આ અંકમાં
૧. એ, પેલો, તમે અને હું / જયેશ સોલંકી
૨. પથ્થરદિલ / વજેસિંહ પારગી
૩. વાવણીનું લોકગીત
૪. મારા પ્રત્યેનો ભાવ / બ્રહ્મ ચમાર
૫. આધુનિક આભડછેટ / ઉમેશ સોલંકી
૧----------------------------------------------
એ, પેલો, તમે અને હું / જયેશ સોલંકી (ભુવાલડી, જીલ્લો : અમદાવાદ)
એ
જ્યારે પણ
સરદાર બ્રિજ પરથી
પસાર થાય છે
ત્યારે
સાબરમતી રિવરફ્રન્ટને જોઈ
સહર્ષ કહે છેઃ
'વાહ, સાહેબ, વાહ!
તમે તો કમાલ કરી!
પેલો
પસાર થાય છે
નહેરુ બ્રિજ પરથી
ત્યારે
સાબરમતી રિવરફ્રન્ટ નીચે
ડટાયેલી-ડુબાયેલી
પોતાની ઝૂંપડી
તરફ આંગળી ચીંધી
કહે છેઃ
'તારી સાત પેઢીઓનુ નખ્ખોદ જાય
મોદી-સરકાર!'
અને
તમે
દીકરાના ટ્યૂશનની ફીના પૈસા
અથવા
બીમાર પપ્પાની દવાના પૈસા
આ મહિને ક્યાંથી આવશે
એની ચિંતામાં ને ચિંતામાં
આજુબાજુ શું ચાલે છે
એની
પરવા કર્યા વિના
વચોટિયા
ઍલિસ બ્રિજ પરથી
દરરોજ પસાર થાવ છો
એની પણ
ખબર છે મને.
૨----------------------------------------------
પથ્થરદિલ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)
વરસાદ પડતાં
પથ્થરની બખોલમાં
ઘાસ ઊગી નીકળે
એમ તમારી ભીનાશ અડતાં
મારામાં લાગણી જન્મે છે.
તોય તમે
મારો સખત દેખાવ જોઈને
મને પથ્થરદિલ કહો છો?!
૩----------------------------------------------
વાવણીનું ગીત / પંચમહાલ જિલ્લાનું લોકગીત (પ્રેષક - વિજય વણકર 'પ્રીત', પીંગળી, તાલુકો - કાલોલ, જિલ્લો - પંચમહાલ)
જોડો જોડો હળ ને જૂસરી
જોડો જોડો લાલિયો ને લીલિયો
પેલો મેહુલો આવિયો આંગણે
લાવો લાવો બશેર મારી બાજરી
પેલા મોવડાવારામાં પેલાં જઈશું
જોડો જોડો.....
મારે ઘેર આયો રે મેહુલો
હું તો લીલિયાને નાણાછડી બાંધું રે
એનાં શીંગડા શોભતાં તાંતણે
એના કપારમાં કરું કંકુનો ચાંદલો
એની ડોક શોભે કંકુ કેરા ચાંદલે
એવા જૂસરીએ નાણાછડી બાંધજો
એવી જૂસરી શોભે ગામડાના ખેતરે
મારી જૂસરીના વખાણ થાય ખેતરે
જોડો જોડો........
૪----------------------------------------------
મારા પ્રત્યેનો ભાવ / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો - ભાભર, જિલ્લો - બનાસકાંઠા)
હવા
મનેય સ્પર્શે છે
વરસાદ
મનેય ભીંજવે છે
અગ્નિ
મનેય દજાડે છે
છતાં
મારી સાથે આવો વર્તાવ કેમ?
મારેય મા છે
બાપ છે
ભાઈ છે
બહેન છે
હવે તો
મારું પોતાનું ઘર છે
એય
ગામની વચ્ચોવચ્ચ
છતાં
'કેવા છો?'
પૂછ્યા પછીનો
એમનો
મારા પ્રત્યેનો ભાવ
હજુ
એનો એ જ છે !!!
૫----------------------------------------------
આધુનિક આભડછેટ / ઉમેશ સોલંકી
બહાર હતું
તે અંદર ગર્યું છે,
અંદર ગરીને તળિયે સર્યું છે,
તળિયે સરીને
એવું ચોંટ્યું છે, એવું ચોંટ્યું છે
કે, કરે સ્પર્શ
તો સ્પર્શનો લગીર અનુભવ નહીં,
વહાલા વહાલા શબ્દો
ઠાલા ઠાલા અર્થોથી ભરચક લાગે,
પુસ્તકમાં આંગળીઓ ફેરવું
તો આંગળીઓને ભચભચ કાંટા વાગે,
પાક્કા રસ્તા પર ચાલુ છું, ચાલ્યા કરું છું, ચાલ્યા કરું છું
રસ્તો રસ્તામાં ભળતો જાય છે, ભળતો જાય છે, ભળતો જાય છે
એક્કેય ઠોકર વાગી નથી,
પણ, ક્યાંય ન પહોંચવાની પીડા
ઠોકરને ઠેઠ વટી ગઈ છે, હા, વટી ગઈ છે.
આનંદમિત્રના કંઠે શાસ્ત્રીય રાગમાં આ રચના હિન્દીમાં (आधुनिक छुआछूत) સાંભળવા માટેની લિંક : https://www.youtube.com/watch?v=XnS3T-mhGtY