આ અંકનાં કવિઓ અને કવયિત્રીઓ
1. ઉમેશ સોલંકી,
2. વજેસિંહ પારગી,
3. બ્રહ્મ ચમાર,
4. છ ગ્રામીણ બહેનોની સહિયારી કવિતા,
5. ફારૂક શાહ,
6. શૈલેષ ભાંભી
+ તંત્રી કહે છે
1. ઉમેશ સોલંકી,
2. વજેસિંહ પારગી,
3. બ્રહ્મ ચમાર,
4. છ ગ્રામીણ બહેનોની સહિયારી કવિતા,
5. ફારૂક શાહ,
6. શૈલેષ ભાંભી
+ તંત્રી કહે છે
----------1-----------------------------------------------------------------------------------------------------------------------
ઝાડુની સળીઓ / ઉમેશ સોલંકી
ગાંધી, તારી ટાલ પર મેં દારૂ રેડ્યો
સમજાવી સમજાવી તને થાકી ગયો
કે ખાદીમાં રહીએ તો ફાટી જવાય
ફોટામાં ઠરીએ તો શ્વાસ રૂંધાય
મંદિરમાં વસીએ તો માણસ મટાય
તોય તું મલકાતો જાય!
તો લે,
ગાંધી, તારી ટાલ પર આ દારૂ રેડ્યો
ચાલ તને શહેરની થોડી ગલીઓ બતાવું
ગલીઓમાં ઠેરઠેર
ફરતી, કણસતી, બોલતી, ડોલતી ઝાડૂની સળીઓ બતાવું
જો,
એક સળી ગટર કને બણબણતી જાય
દેરીની ધૂળમાં પેલી આળોટિયા ખાય
ગલીના નાકે એક અમળાતી જાય
દિશા ભૂલીને એક આમતેમ ફંટાય
દિવસે બતાવી, રાતે બતાવી
સળીઓની આખી એક જાત બતાવી
તોય તને કંઈ થતું નથી!
તો લે,
ગાંધી, તારી ટાલ પર આ દારૂ રેડ્યો
ચાલ તને, આજ એક વાત કહું
મહિનાઓ પહેલાંના દિવસ ને રાત કહું ઃ
અંધારી દિશાએથી
માંસ વિનાના બે હાથ આવ્યા
આવીને ખૂંદી વળ્યા એ ગલીઓ ઘણી
ખૂંદીને વીણી લાવ્યા સળીઓ કંઈ સામટી
સળીઓનો મોટોમસ ઢગલો કર્યો
ઢગલાનો ઘડીમાં ભડકો કર્યો
સળીઓ બિચારી શું કરે !?
ચીસો પાડે
સળીઓની ચીસો એવી તીણી ઊઠી
કાન હજાર-લાખ બ્હેર માર્યા
ચાર-પાંચ દિવસ વીત્યા ન વીત્યા
ત્યાં તો
સળીઓ પણ ગઈ
બ્હેરાશ પણ ગઈ
હાથ થયા હવામાં છૂ
છૂમંતર થ્યાં અંધારાં અજવાળાં
આવે ન ક્યાંયથી અક્કલની બૂ
ચાલ હવે,
સળીઓની બીજી એક જાત બતાવું
ઝીણી આંખેથી જોઈ શકે તો
સળીઓના રૂપમાં પેલી રાખ બતાવું
સાડી પહેરીને
કેટલીયે સળીઓ, જો, અહીં વાંકી વળી છે
પંડમાં બૂંદ નહીં, અને પરસેવે પલળી છે!
નાનીસી સળીઓ પેલી, કેવી પ્રાયમસ પર ઊકળે છે!
પડખે તું જો!
ઝીણું તું જો!
કાળીભમ્મ અંધારી આ ખોલીમાં
કૂણીકચ સળી કેવી મસળાતી જાય છે!
બસ..
હવે હું અટકું છું
ભાવમાંથી છટકું છું
ને તારી અંદર કશુંય હજુ હલતું નથી!
તો લે,
ગાંધી તારી ટાલ પર આ દારૂ....
સમજાવી સમજાવી તને થાકી ગયો
કે ખાદીમાં રહીએ તો ફાટી જવાય
ફોટામાં ઠરીએ તો શ્વાસ રૂંધાય
મંદિરમાં વસીએ તો માણસ મટાય
તોય તું મલકાતો જાય!
તો લે,
ગાંધી, તારી ટાલ ....
(સંદર્ભ : અમદાવાદમાં થયેલો લઠ્ઠાકાંડ)
આ કાવ્યને સ્વરમાં (ગાયક : આનંદમિત્ર) સાંભળવા માટે
આ લિંક પર ક્લિક કરો : http://www.youtube.com/watch?v=a7JFcQvFgP4&feature=youtu.be
----------2-----------------------------------------------------------------------------------------------------------------------
વિવશતા / વજેસિંહ પારગી
સમરાંગણ ફેલાતું ફેલાતું
છેક આંગણામાં આવી પૂગ્યું છે
ને હું
કાંડા કપાયેલા હાથ લઈને
જોયા કરું છું
ભીંતે લટકતાં
ઢાલ અને તલવારને!
----------3-----------------------------------------------------------------------------------------------------------------------
હાળીના હસ્તાક્ષર / બ્રહ્મ ચમાર
એમના ખેતરનું
દરેક કામ
મારે કરવાનું :
વાવણી કરવી,
ક્યારા બનાવવા,
પાણી વાળવું,
ભેંસોને ઘાસચારો નીરવો
પાણી પાવું વગેરે... વગેરે...
જ્યારે
શેઠ હાજર ન હોય
ત્યારે
શેઠાણી જે જે ચીંધે
તે તે કરવાનું.
શેઠાણી હંમેશા
એક જ કામ ચીંધતી
તે પણ શેઠનું.
મારે
નાછૂટકે
તે કરવું પડતું
મારાં રુંવાડાં ઊભાં થઈ જતાં..!
આજે
મારા બીજની માવજત કરતાં
એમને જોઉં છું
તો
મારા અંગ અંગમાં ધ્રુજારી
વ્યાપી જાય છે
ને
મુખમાંથી સરી પડે છે :
"મારું બીજ
એના જ બંધુઓ પર
અત્યાચાર ગુજારશે"
હાળીના હસ્તાક્ષર / બ્રહ્મ ચમાર
એમના ખેતરનું
દરેક કામ
મારે કરવાનું :
વાવણી કરવી,
ક્યારા બનાવવા,
પાણી વાળવું,
ભેંસોને ઘાસચારો નીરવો
પાણી પાવું વગેરે... વગેરે...
જ્યારે
શેઠ હાજર ન હોય
ત્યારે
શેઠાણી જે જે ચીંધે
તે તે કરવાનું.
શેઠાણી હંમેશા
એક જ કામ ચીંધતી
તે પણ શેઠનું.
મારે
નાછૂટકે
તે કરવું પડતું
મારાં રુંવાડાં ઊભાં થઈ જતાં..!
આજે
મારા બીજની માવજત કરતાં
એમને જોઉં છું
તો
મારા અંગ અંગમાં ધ્રુજારી
વ્યાપી જાય છે
ને
મુખમાંથી સરી પડે છે :
"મારું બીજ
એના જ બંધુઓ પર
અત્યાચાર ગુજારશે"
(શબ્દાર્થ : હાળી : મૌખિક કરાર પર રખાયેલો ખેતમજૂર)
----------4-----------------------------------------------------------------------------------------------------------------------
કોને કેવું / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન
બારિયા (દેવગઢ મહિલા સંગઠન)
ઊંચે જોવું આકાશ દેખાય, નીચે જોવું ધરતી દેખાય
કોને કેવું મારા દિલડાની વાત
કોને કેવું મારા દિલડાની વાત
એકલ-દોકલ વિધવા બેનોને કાઢી મૂકે
કોને કેવું મારા દિલડાની વાત
નથી મારું સાસરિયે કોઈ, નથી મારું પિયરિયે કોઈ
કોને કેવું મારા દુ:ખડાની વાત
જિંદગીમાં ડાકણ કાઢી, ઝાડ સાથે બાંધી દીધી
કઈ રીતે તોડવું સમાજની રીત
ઢોરની જેમ માર મારે, શરીર પરથી કપડાં કાઢ્યાં
કોણ રે ઢાંકે મારા આત્માની લાજ
જમીન ને ઘર છોડાવ્યું, ખોળામાંથી છોરાં છોડાવ્યાં
કંઈ નથી રેતું મારા જીવની સાથે
બડવા પોડી જોવે રે, ઘરમાંથી ડાકણ કાઢે
કુટુંબમાં ઝઘડા કરાવે, મારી બેનો !
ઊંચે જોવું આકાશ દેખાય, નીચે જોવું ધરતી દેખાય
કોને કેવું મારા દિલડાની વાત
(શબ્દાર્થ : બડવો - ભૂવો, પોડી - દાણા નાખી રોગ કે વળગણ જોવાનો ભૂવાનો વિધિ)
----------5-----------------------------------------------------------------------------------------------------------------------
ઉત્પત્તિ-વિચાર / ફારૂક શાહ
પહેલાં કંઈ પણ નહોતું
પછી વિશ્વનું સર્જન થયું
દરેક જીવને જીવવાનો અધિકાર પ્રકૃતિએ આપ્યો
પછી કેટલાય યુગો વીતી ગયા
કહેવાય છે કે વાનરમાંથી બની ગયો માનવ
માનવ જંગલી હતો
પહેલાં હિંસક હતો
પછી રચનાત્મક થયો
પછી રચનાત્મકતાનાં શાસ્ત્ર બન્યાં
શાસ્ત્રોને પ્રચારિત કરનારો પુરોહિત અસ્તિત્વમાં આવ્યો
એણે માનવને બે ભાગમાં વહેંચી દીધો
નર અને નારી
નરનું રાજ રહ્યું
નારીએ નોકરી કરી
પછી નરને પણ વહેંચી નાખવામાં આવ્યો
જાતિમાં
નર સાથે નારી પણ જાતિમાં વહેંચાઇ ગઈ
પછી નારી કે જે નોકર હતી અને ઉચ્ચ કે નીચ જાતિ હતી
એમાંથી ઉચ્ચ ઉચ્ચ રહી
નીચ નીચ રહી
બંનેમાં સિંચવામાં આવ્યા
એકમેક તરફના ભેદભાવના સંસ્કાર
પછી એમનું રક્ત નીચોવવાની પદ્ધતિઓ
વિકસાવવામાં આવી
નીચના ભાગે જાતિ આવી, બહારની મજૂરી આવી
ને આવી પડી કૈં કેટલીય આફત દેહને લઈ
રક્ત નીચોવવામાં આવ્યું બધાનું
પછી એક લાંબો કાલ-ખંડ પસાર થઈ ગયો
ત્યારે આશાનો પ્રકાશ ફેલાવનારા
કેટલાક લોકો આવ્યા
કેટલાંક રક્તવિહીન શરીરોનાં હૃદયોમાં
આશાની જ્યોત પ્રજ્વલિત કરી
પછી એ રક્તવિહીન શરીરોના તળમાંથી
પેદા થઈ ગઈ આગ
ફુત્કારતી તેજ તર્રાર આગ
એ આગથી પહેલાં તો તેમણે બાળ્યાં
પોતાના મગજમાં જામી ગયેલાં દુઃખોને
પછી સુકાઈ ગયેલી રક્ત-નલિકાઓમાં ભરી દીધો
આગમાંથી ઉત્પન્ન તેજપુંજ
પછી બાળ્યાં
તેઓની આસપાસ ઉગાડવામાં આવેલાં ઝાડી-ઝાંખરાં
પછી જે કંઈ પણ જીવનની વિરુદ્ધ છે
એને બાળવા
તેઓ કટિબદ્ધ બનીને જૂઝી રહી છે
(સંદર્ભ : દલિત-સ્ત્રી)
----------6-----------------------------------------------------------------------------------------------------------------------
શિવ ખસી ગયા / શૈલેષ ભાંભી
હિમાલયના પહાડી વિસ્તારમાંથી
પસાર થઈ રહ્યો હતો
રસ્તામાં ભગવાન શિવ મળી ગયા
ઉદાસ હતા
પણ હું ધન્ય થઈ ગયો
એમનાં ચરણોમાં પડ્યો
એ દૂર ખસી ગયા
અને બોલ્યા :
"જોજે, દીકરા
અડતો નહીં
નહીં તો તું અપવિત્ર થઇ જઈશ"
એમના આ શબ્દો
કાનમાં મારા
ગરમ સીસું થઈ ઢોળાયા
હું હેરાન થયો
પૂછ્યું :
ભગવાન,
કોણે કહ્યું કે તમે પણ શૂદ્ર છો ?
મારા શબ્દો એમના કાને અથડાયા
ને એમની નજર
હિમાલયના ઉન્નત શિખર પર ચોંટી ગઈ
શિખર પર
એક સંન્યાસી
શિવના સમાધિસ્થાને બેઠો હતો
એના કપાળે તિલક ચમકતું હતું
અને એના હોઠ પર ગૂઢ સ્મિત
રમત રમી રહ્યું હતું !
-------------તંત્રી કહે છે--------------------------------------------------------------------------------------------------------
ઉત્પત્તિ-વિચાર / ફારૂક શાહ
પહેલાં કંઈ પણ નહોતું
પછી વિશ્વનું સર્જન થયું
દરેક જીવને જીવવાનો અધિકાર પ્રકૃતિએ આપ્યો
પછી કેટલાય યુગો વીતી ગયા
કહેવાય છે કે વાનરમાંથી બની ગયો માનવ
માનવ જંગલી હતો
પહેલાં હિંસક હતો
પછી રચનાત્મક થયો
પછી રચનાત્મકતાનાં શાસ્ત્ર બન્યાં
શાસ્ત્રોને પ્રચારિત કરનારો પુરોહિત અસ્તિત્વમાં આવ્યો
એણે માનવને બે ભાગમાં વહેંચી દીધો
નર અને નારી
નરનું રાજ રહ્યું
નારીએ નોકરી કરી
પછી નરને પણ વહેંચી નાખવામાં આવ્યો
જાતિમાં
નર સાથે નારી પણ જાતિમાં વહેંચાઇ ગઈ
પછી નારી કે જે નોકર હતી અને ઉચ્ચ કે નીચ જાતિ હતી
એમાંથી ઉચ્ચ ઉચ્ચ રહી
નીચ નીચ રહી
બંનેમાં સિંચવામાં આવ્યા
એકમેક તરફના ભેદભાવના સંસ્કાર
પછી એમનું રક્ત નીચોવવાની પદ્ધતિઓ
વિકસાવવામાં આવી
નીચના ભાગે જાતિ આવી, બહારની મજૂરી આવી
ને આવી પડી કૈં કેટલીય આફત દેહને લઈ
રક્ત નીચોવવામાં આવ્યું બધાનું
પછી એક લાંબો કાલ-ખંડ પસાર થઈ ગયો
ત્યારે આશાનો પ્રકાશ ફેલાવનારા
કેટલાક લોકો આવ્યા
કેટલાંક રક્તવિહીન શરીરોનાં હૃદયોમાં
આશાની જ્યોત પ્રજ્વલિત કરી
પછી એ રક્તવિહીન શરીરોના તળમાંથી
પેદા થઈ ગઈ આગ
ફુત્કારતી તેજ તર્રાર આગ
એ આગથી પહેલાં તો તેમણે બાળ્યાં
પોતાના મગજમાં જામી ગયેલાં દુઃખોને
પછી સુકાઈ ગયેલી રક્ત-નલિકાઓમાં ભરી દીધો
આગમાંથી ઉત્પન્ન તેજપુંજ
પછી બાળ્યાં
તેઓની આસપાસ ઉગાડવામાં આવેલાં ઝાડી-ઝાંખરાં
પછી જે કંઈ પણ જીવનની વિરુદ્ધ છે
એને બાળવા
તેઓ કટિબદ્ધ બનીને જૂઝી રહી છે
(સંદર્ભ : દલિત-સ્ત્રી)
----------6-----------------------------------------------------------------------------------------------------------------------
શિવ ખસી ગયા / શૈલેષ ભાંભી
હિમાલયના પહાડી વિસ્તારમાંથી
પસાર થઈ રહ્યો હતો
રસ્તામાં ભગવાન શિવ મળી ગયા
ઉદાસ હતા
પણ હું ધન્ય થઈ ગયો
એમનાં ચરણોમાં પડ્યો
એ દૂર ખસી ગયા
અને બોલ્યા :
"જોજે, દીકરા
અડતો નહીં
નહીં તો તું અપવિત્ર થઇ જઈશ"
એમના આ શબ્દો
કાનમાં મારા
ગરમ સીસું થઈ ઢોળાયા
હું હેરાન થયો
પૂછ્યું :
ભગવાન,
કોણે કહ્યું કે તમે પણ શૂદ્ર છો ?
મારા શબ્દો એમના કાને અથડાયા
ને એમની નજર
હિમાલયના ઉન્નત શિખર પર ચોંટી ગઈ
શિખર પર
એક સંન્યાસી
શિવના સમાધિસ્થાને બેઠો હતો
એના કપાળે તિલક ચમકતું હતું
અને એના હોઠ પર ગૂઢ સ્મિત
રમત રમી રહ્યું હતું !
-------------તંત્રી કહે છે--------------------------------------------------------------------------------------------------------
ઇન્ટરનેટના ગામમાં દલિત કે પ્રતિબદ્ધ કે સમાજલક્ષી કવિતાઓ પસાર થતી નથી એવું તો સાવ નથી, થાય છે, પણ છૂટીછવાઈ. Like કે Comentની સંખ્યા વધારવા એ કવિતાઓ લખાતી હોય એવું પણ ઘણીવાર લાગે. એવી કવિતાઓને કવિતા કહેશું, વારું ? અરે ના, દલિત કે પ્રતિબદ્ધ કે સમાજલક્ષી કવિતાની વ્યાખ્યા બાંધવાની આ માંડણી નથી. વ્યાખ્યાના હથોડાથી કોઈની અભિવ્યક્તિનો ભુક્કો શું કામ બોલાવીએ ? હથોડો તો નિર્માણ કરવા માટે છે, નિષ્પ્રાણ કરવા માટે નહીં. વળી, લેનિને કહ્યું છે ને, "વિચાર, ચેતના અને લાગણીઓ ઉચ્ચકક્ષાના વિકાસના કારણે પેદા થયેલાં છે". અને આ ઉચ્ચકક્ષાના વિકાસના મૂળમાં હથોડો છે. મૂળમાં હથોડો હોય પછી કવિતા કોમળ કોવી રીતે હોઇ શકે ? કઠણપણું કવિતાનું અનિવાર્ય તત્ત્વ છે (આ વ્યાખ્યા નથી). જગતમાં કઠણપણું ધરાવતી કવિતા ટકી છે અને ટકશે (હથોડાનું કહેવત કે રૂઢિપ્રયોગમાં અર્થસંકોચન થયું એવું કઠણપણાનું ના થાય)
વ્યાખ્યા પરંપરામાંથી આવવી ના જોઈએ, સૌંદર્યશાસ્ત્રમાંથી આવવી ના જોઈએ કે બીજા કોઈ શાસ્ત્રમાંથી આવવી ના જોઈએ, પણ સામે જે કવિતા છે એ કવિતામાંથી આવવી જોઈએ. ઉપર જે "વ્યાખ્યાનો હથોડો" કહ્યો એ શાસ્ત્રમાંથી આવેલો છે. એનું કામ કવિતાને નિષ્પ્રાણ કરવાનું છે. કવિતામાંથી આવેલા વ્યાખ્યાના હથોડાનું કામ નિર્માણ કરવાનું છે. શાનું નિર્માણ કરવાનું ? આકર્ષણનું, કવિતામાં આકર્ષણ પેદા કરનારા તત્ત્વનું. વળી, આકર્ષણને કોઈ વ્યાખ્યામાં બાંધી ના શકાય. આકર્ષણ તો માનવમળમાંય હોય. યાદ કરો ભૂંડને ! માનવમળ ભૂંડને આકર્ષે એમાં પ્રકૃતિ છે, અને કવિતા ભાવકને આકર્ષે એમાં ઉચ્ચકક્ષાના વિકાસનો અંશ છે. આ ઉચ્ચકક્ષાના વિકાસના અંશની ખેવના સાથે દર મહિને આકર્ષણનું તત્ત્વ ધરાવતી કેટલીક કવિતાઓ "निर्धार"માં પ્રગટ કરીશું.
પહેલો અંક તમારી સામે છે.
કવિતા મોકલો : umeshgsolanki@gmail.com
પહેલો અંક તમારી સામે છે.
કવિતા મોકલો : umeshgsolanki@gmail.com