ઝાડુ-વિશેષાંક
Special Issue on Sociopolitical Poetry On Broom
આ અંકમાં
1. એક ઝાડુ / શૈલેશ ભાંભી
2. હાઇકુ / જયસુખ વાઘેલા
3. ઝાડુ / જયેશ સોલંકી
4. બે ઝાડુ / મયુર વાઢેર
5. હાઇકુ / જિજ્ઞેશ મેવાણી, જયેશ સોલંકી, ઉમેશ સોલંકી
6. તો 'આપ' 'આપ' છો / પ્રવીણ મકવાણા 'ગાફેલ'
7. જાગી જાવ... / બાબુભાઈ ભાલિયા 'બુદ્ધિસાગર'
8. झाड़ू - की आत्मकथा / वैशाख राठोड
9. ઝાડુ મારો જીવનમંત્ર / બ્રહ્મ ચમાર
10. ઝાડુની જેમ / રોમેલ સુતરિયા
11. સંવેદના લીધી / ઉમેશ સોલંકી
1---------------------------------------------------------------------------------------
એક ઝાડુ / શૈલેશ ભાંભી (વડાલી, જિલ્લો
- સાબરકાંઠા)
એક ઝાડુ
સદીઓથી
સમયની બખોલમાં
પડ્યું છે
સાફસફાઈ ક્યારેક
ક્યારેક ધ્રુસકે
ધ્રુસકે રડ્યું છે
થતું હતું
કોઈ મહામાનવ આવશે
સદીઓ જૂની
દુઃખ-પીડાની ભભૂકતી
જ્વાળામાંથી
હાથ ઝાલી બહાર
કાઢશે
પણ !
બધું જ પોકળ,
નિરર્થક !
અનુભવ્યું
પરાધાર હંમેશા
નિરર્થક
સમયની એ બખોલ
આગળથી
હું પસાર થઈ રહ્યો
છું
ઝાડુ
પોતાની બધી સળીઓ
થપથપાવી રહ્યું છે
કંઇક વિશેષ અંદાજમાં
કંઇક વિશેષ કહી
રહ્યું છે
આંખોમાં
સપનાંઓનો સુરમો
આંજી
ખાદીનો પરિચિત
પોશાક સજી
મસ્તકે
કાળી શાહીથી સંસ્કૃત
થયેલી
ટપકાવાળી ટોપી
પહેરી
હવાની મહત્તમ
ગતિએ
બહાર આવી રહ્યું
છે
હું
વિચારું છું
હવે
મારે ભાગીને
ક્યાં જવું ?
2---------------------------------------------------------------------------------------
હાઇકુ / જયસુખ વાઘેલા (ચોટીલા, જિલ્લો – સુરેન્દ્રનગર)
લઈને ઝાડુ
સદીઓથી ઊભો હું
ડગ ભરવા
3---------------------------------------------------------------------------------------
ઝાડુ / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો -
અમદાવાદ)
મને તો
આજે પણ
વાળુમાં મળે છે
એઠવાડો
હું શી રીતે લખું
મારો ઇતિહાસ,
મારી કવિતા, મારું નાટક
ચોખાના દાણા પર.
આમ પણ
દાણા પર લખાય
પ્રેમીનાં નામ
ગાથા ના કોતરાય
એટલે મેં
કૅન્સરના જીવાણુ
જેવા
બ્રાહ્મણવાદના
જીવલેણ જીવાણુઓથી
મારા ઝાડુની ખદબદતી સળીએ
સળીએ
લખ્યાં હતાં
પ્રતિ-ઇતિહાસ,
પ્રતિ-નાટક, પ્રતિ-કવિતા
સદીઓથી
બુદ્ધથી માંડીને
બાબાનાં ક્રાન્તિગીતો
કોતરાયેલાં હતાં
ઝાડુની સળીએ સળીએ
ઝાડુના વાંસડા
પર ફરકાવેલા
લાલ ઝંડા પર
અસ્પૃશ્ય કૉમરેડનાં
લોહીથી
લખાયેલો હતો ઇતિહાસ
ઝાડુની સળીએ સળીએ
કબીરના કટાક્ષો હતા
રોહિદાસની કરુણા
હતી.
એણે આપણા ઝાડુનો
ઝંડો કર્યો
ને પગલાં પર પાડ્યો
પરદો
કાશ
આ ચોર વાણિયો
ના હોતઃ
ભંગિયાને ઘેર
કાં બ્રાહ્મણ
ધાડ પાડે
કાં વાણિયો
ભૂશે ભલે પગલાં
ઝાડુ
પણ ગણે છે મનમાં
ઝાડુ
મિસાઇલ કરતાં
ખતરનાક ઝાડુ
એ જાણે છે, એ
લોકો
મોટાગજાના છે,
એ ધાડપાડુઓ
એમણે અમથું નથી
ચોર્યું ઝાડુ
ડૅટોલથી ધોશે
જુઠ્ઠો ઉપનયન-સંસ્કારવિધિ
કરશે
અને પછી
આપશે આપણા બાંધવોના
હાથમાં
જેને આજકાલ આપણે
'આમ આદમી' કહીએ
છીએ.
આપણી આસપાસ
બે જાતનાં ઝાડુ
છે
એક ઝાડુ પર છે
પગલાંની પીડાનો
હજુ પણ લખાતો
દસ્તાવેજ
અને બીજું ઝાડુ
બન્યું છે
સંસદ તરફ
આગળ વધતા પગ વચ્ચેનો
ડેરો (ડેરો - તોફાની ઢોરને ગળે બંધાતું લાકડું)
4---------------------------------------------------------------------------------------
બે ઝાડુ / મયુર વાઢેર (કોડીનાર, જિલ્લો
- જૂનાગઢ)
અમારો જન્મ
ગંધથી ખદબદતા
કાળામેશ અંધારે
થયો
યુગ-યુગથી હાથમાં
ઝાડુ લઈ
એઠવાડ ખાધો
ગાળ ખાધી
હડસેલો ખાધો
છતાં
તમારી સુવાળી
પેઢીને
સ્વચ્છ રાખવા
કાજે
અમારી નવી પેઢીને
ઝાડુનો એ જ વારસો
પાછો મળ્યો
અમારાં નામ હજુ
ગુલામોની યાદીમાં
અકબંધ છે
તમારો જન્મ
સુગંધી શેરીના
અજવાળે થયો
કે ઝાડુ પકડતાં
જ
બની ગયા રાજા
કેટલો ભેદ છે
આપણે બેઉં આમ
આદમીનાં ઝાડુ વચ્ચે !
ગંધથી ખદબદતા
કાળામેશ અંધારે
થયો
યુગ-યુગથી હાથમાં
ઝાડુ લઈ
એઠવાડ ખાધો
ગાળ ખાધી
હડસેલો ખાધો
છતાં
તમારી સુવાળી
પેઢીને
સ્વચ્છ રાખવા
કાજે
અમારી નવી પેઢીને
ઝાડુનો એ જ વારસો
પાછો મળ્યો
અમારાં નામ હજુ
ગુલામોની યાદીમાં
અકબંધ છે
તમારો જન્મ
સુગંધી શેરીના
અજવાળે થયો
કે ઝાડુ પકડતાં
જ
બની ગયા રાજા
કેટલો ભેદ છે
આપણે બેઉં આમ
આદમીનાં ઝાડુ વચ્ચે !
5---------------------------------------------------------------------------------------
હાઇકુ / જિજ્ઞેશ મેવાણી, જયેશ સોલંકી, ઉમેશ
સોલંકી
આ હાળું ઝાડુ
ચપાક ચોંટ્યું
એવું
પગલાં હોધું
6---------------------------------------------------------------------------------------
તો 'આપ' 'આપ' છો / પ્રવીણ મકવાણા 'ગાફેલ' (મહુવા,
જિલ્લો - ભાવનગર)
સદીઓથી દબાણા-પિસાણા
આશા હતી આઝાદીની
પણ થયું સાવ ઊંધું
સફેદ ખાદી
ધોળી દાઢી
કરી કાળુંધોળું
સ્વિસબૅંકમાં
જમા કર્યું નાણું
ભક્ત બની મહેતા
નરસિંહ કહેતા
'તરે મારી ઇકોતેર
પેઢી'
પણ આ ધોળિયા
કેટલી પેઢી તારી
દે
એ તો એમનો રામ
જાણે
'ભૂખ્યા જનોનો
જઠરાગ્નિ જાગશે
ખંડેરની ભસ્મકણી
ન લાધશે'
વાત રહી ગઈ કવિતાઓનાં
થોથાંઓમાં
'વ્યથાનાં વીતક'
રહી ગયાં
પુસ્તકનાં ભરચક
પાનાંઓમાં
સદીઓથી અમી રહી
ગયા વેંત છેટા
કોઈ મંદિર બાંધવાની
વાતે
કોઈ ભાષા તો કોઈ
કોમ
કોઈ નાતજાત
તો કોઈ ધરમબરમ
ધરી આગળ
બેઠા સત્તાસિંહાસને
પણ બધા ભૂલી ગયા
મૂળને
હા, મૂળને, અમારા
અંગૂઠાને
અમારી આંગળીથી
દબાતા એ બટનને
કેમ રે ભૂલી ગયા
તમે
રાજધરમ લોકધરમ
એટલે કોઈકે એમને
સાફ કરવા પડશે
વાળીને, ઝૂડીને,
ચોળીને, ઘસીને
રાજાઓ ગયા અંગ્રેજો
ગયા
પણ એમનો મેલ
થર થઈ ચોંટી ગયો
છે
તમારી ઉપર
ધરણાં, સત્યાગ્રહ,
લોકદરબાર
રેલી કે રેલા
એ તો ઘડી બેઘડીની
છે સારપ
રીઢા થયેલા તસ્કરો,
મવાલીઓ, ગુંડાઓ
ને ડાઘુઓના ડાઘ
કાઢવા
જરૂર છે એક કવાયતની
ગરીબ રોટલો જાતે
રળી લેશે
પણ એ ચાવી શકે
નિરાંતે
એવી શાંતિ આપો
તો 'આપ' 'આપ'
છો
રસ્કિનના 'અન
તુ ધિસ લાસ્ટ'
ગાંધીના સર્વોદયથી
ઉપર ઊઠી શકો
તો 'આપ' 'આપ'
છો
ફુગ્ગો તમારો
ક્ષણમાં ના ફૂ।ટે
તો 'આપ' 'આપ'
છો
7---------------------------------------------------------------------------------------
જાગી જાવ... / બાબુભાઈ ભાલિયા 'બુદ્ધિસાગર'
(નાની જાગધાર, તાલુકો - મહુવા, જિલ્લો - ભાવનગર)
ખુશીથી સોંપી
દેજો ઝાડુ, મૂળનિવાસી, જાગી જાવ, તમને જગાડુ
હવે તમે વ્હાલુ
કરશો નહીં ઝાડુ
ભલા આદમીએ લીધું
હાથ ઝાડુ, એને કાયમ સોંપી દેજો ઝાડુ
હવે તમે વ્હાલુ
કરશો નહીં ઝાડુ
દાસનાયે દાસ બન્યા
તોયે મેલાવ્યું નહીં ઝાડુ
સામે ચાલી હાથ
લે છે ઝાડુ, હવે તમારા કુળમાંથી કાઢી નાખજો ઝાડુ
હવે તમે વ્હાલુ
કરશો નહીં ઝાડુ
એસ.ટી, એસ.સી.
જાગો, ઓ.બી.સી. હવે મેળવો સિંહાસન તમારું
શ્વાન જેમ પર
ઘર રખડે, કદી મળશે નહીં ઠેકાણું
હવે તમે વ્હાલુ
કરશો નહીં ઝાડુ
ચોસઠ વરસનાં વ્હાણાં
વાયાં, હક માટે આપણે પાડી છે રાડું
મત માટે નિશાન
લીધું ગરીબોનું ઝાડુ
'બુદ્ધિસાગર'
કહે જાગી જાજો, આ તો વરસોથી ચાલ્યું આવે જુઠ્ઠાણું
હવે તમે વ્હાલુ
કરશો નહીં ઝાડુ
8---------------------------------------------------------------------------------------
झाड़ू - की आत्मकथा / वैशाख
राठोड (अहमदाबाद)
मेरा नाम “झाड़ू कुमार
जंगलात भाई सफाई” है
मेरा जन्म हुआ धरती के पेट
से
खुले आकाश तले
एक मध्यमवर्ग पेड़ की टोच पर
वसंत का उत्सव मनाया गया उस
वक्त
बड़ी ही विचित्र प्रक्रिया
थी मेरे नामकरण की जन्मकरण की
मेरे नाम से जो मुझे घ्रीणा
थी
वो सात साल की उम्र में ही
ख़त्म हो गई
जब मुझे पता चला की
मेरे माँ बाप तो अनपढ़ थे
बेचारे
तो बहोत सोच विचार नहीं
किया नाम रखने पर
और बबुचक ज्योतिषियो से भी
लेना देना नहीं था हमारा
तो कुंडली-वुंडली के चक्कर
में मुस्तकबिल को भी उलजने नहीं दिया (मुस्तकबिल - किस्मत)
सरकारी स्कूल में पढ़ाई करके
इंग्लिश लिटरेचर में सेकंड
क्लास में ओनर्स किया
सोचा की आगे पढके I A S
बनूँगा
कॉलेज में एक लड़की से प्यार
था
पर मेरे लोमड़ी जैसे मुह की
वजह से कह नहीं पाया
और आईने के साथ उस लड़की ने
ब्याह रचा लिया
सरनेम की वजह से मुझे कही
नौकरी नहीं मिलती थी
और घर के सारे छोटे बड़ो की
जिम्मेवारी मुज पर थी
एक मोटी औरत ने मुझे बीस
रुपये में नौकरी पे रख लिया
सुबह शाम उसका घर बुहार
देता
कभी कभी वो मुझसे अपना
संडास बाथरूम भी साफ करवाती
और में नाक पे गमछा बाँध के
सर जुका के काम करता रहेता
फिर अलमारी के पीछे तुच्छता
से अँधेरे में फेंक देती
मुझे बहोत बुरा लगता
जब की वो साला बुढा
television हर एक मिनिट में
कोई ना कोई गन्दी खबर
सुनाता
या हिंदी पोर्न फिल्म
दिखाता
फिरभी उसको संगेमरमर का
showcase बनाकर दिया था उस मोटी औरत ने
मुझे बहोत बुरा लगता
मुझे अब इस यातना से
छुटकारा पाना था
मुझे बड़ा अफसर बनाना था
जब मेरी मालकिन मेरे मालिक
को
मेरे डंडे से पीटती तो मुझे
मज़ा आता
मेरे मन में हंसी के फवारे
उछलते
बस यही एक छोटा सा लम्हा था
मनोरंजन का, मेरी शर्मसार ज़िंदगी में
तब मुझे अपने आप पर नाज़
होता
की में कितना बहादुर हूँ,
औरत की रक्षा करने की क्षमता है मुज में
पर फिर भी मुझे उस नपुंसक
पिटारे से कम मान मिलता
जो दिन दहाड़े, या रात के
वीराने में
एक मद्धिम आहट के डर से
अपना मुंह खोल देता
रुपियो के साथ साथ खानदान
की शान ओ शोकत लुटने देता
पढ़ा लिखा था, बहादुर था,
फिर भी मजदूरी करता था
गंदकी उठाता था, गटर साफ़
करता था
तो मेरे मानसिक दौरे भी
बढ़ने लगे
कुछ किताबे थी, कुछ अक्षर
थे
जिन्होंने मुझे नाज़ुक वक्तो
में संभाला
अजीब दोस्ताना था किताबो से
मेरा
रात के अँधेरे में वो मुझे
दर्शन शाश्त्र की चाय में
अध्यात्म का टोस्ट घोलकर
पिलाती
इश्वर है,
बस उसे ढूंढना पड़ता है
इश्वर सब देखता है,
बस उसके सामने उजागर होना
पड़ता है
इश्वर सब सुनता है,
बस ध्येर्य और शान्ति से
मुखातिब होना होता है
भला हो उस “लचका” कामवाली
का (लचका - ठुमक कर चलने वाली)
की उसकी बेवकूफी से मुझे
मंदिर में घुसने का मौक़ा मिल गया
मंदिर का आंगन बुहारते
बुहारते
एक अरज की इश्वर से
“हे इश्वर मुझे इस पलित
यातना से बचा लो,
बड़ा अफसर बना दो”
मानो फ़ास्ट ट्रैक कोर्ट का
चुकादा हो
चुटकी में कुबूल हो गई मेरी
दुआ
मेरा पूरा ऐश्वर्य बदल गया
जब में घर की चार दीवारों
से निकल कर
मर्द के हाथो में आकर अटका
इतिहास बदल दिया मैंने
भारतीय सियासत का
पूरा मुल्क मुझे सरआँखों पर
बिठाकर चूमने लगा
और मैं “मोगेम्बो” से भी
तिन गुना ज्यादा खुश हुआ
मेरे लोमड़ी जैसे चहेरे के
बड़े बड़े “बच्चन” साइज़ के
पोस्टर छपने लगे
पढ़े लिखे, so called intellectulas लोग
मेरे सामने सर झुकाने लगे
बड़े से बड़ा राजनैतिक गुंडा
मुझसे डरने लगा
मेरा नामकरण जन्मकरण फिर से हुआ
हिदुस्तान की इफ्तिदार ए
कुर्सी पर ताज नशीन हुआ (इफ्तिदार ए कुर्सी - सरकारी कुर्सी)
और मैं “मोगेम्बो” से भी
तिन गुना ज्यादा खुश हुआ
रंग, रुआब, आबरू, पोशाक सब
बदला
तो किस्मत की खुशियों ने
काँटा बोया
भाग्य की हंडिया में
कर्म का स्वाद बरक़रार रहा
पहेले औरत के हाथ में था
एक ही घर का संडास-बाथरूम
साफ़ करना था
अब मर्द के हाथों में हूँ
पूरा हिदुस्तान साफ़ करना
होगा
9---------------------------------------------------------------------------------------
ઝાડુ મારો જીવનમંત્ર / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો - ભાભર, જિલ્લો - બનાસકાંઠા)
સદીઓથી
મારા લોકોને
ઝાડુ પકડાવી દીધું
ગંદકી સાફ કરવા
માટે
ગંદકી સાફ કરતાં
કરતાં
મારા કેટલાય લોકો
શહીદ થઈ ગયા એમની
જ ગંદકીમાં..!!
'જીવન પરિવર્તનશીલ
છે'
એવું કેટલીયે
વાર સાંભળ્યું
પરંતુ
અમારા જીવનમાં
સદીઓથી
કંઈ જ પરિવર્તન
નથી આવ્યું !
આજે પણ
એઠું ખાઈ રહ્યા
છીએ
અને
ગંદકી સાફ કરી
રહ્યા છીએ.
બાબાસાહેબે
અમને મતાધિકાર
અપાવ્યો
પરંતુ
હજી સુધી
આમ આદમી તરીકે
અમારો સ્વીકાર થયો નથી !
આજ 'આપે' ઝાડુ
હાથમાં લીધું છે
લાગે છે
અમારી સાથે જળપાન
કીધું છે
દુઆ કરીએ છીએ
'આપ' દફન ન થાય
આ ગંદકીમાં !
10---------------------------------------------------------------------------------------
ઝાડુની જેમ / રોમેલ સુતરિયા (અમદાવાદ)
ન જાણે શું મજબૂરી
હતી
તમારે ઝાડુ ઉપાડવું
પડ્યું
આ નીતિ છે, અકસ્માત
ન કહો
દરેક નગરની શેરીઓમાં
ઝાડુને ઉછાળવું પડ્યું
આંગણે આંગણેના
અમારા પ્રવાસમાં
ન જોયા અમારી
હારોહાર તમને
ઝાડુ લઈને અમને
ઉલ્લુ ન બનાવો
પીઠ પાછળ અમારી,
અમને ખોટા ન ગણાવો
સાંકળથી નથી કંઈ
બંધાયેલા
કે ઝાડુની જેમ
અમે ઊભા રહેવાના
11- ---------------------------------------------------------------------------------------
સંવેદના લીધી
/ ઉમેશ
સોલંકી
ઝાડુમાંથી
સંવેદના લીધી
સંવેદનાને
ઝંડે બાંધી
ઝંડો નહીં, છે વિચાર
સાથી
વિચાર
ઝલાયો હાથમાં કોના?
જોઈ લેને લગાર સાથી
જોઈ વિચારી આગળ વધ
દોડ નહીં ધીમે રહીને
ડગલું ભરઃ
આ દેશનું નામ ભારત
સાથી
ભારતની
નોખી રીતભાત સાથી
ખૂણે ખૂણે અહીં ધર્મ
વિફરે
ફૂંગરે
ઠેકઠેકાણે જાત સાથી
આ દેશનું નામ ભારત
સાથી
નૂર ખેંચી ખેંચીને ઝંડો
એક સફેદ થયો
લોહી ચૂસી ચૂસીને સફેદ
ઝંડો લાલ થયો
અડધુંપડધું
કંઈ બચ્યું, તો કેસરિયાનો ભાગ
થયો
હવે નવું છે લોહી
તારું
લોહીમાં
વિચાર ઉછાળ, સાથી
ને જો, સંવેદના તો
ઝંડે ચડી
ફરફર કરતી આગળ વધી
ઝાડુ છતાં તારા હાથમાં
સાથી
આ દેશનું નામ ભારત સાથી
ભારતની નોખી રીતભાત સાથી