડનાં લોહીથી
લખાયેલો હતો ઇતિહાસ
ઝાડુની સળીએ સળીએ કબીરના કટાક્ષો હતા
રોહિદાસની કરુણા હતી.

એણે આપણા ઝાડુનો ઝંડો કર્યો
ને પગલાં પર પાડ્યો પરદો
કાશ
આ ચોર વાણિયો ના હોતઃ
ભંગિયાને ઘેર
કાં બ્રાહ્મણ ધાડ પાડે
કાં વાણિયો

ભૂશે ભલે પગલાં ઝાડુ
પણ ગણે છે મનમાં ઝાડુ
મિસાઇલ કરતાં ખતરનાક ઝાડુ
એ જાણે છે, એ લોકો
મોટાગજાના છે, એ ધાડપાડુઓ
એમણે અમથું નથી ચોર્યું ઝાડુ
ડૅટોલથી ધોશે
જુઠ્ઠો ઉપનયન-સંસ્કારવિધિ કરશે
અને પછી
આપશે આપણા બાંધવોના હાથમાં
જેને આજકાલ આપણે
'આમ આદમી' કહીએ છીએ.

આપણી આસપાસ
બે જાતનાં ઝાડુ છે
એક ઝાડુ પર છે
પગલાંની પીડાનો
હજુ પણ લખાતો દસ્તાવેજ
અને બીજું ઝાડુ બન્યું છે
સંસદ તરફ
આગળ વધતા પગ વચ્ચેનો ડેરો (ડેરો - તોફાની ઢોરને ગળે બંધાતું લાકડું)

4---------------------------------------------------------------------------------------

બે ઝાડુ / મયુર વાઢેર (કોડીનાર, જિલ્લો - જૂનાગઢ)

અમારો જન્મ
ગંધથી ખદબદતા
કાળામેશ અંધારે થયો
યુગ-યુગથી હાથમાં ઝાડુ લઈ
એઠવાડ ખાધો
ગાળ ખાધી
હડસેલો ખાધો
છતાં
તમારી સુવાળી પેઢીને
સ્વચ્છ રાખવા કાજે
અમારી નવી પેઢીને
ઝાડુનો એ જ વારસો પાછો મળ્યો
અમારાં નામ હજુ
ગુલામોની યાદીમાં અકબંધ છે

તમારો જન્મ
સુગંધી શેરીના અજવાળે થયો
કે ઝાડુ પકડતાં જ
બની ગયા રાજા
કેટલો ભેદ છે
આપણે બેઉં આમ આદમીનાં ઝાડુ વચ્ચે !
ગંધથી ખદબદતા
કાળામેશ અંધારે થયો
યુગ-યુગથી હાથમાં ઝાડુ લઈ
એઠવાડ ખાધો
ગાળ ખાધી
હડસેલો ખાધો
છતાં
તમારી સુવાળી પેઢીને
સ્વચ્છ રાખવા કાજે
અમારી નવી પેઢીને
ઝાડુનો એ જ વારસો પાછો મળ્યો
અમારાં નામ હજુ
ગુલામોની યાદીમાં અકબંધ છે

તમારો જન્મ
સુગંધી શેરીના અજવાળે થયો
કે ઝાડુ પકડતાં જ
બની ગયા રાજા
કેટલો ભેદ છે
આપણે બેઉં આમ આદમીનાં ઝાડુ વચ્ચે !

5---------------------------------------------------------------------------------------

હાઇકુ / જિજ્ઞેશ મેવાણી, જયેશ સોલંકી, ઉમેશ સોલંકી

  આ હાળું ઝાડુ
ચપાક ચોંટ્યું એવું
   પગલાં હોધું

6---------------------------------------------------------------------------------------

તો 'આપ' 'આપ' છો / પ્રવીણ મકવાણા 'ગાફેલ' (મહુવા, જિલ્લો - ભાવનગર)

સદીઓથી દબાણા-પિસાણા
આશા હતી આઝાદીની
પણ થયું સાવ ઊંધું
સફેદ ખાદી
ધોળી દાઢી
કરી કાળુંધોળું
સ્વિસબૅંકમાં જમા કર્યું નાણું

ભક્ત બની મહેતા નરસિંહ કહેતા
'તરે મારી ઇકોતેર પેઢી'
પણ આ ધોળિયા
કેટલી પેઢી તારી દે
એ તો એમનો રામ જાણે
'ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે
ખંડેરની ભસ્મકણી ન લાધશે'
વાત રહી ગઈ કવિતાઓનાં થોથાંઓમાં
'વ્યથાનાં વીતક' રહી ગયાં
પુસ્તકનાં ભરચક પાનાંઓમાં
સદીઓથી અમી રહી ગયા વેંત છેટા
કોઈ મંદિર બાંધવાની વાતે
કોઈ ભાષા તો કોઈ કોમ
કોઈ નાતજાત
તો કોઈ ધરમબરમ ધરી આગળ
બેઠા સત્તાસિંહાસને
પણ બધા ભૂલી ગયા મૂળને
હા, મૂળને, અમારા અંગૂઠાને
અમારી આંગળીથી દબાતા એ બટનને
કેમ રે ભૂલી ગયા તમે
રાજધરમ લોકધરમ
એટલે કોઈકે એમને સાફ કરવા પડશે
વાળીને, ઝૂડીને, ચોળીને, ઘસીને
રાજાઓ ગયા અંગ્રેજો ગયા
પણ એમનો મેલ
થર થઈ ચોંટી ગયો છે
તમારી ઉપર
ધરણાં, સત્યાગ્રહ, લોકદરબાર
રેલી કે રેલા
એ તો ઘડી બેઘડીની છે સારપ
રીઢા થયેલા તસ્કરો, મવાલીઓ, ગુંડાઓ
ને ડાઘુઓના ડાઘ કાઢવા
જરૂર છે એક કવાયતની

ગરીબ રોટલો જાતે રળી લેશે
પણ એ ચાવી શકે નિરાંતે
એવી શાંતિ આપો
તો 'આપ' 'આપ' છો
રસ્કિનના 'અન તુ ધિસ લાસ્ટ'
ગાંધીના સર્વોદયથી ઉપર ઊઠી શકો
તો 'આપ' 'આપ' છો
ફુગ્ગો તમારો
ક્ષણમાં ના ફૂ।ટે
તો 'આપ' 'આપ' છો

7---------------------------------------------------------------------------------------

જાગી જાવ... / બાબુભાઈ ભાલિયા 'બુદ્ધિસાગર' (નાની જાગધાર, તાલુકો - મહુવા, જિલ્લો - ભાવનગર)

ખુશીથી સોંપી દેજો ઝાડુ, મૂળનિવાસી, જાગી જાવ, તમને જગાડુ
હવે તમે વ્હાલુ કરશો નહીં ઝાડુ
ભલા આદમીએ લીધું હાથ ઝાડુ, એને કાયમ સોંપી દેજો ઝાડુ
હવે તમે વ્હાલુ કરશો નહીં ઝાડુ

દાસનાયે દાસ બન્યા તોયે મેલાવ્યું નહીં ઝાડુ
સામે ચાલી હાથ લે છે ઝાડુ, હવે તમારા કુળમાંથી કાઢી નાખજો ઝાડુ
હવે તમે વ્હાલુ કરશો નહીં ઝાડુ

એસ.ટી, એસ.સી. જાગો, ઓ.બી.સી. હવે મેળવો સિંહાસન તમારું
શ્વાન જેમ પર ઘર રખડે, કદી મળશે નહીં ઠેકાણું
હવે તમે વ્હાલુ કરશો નહીં ઝાડુ

ચોસઠ વરસનાં વ્હાણાં વાયાં, હક માટે આપણે પાડી છે રાડું
મત માટે નિશાન લીધું ગરીબોનું ઝાડુ
'બુદ્ધિસાગર' કહે જાગી જાજો, આ તો વરસોથી ચાલ્યું આવે જુઠ્ઠાણું
હવે તમે વ્હાલુ કરશો નહીં ઝાડુ

8---------------------------------------------------------------------------------------

झाड़ू - की आत्मकथा / वैशाख राठोड (अहमदाबाद)

मेरा नाम “झाड़ू कुमार जंगलात भाई सफाई” है
मेरा जन्म हुआ धरती के पेट से
खुले आकाश तले
एक मध्यमवर्ग पेड़ की टोच पर
वसंत का उत्सव मनाया गया उस वक्त
बड़ी ही विचित्र प्रक्रिया थी मेरे नामकरण की जन्मकरण की
मेरे नाम से जो मुझे घ्रीणा थी
वो सात साल की उम्र में ही ख़त्म हो गई
जब मुझे पता चला की
मेरे माँ बाप तो अनपढ़ थे बेचारे
तो बहोत सोच विचार नहीं किया नाम रखने पर
और बबुचक ज्योतिषियो से भी लेना देना नहीं था हमारा
तो कुंडली-वुंडली के चक्कर में मुस्तकबिल को भी उलजने नहीं दिया (मुस्तकबिल - किस्मत)

सरकारी स्कूल में पढ़ाई करके
इंग्लिश लिटरेचर में सेकंड क्लास में ओनर्स किया
सोचा की आगे पढके I A S बनूँगा
कॉलेज में एक लड़की से प्यार था
पर मेरे लोमड़ी जैसे मुह की वजह से कह नहीं पाया
और आईने के साथ उस लड़की ने ब्याह रचा लिया
सरनेम की वजह से मुझे कही नौकरी नहीं मिलती थी
और घर के सारे छोटे बड़ो की जिम्मेवारी मुज पर थी 
एक मोटी औरत ने मुझे बीस रुपये में नौकरी पे रख लिया
सुबह शाम उसका घर बुहार देता
कभी कभी वो मुझसे अपना संडास बाथरूम भी साफ करवाती
और में नाक पे गमछा बाँध के
सर जुका के काम करता रहेता
फिर अलमारी के पीछे तुच्छता से अँधेरे में फेंक देती
मुझे बहोत बुरा लगता
जब की वो साला बुढा television हर एक मिनिट में
कोई ना कोई गन्दी खबर सुनाता
या हिंदी पोर्न फिल्म दिखाता
फिरभी उसको संगेमरमर का showcase बनाकर दिया था उस मोटी औरत ने
मुझे बहोत बुरा लगता
मुझे अब इस यातना से छुटकारा पाना था
मुझे बड़ा अफसर बनाना था

जब मेरी मालकिन मेरे मालिक को
मेरे डंडे से पीटती तो मुझे मज़ा आता
मेरे मन में हंसी के फवारे उछलते
बस यही एक छोटा सा लम्हा था मनोरंजन का, मेरी शर्मसार ज़िंदगी में
तब मुझे अपने आप पर नाज़ होता
की में कितना बहादुर हूँ, औरत की रक्षा करने की क्षमता है मुज में
पर फिर भी मुझे उस नपुंसक पिटारे से कम मान मिलता
जो दिन दहाड़े, या रात के वीराने में
एक मद्धिम आहट के डर से अपना मुंह खोल देता
रुपियो के साथ साथ खानदान की शान ओ शोकत लुटने देता

पढ़ा लिखा था, बहादुर था, फिर भी मजदूरी करता था
गंदकी उठाता था, गटर साफ़ करता था
तो मेरे मानसिक दौरे भी बढ़ने लगे
कुछ किताबे थी, कुछ अक्षर थे
जिन्होंने मुझे नाज़ुक वक्तो में संभाला
अजीब दोस्ताना था किताबो से मेरा
रात के अँधेरे में वो मुझे दर्शन शाश्त्र की चाय में
अध्यात्म का टोस्ट घोलकर पिलाती
इश्वर है,
बस उसे ढूंढना पड़ता है
इश्वर सब देखता है,
बस उसके सामने उजागर होना पड़ता है 
इश्वर सब सुनता है,
बस ध्येर्य और शान्ति से मुखातिब होना होता है

भला हो उस “लचका” कामवाली का (लचका - ठुमक कर चलने वाली)
की उसकी बेवकूफी से मुझे मंदिर में घुसने का मौक़ा मिल गया
मंदिर का आंगन बुहारते बुहारते
एक अरज की इश्वर से
“हे इश्वर मुझे इस पलित यातना से बचा लो,
बड़ा अफसर बना दो”
मानो फ़ास्ट ट्रैक कोर्ट का चुकादा हो
चुटकी में कुबूल हो गई मेरी दुआ
मेरा पूरा ऐश्वर्य बदल गया
जब में घर की चार दीवारों से निकल कर
मर्द के हाथो में आकर अटका
इतिहास बदल दिया मैंने
भारतीय सियासत का
पूरा मुल्क मुझे सरआँखों पर बिठाकर चूमने लगा
और मैं “मोगेम्बो” से भी तिन गुना ज्यादा खुश हुआ
मेरे लोमड़ी जैसे चहेरे के
बड़े बड़े “बच्चन” साइज़ के पोस्टर छपने लगे
पढ़े लिखे,  so called intellectulas लोग
मेरे सामने सर  झुकाने लगे
बड़े से बड़ा राजनैतिक गुंडा मुझसे डरने लगा
मेरा नामकरण जन्मकरण फिर से हुआ
हिदुस्तान की इफ्तिदार ए कुर्सी पर ताज नशीन हुआ (इफ्तिदार ए कुर्सी - सरकारी कुर्सी)
और मैं “मोगेम्बो” से भी तिन गुना ज्यादा खुश हुआ

रंग, रुआब, आबरू, पोशाक सब बदला 
तो किस्मत की खुशियों ने काँटा बोया
भाग्य की हंडिया में
कर्म का स्वाद बरक़रार रहा

पहेले औरत के हाथ में था
एक ही घर का संडास-बाथरूम साफ़ करना था
अब मर्द के हाथों में हूँ
पूरा हिदुस्तान साफ़ करना होगा

9---------------------------------------------------------------------------------------

ઝાડુ મારો જીવનમંત્ર / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો - ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

સદીઓથી
મારા લોકોને
ઝાડુ પકડાવી દીધું
ગંદકી સાફ કરવા માટે
ગંદકી સાફ કરતાં કરતાં
મારા કેટલાય લોકો
શહીદ થઈ ગયા એમની જ ગંદકીમાં..!!

'જીવન પરિવર્તનશીલ છે'
એવું કેટલીયે વાર સાંભળ્યું
પરંતુ
અમારા જીવનમાં
સદીઓથી
કંઈ જ પરિવર્તન નથી આવ્યું !
આજે પણ
એઠું ખાઈ રહ્યા છીએ
અને
ગંદકી સાફ કરી રહ્યા છીએ.

બાબાસાહેબે
અમને મતાધિકાર અપાવ્યો
પરંતુ
હજી સુધી
આમ આદમી તરીકે અમારો સ્વીકાર થયો નથી !

આજ 'આપે' ઝાડુ હાથમાં લીધું છે
લાગે છે
અમારી સાથે જળપાન કીધું છે
દુઆ કરીએ છીએ
'આપ' દફન ન થાય આ ગંદકીમાં !

10---------------------------------------------------------------------------------------

ઝાડુની જેમ / રોમેલ સુતરિયા (અમદાવાદ)

ન જાણે શું મજબૂરી હતી
તમારે ઝાડુ ઉપાડવું પડ્યું
આ નીતિ છે, અકસ્માત ન કહો
દરેક નગરની શેરીઓમાં ઝાડુને ઉછાળવું પડ્યું

આંગણે આંગણેના અમારા પ્રવાસમાં
ન જોયા અમારી હારોહાર તમને
ઝાડુ લઈને અમને ઉલ્લુ ન બનાવો
પીઠ પાછળ અમારી, અમને ખોટા ન ગણાવો
સાંકળથી નથી કંઈ બંધાયેલા
કે ઝાડુની જેમ અમે ઊભા રહેવાના

11----------------------------------------------------------------------------------------

સંવેદના લીધી / ઉમેશ સોલંકી

ઝાડુમાંથી સંવેદના લીધી
સંવેદનાને ઝંડે બાંધી
ઝંડો નહીં, છે વિચાર સાથી
વિચાર ઝલાયો હાથમાં કોના?
જોઈ લેને લગાર સાથી
જોઈ વિચારી આગળ વધ
દોડ નહીં ધીમે રહીને ડગલું ભરઃ
દેશનું નામ ભારત સાથી
ભારતની નોખી રીતભાત સાથી
ખૂણે ખૂણે અહીં ધર્મ વિફરે
ફૂંગરે ઠેકઠેકાણે જાત સાથી
દેશનું નામ ભારત સાથી

નૂર ખેંચી ખેંચીને ઝંડો એક સફેદ થયો
લોહી ચૂસી ચૂસીને સફેદ ઝંડો લાલ થયો
અડધુંપડધું કંઈ બચ્યું, તો કેસરિયાનો ભાગ થયો
હવે નવું છે લોહી તારું
લોહીમાં વિચાર ઉછાળ, સાથી
ને જો, સંવેદના તો ઝંડે ચડી
ફરફર કરતી આગળ વધી

ઝાડુ છતાં તારા હાથમાં સાથી
 દેશનું નામ ભારત સાથી
ભારતની નોખી રીતભાત સાથી

19 comments:

  1. Anonymous3/17/2014

    તમે ક્રાંતિની વાતો કરો છો, નીતનવા વાદને પડકારો છો. ભાઈઓ ઘરમાં ડોકિયું કરો. તમારા સમાજમાંથી જે મોટા ભા થઈ ગયા, જે મંત્રી-બંત્રી થઈ ગયા, જે સાયેબ થઈ ગયા એમણે તમારા માટે શું કર્યું. મુસ્લીમોએ પોતાના અલગ ચોકા રચ્યા, એમના કંત્રાટીઓએ (બિલ્ડર્સ) અલગ કોલોનીઓ અને કસ્બા રચ્યા. તમે દલિતોને ઘર નથી મળતાં, નથી આપતાનાં રોદણાં રોવો છો. ભાઈઓ, તમારા દલિત બિલ્ડરોએ, દલિત ઉદ્યોગપતિઓએ, દલિત સમાજસેવકોએ બંગડીઓ પહેરી છે કે શું ઘણા મહાશયો પોતાના સમાજ માટે કશું ન કરવું પડે એટલે લેખક કે કવિ થઈ જાય છે. લખવા-બખવા કે રોવા-બોવાથી કશું ન વળે. મહારાષ્ટ્રની માફક ગુજરાતમાં દલિત અસ્મિતા ઊભી કરો. તમારા નોખા ચોકા રચો. તમારી જ શાળાઓ હોય, તમારા જ ટ્રસ્ટીઓ હોય, તમારી જ ફેક્ટરીઓ હોય, તમારી જ કોલોનીઓ હોય. તમારા જ વિસ્તાર હોય. છુટાછવાયા રોકકળ કરવાથી કશું નહીં વળે મારા ભાઈ. અગર ગુસ્સો કાઢવો જ છે તો તમારા જે પોતાની સાત કે એકોતેર પેઢીઓ ખાય એટલું ભેગું કરીને બેઠા છે અને તમારો ઉપયોગ કરી રહ્યા છે તેમના પર ગુસ્સો કાઢો. વાતોથી નહીં, ધોકાવાળી અને આગજનીથી. દલિત સમાજનું ઋણ ન ચુકવનારા ગદ્દારોને પાઠ ભણાવો.

    ReplyDelete
    Replies
    1. દલિત બિલ્ડરોએ, દલિત ઉદ્યોગપતિઓએ, દલિત સમાજસેવકોએ બંગડીઓ પહેરી છે એવું એક વખત માની પણ લઇએ તો શું દિવસે તારા બતાવી વોટ માંગતા અન્ય જ્ઞાતીના લોકોની એ ફરજ નથી કે દલિતોના ઉદ્ધાર માટે કામ કરે.. રાજ્ય કે કેન્દ્રમાં જે કોઈની સરકાર બને છે તેઓની ફરજ છે કે દેશમાં વસતા નીચલી પાયરીના માણસનું પણ કલ્યાણ કરે. અહીં જ્ઞાતી સિસ્ટમને તોડવાની વાત ચાલી રહી છે ને તમે અલગ વાડા રચવાની વાત કરી રહ્યા છો.. વાડા તો પહેલે થી જ બનેલા છે એટલે દલિતો હિંદુ ધર્મ માં હોવા છતાં હિંદુ નથી કેમ કે BJP, VHP, BAJRANG DAL, RSS, વાળાની ધાર્મિક લાગણી ત્યારે જ દુભાય છે જયારે રામ મંદિર અંગે ક્યાંક વિરોધ થાય પણ કોઈ દલિત ગટર માં મરી જાય ત્યારે તેઓની લાગણી દુભાતી નથી.

      Delete
  2. bhai tamaru hu nam nathi janto pan tame je kai lakhu che ane hu avkaru chu,pan mane ek prashn che..ke tame je atlu badhu boli gaya amathi tame ketlu karu che...tame ketli school kholi college kholi ke firm banavi ne jo banavi hoy to ketla dalit parivar ne nokari par rakhya? jo shayky hoy to imandari thi javab apjo...baki aa kavita no ne sahity no blog che..politics k dhamal karvano nai...thanks

    ReplyDelete
  3. Aesthetically Punching !! Congratulations to all the writers !

    ReplyDelete
  4. ખુબ સુંદર, સરસ વેધક રજુઆત.... દરેકને ખૂબ ખૂબ અભિનંદન

    ReplyDelete
  5. Anonymous3/19/2014

    વાહ મૂર્ધન્ય જીવ. વાહ... તમે કહો છો આ બ્લોગ સાહિત્યનો છે. તો શું ખાલી જગ્યા માટે કવિતાઓમાં તમામ પ્રકારના પ્રવાહોની વરાળો ઠાલવો છો? જવાબ આપો. સત્ય સામે આવવું જોઈએ. બ્લોગના તંત્રી પોતાના સમાજના કોઈ મંત્રી-બંત્રીથી ડરી રહ્યા છે કે કેમ? શા માટે મારા સવાલો પર ટીપ્પણી નથી કરતા? સમાજ એકતાંતણે રહે એ આદર્શ સ્થિતિ છે પણ એવો સભ્યસમાજ તમારી કવિતાઓમાં જ વસે છે, અસલમાં તો અલગ ચોકા રચીને જ દલિત અસ્મિતા ઊભી કરવી પડે. જે ઝાડુ લઈને તમે રોદણાં રોતા હતા તેને કેજરીવાલ જેવા શાણા જનપ્રતિનિધિએ ઝાડુને બ્રાન્ડ (ઓળખ) બનાવી દીધું. શું ભારતવર્ષમાં એક પણ દલિતને આવો વિચાર આવ્યો? દુનિયા ઝૂકતી હૈ, વિશાળ દ્રષ્ટીકોણ જોઈએ. એ માટે ગટરના ઢાંકણાની ત્રિજ્યા જેટલી સ્પેશથી અટકી જાઓ તો ના ચાલે.

    ReplyDelete
    Replies
    1. અરે અનામદાસ, ડર તો તમે રાખો છો. પહેલાં તમારું નામ જાહેર કરો! પછી જવાબની અપેક્ષા રાખો. આ બ્લૉગ 'art for life's sake' છે 'art for art's sake' નથી.

      Delete
    2. bhai ek var chanyaky ye kahelu ke murkh vyakti ne vadhare padto shano vyakti banne samaj mate khatarnak hoy che, hadkayela janvar jevu, tame kai rup rekha ma bandh beso cho a tame tamari jat n puchi lejo athav tamra koi premal vyakti ne, n rahi tamara aa vare ghadiye choka ne vada ubha karvani vat to a matr vada ne choka janvarnaj hoy kem ke a bhase toy ane amj lage ke a kaik boli rahyo che baki loko ne kai fark na pade ne ane aye khabar na hoy ke vada bandhva thi samaj no vikas na thay potana area mj sher thai ne fare mara bhai. baki rai kavita ma aag ni ne varad ni vat to bos manvuj padse ke aa blog ni darek kavita ma aag che ne jeni jaad tamne lagi gai.ne kejrivale jadu ne brand banavi shu ukhadi lidhu matlab shu saaf kari lidhu, ketla vada banavi lidha, kejrival na hath ma jadu a jadu nu apman che. ne bhai tamare chapa roj vanchava joi ye ane thodo gano itihas pan jo ras hoy to, baki kahali kahli thuk udadva mate to paan na galaa jevi jagya koi nathi.

      Delete
  6. Anonymous3/22/2014

    ઓળખાણની વાત છે ત્યાં સુધી હું તમારામાંનો જ એક પડઘો છું. તંત્રીને જવાબ જડતો નથી કે મંત્રી-બંત્રીનો ડર હજુ કાઢી શક્યા નથી એ સ્પષ્ટ કરે. તંત્રી અનામદાર કે દાસ કહીને બ્લોગના વાચકો સાથે દગો કરી રહ્યા છે. રહી વાત વૈશાખભાઈની. ભાઈ તમે ભલે હડકાયાં કે રઘવાયાં કૂતરાંની વાત ભલે કરો, આવી વાતો તમારા મુખેથી નીકળી છે પણ હું તમારા નામ પાછળ 'નંદન' શબ્દ લગાડવા માગતો નથી. અને વાત ઇતિહાસની. તો જરા યાદ કરો ઇતિહાસે તમને શું આપ્યું છે? છેલ્લે, દરેક કવિતામાં આગ છે એ તમે ખરું જ કહ્યું. મારો અવાજ એ વાતે જ ઊઠ્યો છે કે કાગળ પરની લ્હાય કે વરાળ શું કામની? જરા વિચારો. ભાઈ, ધરણાં'ય કરવાં અને ભૂખ્યા પણ રહેવું (ઉપવાસ) એ બધું જેના વિરોધમાં કરતા હોવ એને ફાયદો કરાવતું હોય છે. સામેવાળાને કોઈ ફરક નથી પડતો અને તમને કશું મળતું નથી. તમે જે શબ્દ વાપર્યો એમ 'ઉખાડવું' હોય તો ભૂખ્યા પેટે ધરણાં કરવાથી ન ચાલે. મવાલ (મોળું; નરમ) મત બનો ભાઈ, જહાલ (ઉદ્દામ) બનો. ઇતિહાસ વાંચવાનો વિષય નથી, ઇતિહાસ બનાવવાનો વિષય છે. તમે ઇતિહાસ વાંચો છો, પ્લીઝ મત વાંચો, ઇતિહાસ બનાવો. વંચિતોને એની જરૂર છે. કેજરીવાલને ટાંક્યા એટલે આપ સમર્થક માનવાની ભૂલ ન કરો. એનો સમર્થક નથી. એણે ઇતિહાસ બનાવ્યો પણ સાથે લોકોને'ય બનાવ્યા એટલે હવે અસ્તિત્તવ બચાવવા હવાતિયાં મારે છે.

    ReplyDelete
    Replies
    1. અરે બીકણ અનામદાસ, તમારે આ બ્લૉગનો અભ્યાસ કરવો જોઇએ, તો તમને જણાઈ આવશે કે બ્લૉગના તંત્રીને કોઈ મંત્રી-બંત્રીથી ડર લાગતો નથી. બીજું, તમારે ક્ષેત્રકાર્ય પણ કરવું જોઈએ તો તમને એ પણ જણાઈ આવશે કે આ બ્લૉગના કવિઓ માત્ર કાગળશૂરા નથી. વળી, તમે સલાહકારની ભૂમિકામાં શું કામ આવો છો, નામ જાહેર કર્યા વગર વણમાંગી સલાહ બીક્કણજણનું કામ છે. અમારે શું કરવું એ અમે જાણીએ છીએ. કોઈ નામ વગરનો લલ્લુપંજુ આવે ને અમને આમ નહીં આમ કરો-ની સલાહ આપે, ને અમે એવું કરવા લાગીએ એવા લલ્લુપંજુ અમે નથી.
      હવે બીક છોડો ને નામ જાહેર કરો.

      Delete
  7. Anonymous3/23/2014

    મારા પ્રથમ મંતવ્ય પછી તંત્રીએ વિધિસર રીતે જાળવેલું મૌન અને પછીથી અકળાયેલા તંત્રીએ કરેલી ટીપ્પણીના અભ્યાસથી ત્રણ વાતો ઉડીને નીકળી રહી છે.
    એક, તમે બ્લૉગના વાચકોને લલ્લુ-પંજુ સમજો છો.
    બીજું, તમારે માત્ર વર્ચુઅલ કાગળ પર જ વરાળ ઠાલવવી છે (જે દલિતોના ઉદ્ધાર માટે કોઈ કામની નથી)
    અને ત્રીજું, તમે દેખાડાવાળી હાય-બળતરા સિવાય કશું કરવા માગતા નથી તે મતલબનો નિર્ધાર વ્યકત કરતી તમારી ભવિષ્યની કાર્યરેખા પણ દોરી દીધી છે.
    તેમ છતાં એક સવાલ તો પૂછીશ જ... જરા વંચિતોને એ જણાવશો કે તમારી આ પ્રકારની વર્ચુઅલ પાનાં પરની હાય-બળતરા કે દેખાડો શોષિતોને ઉન્નતિના રસ્તે લઈ જશે કે પછી તમે વંચિતોના નામે ખુદ ઉન્નતિના માર્ગે પ્રયાણ કરવા માગો છે.

    ReplyDelete
  8. Anonymous3/24/2014

    झाडु तो घरघरमां होय एटले बधा झाडुवाळा गणाय. झाडु माटे झघडवानुं छोडीने झाडु मारवानुं राखो जेथी समाज अने देशमांथी थोडीघणी गंदकी ओछी थाय.

    ReplyDelete
  9. આજે મેં મારી જનોઇ શરીર પરથી કાઢી અને બાંધી છે ઝાડુની સળીઓ ને એક કરવા...............હવે મારુ શરીર ચોખ્ખુ અને ચણાક છે......ઝાડુની સળીઓ પણ સરસ સંપભેર જીવે છે.........મકરંદ શુક્લ......

    ReplyDelete
  10. પહેલા ઝાડું પકડવું આટલું એડવેન્ચરસ નહોતું! રેબનના ગોગલ્સ પહેરેલા કાર્યકર્તાઓ હાથમાં ઝાડું લઈને અટ્ટહાસ્ય કરતા મેં દીઠા છે.ગાંધીએ પણ હાથમાં ઝાડું લીધું હતું પણ અંગત સ્વાર્થ માટે.ઝાડુઓની સળીઓનો થનગનાટ સાથે કેજરીવાલ ફેનોને આ સુંદર રચનાઓ નહિ કઠે એમાં બે મત નથી. સુંદર વેધક રચનાઓ માટે અભિનંદન!

    ReplyDelete
  11. પરમિત સાચુ કહયુ તમે..

    ReplyDelete
  12. Anonymous4/15/2014

    મારાં પ્રિય ભાઈઓ અને બહેનો, કવિતા સામે અમને વાંધો નથી. બીજું કશું જ નહીં ને માત્ર વર્ચુઅલ પાનાં પર કવિતાઓ થાય છે તેની સામે વાંધો છે. તંત્રી સાહેબ કશું નથી કરતા છતાં આટલો ઢંઢેરો પીટીને પ્રચાર કરી જાણે છે તો જો કંઈક પ્રવૃત્તિઓ કરતા હોત તો ચોક્કસ તેના વિશે લખતા હોત પણ લાગે છે કે કશુંય કરતા નથી. આ જ વાંધો છે.

    ReplyDelete
    Replies
    1. દોસ્ત
      કદાચ તમારે જાણવું જ રહ્યું કે તંત્રી કે કવિ કશુય પ્રવુતિ કરતા નથી, અને તમે દેથોક દે થોક દેવા માંડ્યા છો એમ મને લાગે છે, અને જો કદાચ તમે કહો છો તેમ , ઢંઢેરો પીટી પ્રચાર કરે છે એનો મતલબ એમ કે તમે એમ કહેવા માંગો છો કે કવિ ઝાડું માટે કઈ પ્રવુતિ કરતા નથી અને કવિતા દ્વારા પ્રચાર માટે ઢંઢેરો પીટી પ્રચાર કરે છે. ?
      બીજું એ કે તમારા મતે પ્રવુતિ ની વ્યાખ્યા શું છે એ પણ વર્ણન કરશો સાથે સાથે તમારું મીઠું મધુરું નામ આપશો તો મને વધુ ગમશે...........

      મેહુલ

      Delete
  13. ભાઈ અનામ દસ જુઓ તમે ખરેખર અમારા સુભ ચિંતક હો તો તેમ જણાવો ગ્રુપ સાથે સંકળાયેલા છો ?કયા આંદોલન માં જોડાયેલા છો ?કયા વિસ્તાર માં કાર્ય કરીઓ છો પોતાની ઓળખ અને ચરિત્ર છુપાવી બીજાની નિસ્બત ઉપર હાય ઉકળાટ થવાનું બંદ કરો અને સ્પષ્ટ રીતે વાત કરો જો તમે સાચા હો અને ખરેખર તમને સમાજની કે કોઈની પડેલી હોઈ તો મારા નંબર 09624992332 ઉપર સંપર્ક કરો આપને હું રૂબરૂ માં મળું અને પછી તમને હું માનું કે ખરેખર તમે મહત્વ ની વાત કરી। સાથી અહી લખાયેલ કવિતાઓ ના એક પણ લેખક સાથી ને ઓળખો છો ખરા ચાલો કઈ વધો નહિ ભસવા ની આદત ખોટી છે,chodi ડો તે। ગુમનામ સાથી હું પરિવાર છોડી સમાજ ની વ્હારે પરિવાર છોડી એકલો અટૂલો નીકળેલો યુવાન ચુ મારે રહેવાના પણ ફાફા છે જો તમને નિસ્બત હોઈ તો મને તમે જે મહાન કાર્ય કરો છો તેમાં 24 કલાક તમારી સાથે રાખી શકો છો મારાથી જે કઈ થશે તે કામ કરવાના પ્રયત્નો કરીશ।આ બધું કરવા પરિચય અને પરિચય માટે મુલાકાત જરૂરી છે તો આપ મુલાકાત આપસો તેવી આશા। આપ મને romelsutariyagmail.com સંપર્ક કરી શકો।

    બાકી તંત્રી ને તમે ઓળખતા જ નથી પરિચય જરુરિ છે અને જો હવામાં વાત કરી તો સાથી સાયબર વાતચ ધ્વારા આપ સુધી પહુચવું અઘરું નથી પછી જોઇસ કે આપ કેટલા મહાન કર્યો કરો કચો તો આપ સામેથી સંપર્ક કારસો અને સંવાદ અને તમરુ જ્ઞાન વિતરણ કારસો તેવી આશા।

    જિંદાબાદ

    જય ભીમ - લાલ સલામ

    ReplyDelete
  14. Anonymous10/28/2022

    Khevano matlb vot kone apvu

    ReplyDelete