આ અંકમાં
૧. આધાર વગર / વજેસિંહ પારગી
૨. બરાબર યાદ છે / બ્રહ્મ ચમાર
૩. છ ગ્રામીણ બહેનોની સહિયારી કવિતા
૪. વિ-નામ / ઉમેશ સોલંકી
૧-------------------------------------------------------
૨-------------------------------------------------------
બરાબર યાદ છે / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો - ભાભર, જિલ્લો - બનાસકાંઠા)
આજ સુધી
'ના' કહેવાનું
શીખ્યો જ છું ક્યાં?
એકવાર 'ના' કહેલી
બરાબર યાદ છે
શેઠની માર પડેલી
રાત આખી કણસેલો
બરાબર મને યાદ છે
વર્ષો પછી
આજે હું શેઠ છું
પણ
નોકરની કોઈ વાત
ટાળી નથી શકતો...!
૩-------------------------------------------------------
હો, ભાઈઓ-બહેનો! / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)
ડોસી, આપડા ગાંમમાં રોજગારી મળતી નથી,
ચાલ, આપડે કાઠિયાવાડ રે જીવવાના માટે.
ડોહા, મારે નથી આવવું કાઠિયાવાડ રે
કામ માટે, મથવું પડશે પોતાના માટે.
આદિવાસીની જંગલ-જમીન સરકારે લૂંટી લીધી,
જમીન વિહોણાં થયાં રે, હો ભાઈઓ-બહેનો!
પંચાયતમાં ધક્કા ખાધા, તાલુકામાં ગોથાં માર્યાં,
અરજી નથી સ્વીકારી રે, હો ભાઈઓ-બહેનો!
બહાર મજૂરી જઈએ, ખુલ્લામાં પડી રહીએ
પૂરતું ખાવાનું નથી રે, હો ભાઈઓ-બહેનો!
બહેનો ઉપર છેડતી થાય, બાળકો કરમાઈ જાય
કેમ કરી જીવન જીવવું રે, હો ભાઈઓ-બહેનો!
રોજી માટે બહાર જઈએ, જીવતર રોળાઈ ગયાં
એના માટે શું કરીએ રે, હો ભાઈઓ-બહેનો!
બેનોના નામે મિલકત કરવા સંગઠન કરવું પડશે
સંગઠન કરવું પડશે રે, હો ભાઈઓ-બહેનો!
૪-------------------------------------------------------
વિ-નામ / ઉમેશ સોલંકી
૧. આધાર વગર / વજેસિંહ પારગી
૨. બરાબર યાદ છે / બ્રહ્મ ચમાર
૩. છ ગ્રામીણ બહેનોની સહિયારી કવિતા
૪. વિ-નામ / ઉમેશ સોલંકી
૧-------------------------------------------------------
આધાર વગર / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)
વેલો વિસ્તરવા
કૂંપળ પર કૂંપળ કાઢે
એમ મેં પણ
પ્રયત્ન પર પ્રયત્ન કર્યા છે
વિકસવા.
પણ વાડનો આધાર ન મળતાં
વેલો કોકડાઈ જાય
એમ હું
કોકડાઈ ગયો છું
કોઈ આધાર વગર.
૨-------------------------------------------------------
બરાબર યાદ છે / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો - ભાભર, જિલ્લો - બનાસકાંઠા)
આજ સુધી
'ના' કહેવાનું
શીખ્યો જ છું ક્યાં?
એકવાર 'ના' કહેલી
બરાબર યાદ છે
શેઠની માર પડેલી
રાત આખી કણસેલો
બરાબર મને યાદ છે
વર્ષો પછી
આજે હું શેઠ છું
પણ
નોકરની કોઈ વાત
ટાળી નથી શકતો...!
૩-------------------------------------------------------
હો, ભાઈઓ-બહેનો! / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)
ડોસી, આપડા ગાંમમાં રોજગારી મળતી નથી,
ચાલ, આપડે કાઠિયાવાડ રે જીવવાના માટે.
ડોહા, મારે નથી આવવું કાઠિયાવાડ રે
કામ માટે, મથવું પડશે પોતાના માટે.
આદિવાસીની જંગલ-જમીન સરકારે લૂંટી લીધી,
જમીન વિહોણાં થયાં રે, હો ભાઈઓ-બહેનો!
પંચાયતમાં ધક્કા ખાધા, તાલુકામાં ગોથાં માર્યાં,
અરજી નથી સ્વીકારી રે, હો ભાઈઓ-બહેનો!
બહાર મજૂરી જઈએ, ખુલ્લામાં પડી રહીએ
પૂરતું ખાવાનું નથી રે, હો ભાઈઓ-બહેનો!
બહેનો ઉપર છેડતી થાય, બાળકો કરમાઈ જાય
કેમ કરી જીવન જીવવું રે, હો ભાઈઓ-બહેનો!
રોજી માટે બહાર જઈએ, જીવતર રોળાઈ ગયાં
એના માટે શું કરીએ રે, હો ભાઈઓ-બહેનો!
બેનોના નામે મિલકત કરવા સંગઠન કરવું પડશે
સંગઠન કરવું પડશે રે, હો ભાઈઓ-બહેનો!
૪-------------------------------------------------------
વિ-નામ / ઉમેશ સોલંકી
ખાંડનો દાણો
ટીપામાં ઓગળે
એમ
હૂંફાળા તારા શરીરમાં સમેટાઈને
હું ઓગળતો
કોણ ઓગળશે?
તીકમ ભોંયમાં ખૂંપે
અને ઊખડે ઢેફું
એમ
હું ખૂંપતો તારામાં
અને ઊખડતી પરંપરા
કાંકરાળી એ પરંપરાને કોણ ઉખાડશે?
પરંપરા ઊખડી થોડી
અને
વળાંક લઈને
તું પૂરપાટ દોડી
તું ક્યાં દોડી?
તારામાંથી નીકળી
તને તરછોડી
તારી ઇચ્છા દોડી
ઇચ્છાને તો બસ દોડવું હતું
શ્વાસ થાકી જાય તોય દોડવું હતું
વસ્ત્ર ખેંચાઈ જાય તોય દોડવું હતું
વાળ વીંખાઈ જાય તોય દોડવું હતું
કાજળ રેલાઈ જાય તોય દોડવું હતું
દોડતાં દોડતાં
લીધું હાથમાં
સદીઓ જેમાં થંભી ગયેલી
લાચાર આંખના આંસુનું એક ટીપું
ટીપામાં ભેળવ્યું
ખેંચાવું, વીંખાવું, રેલાવું
અને
ટીપું બની ગયું સિક્કો
સિક્કો એટલે સંસ્કૃતિ (સભ્યતા)
સંસ્કૃતિ તો ઘણી
શિખર પર ચડી
અવશેષમાં ફરી
નામશેષ થઈ
સિંધુ ખીણની લિપિનો
એક અક્ષર કોઈ ઊકલી શકતું નથી
હડપ્પાના
કોઈ રાજાનું (શાસકનું) નામ જડતું નથી
પછી
દૂર દૂર ડરના
ચકચકતા ઘરના
શીશમના દ્વાર પર
કાળા શા પાટિયા પર
સોનેરી નામનું કરવું છે શું?
મારે પણ દોડવું હતું
દોડતાં દોડતાં
બેચાર ડગલાં
સાથે તારી કૂદવું હતું
શીતળ-સુંવાળા વાયરામાં ભળવું હતું
શ્વાસ બની હૃદયમાં રમવું હતું
પણ
તેં તો અચાનક વળાંક લીધો
અંદર મારી
ઘૂસી આવ્યો પછી
ઘાતક-ઘેલો થાક સીધો
હુંય ઘેલો દોડવા લાગ્યો
થાકને હળવે હળવે હંફાવવા લાગ્યો
હંફાવતાં હંફાવતાં
લાચાર આંખનાં આંસુઓને લૂછવા લાગ્યો
લૂછતાં લૂછતાં નામ જાણ્યું
નામ જાણી નામ છોડ્યું
---------------------------------------------
umeshgsolanki@gmail.com પર તમે પણ રચના મોકલી શકો છો
પ્રતિભાવ જણાવશો!
---------------------------------------------
umeshgsolanki@gmail.com પર તમે પણ રચના મોકલી શકો છો
પ્રતિભાવ જણાવશો!