ઘરવાપસી-વિશેષાંક
આ અંકમાં
૧. જિનલ વર્મા
૨. મેહુલ ચાવડા
૩. કુશલ
તમંચે
૪. કૌશિક
ગાંધી
૫. વજેસિંહ પારગી
૬. જયેશ સોલંકી
૭. કૌશિક પરમાર
૮. જયસુખ
વાઘેલા
૯. બ્રહ્મ
ચમાર
૧૦. वैशाख राठोड
૧૧. रोमेल सुतरिया
૧૨. ઉમેશ
સોલંકી
૧------------------------------------------------------------------------------------
'વાપસી' વળી એમાં કેવી / જિનલ વર્મા (મોડાસા, જિલ્લો –
અરવલ્લી)
તમે આવ્યા બ્હારથી
ઈતિહાસ બોલે છે
હતો જે બ્રાહ્મણધર્મ
તમારો
હવે એ હિંદુ ધર્મ કહેવાતો
કેવો તમારો ધર્મ
કેવી તમારી સંસ્કૃતિ
વેદો કહો પુરાણો કહો કે કહો સ્મૃતિ
ઊંચ-નીચના ભેદ રાખે
સ્ત્રીને આપે ધુત્કાર
સદીઓથી ગુલામ રાખી કર્યો
છે અત્યાચાર
તેત્રીસ કરોડ દેવી-દેવતા
છતાં વહારે ન આવ્યો
કોઈ ભગવાન
ઊગ્યો એક ક્રાંતિસૂર્ય
બાળ્યા જેણે તમારા અરમાન
વર્ષો સુધી તમે રાજ કર્યું
કર્યું ભારતિયોનું વિભાજન
એ તો છે ધર્મ તમારો
અમારો મૂળ ધર્મ એ થયો
ક્યાંથી ?
ધર્મ ના ઠેકેદારો
કરો છો તમે ધતિંગ
હતું ન જે ક્યારેય 'ઘર' અમારું
પછી 'વાપસી' વળી એમાં કેવી !
૨------------------------------------------------------------------------------------
રાખશે ચ્યાં ? / મેહુલ ચાવડા (અમદાવાદ)
અલી, હેંડ !
તાં
પેલા મોહનભઈ ભગાવત (જોડણીદોષ નથી)
ઘરવાપાસી કરાવ હ
હાંભળ્યું હ ક
તે આપણન
ગોમકૂવે પોણી ભરવા દેહઅ,
પંસાયાતની ખુરશીમં બેહવા દેહઅ,
ઈમની છોરિયું
આપણા છોરાઓન પૈણાવહઅ.
“પણ
આ ઘરવાપસી કરાઈન
આપણનઅ રાખશે ચ્યાં ?”
એં જ
સદીઓથી ખદબદતા ખાડામં.
'તો દેતવા મેલ ઘરવાપસીમં.'
'તો દેતવા મેલ ઘરવાપસીમં.'
૩------------------------------------------------------------------------------------
છેતરપિંડી / કુશલ તમંચે (અમદાવાદ)
હું શું જાણું તું શું જાણે
છે શાની આ આઘીપાછી
કથની-કરનીમાં ભેદ લાગે
ગટરમાં ઉતારવાની નેમ લાગે
ગુલામ બનાવવાની રીત લાગે
ભારતની ખુલ્લી પીઠમાં
ત્રિશૂળ ભોંકવાની જીદ લાગે
ભૂરા પ્રમુખોની એક જ ઈચ્છા
ફાંકા ફોજદારોની એક જ ઈચ્છા
દોઢા શાણાઓની એક જ ઈચ્છા
શૂન્ય લગાવી
સંખ્યા વધારી
કરવી છેતરપિંડી
નામ ભલેને રાખી ઘરવાપસી
૪------------------------------------------------------------------------------------
બે હાઈકુ / કૌશિક ગાંધી (અમદાવાદ)
૧
હામ
હોય તો
કરી જુઓ ખોજાને
ઠક્કર
પાછા
૨
રામ
હોય જો
તો વોરાને બનાવો
નાગર
પાછા
૫------------------------------------------------------------------------------------
ધર્માંતરણ કરવું છે / વજેસિંહ પારગી (ઈટાવા,
જિલ્લો – દાહોદ)
છાતી પર હાથ મૂકીને કહું છું :
મારે ધર્માંતરણ કરવું છે.
જે ધર્મમાં –
કોઈ ઉચ્ચ ન હોય કોઈ નીચ ન હોય
કોઈ જાતિ ન હોય કોઈ વર્ણ ન હોય.
જન્મના આધાર પર
કોઈના માથે તાજ મુકાતો ન હોય
ને કોઈના લલાટે ડામ દેવાતો ન હોય.
જે ધર્મમાં –
કૂતરાને સિંહ સ્થાપિત કરાતો ન હોય
ને સિંહને કૂતરો સાબિત કરાતો ન હોય
કાગડાનો માળો પ્રાકૃત ગણાતો ન હોય
ને સુગરીનો માળો સંસ્કૃત ગણાતો ન હોય.
જે ધર્મમાં –
ચકલી ચકલીની જેમ ઊડે
ને ગરુડ ગરુડની જેમ ઊડે
એમ માનવ પ્રકૃતિસહજ જીવતો હોય
ને માનવની માનવ સિવાય કોઈ ઓળખ ન હોય.
પૃથ્વીના કોઈક ખૂણે
આવો કોઈ ધર્મ હોય તો કહેજો :
મારે ધર્માંતરણ કરવું છે.
૬------------------------------------------------------------------------------------
અમે પાછા ઘેર નહિ આવીએ / જયેશ સોલંકી
(ભુવાલડી, જિલ્લો – અમદાવાદ)
અમે
કોહવાયેલા મુખને
લકવાગ્રસ્ત હાથને
ફાટું ફાટું પેટને
પગથી વિખૂટા પાડી
પાપા પગલી
ભરતાં ભરતાં
ચાલી નીકળ્યા
ઘરબાર છોડી
અસ્તિત્વ ની
શોધમાં.....
બુદ્ધ, રોહિદાસ, કબીર
સૂફી, સંત, ફકીરના માર્ગે
બાબાએ ચીંધી’તી આંગળી
એ દિશા તરફ
ચાલતા રહ્યા
ચાલતા રહ્યા
ચાલતા રહ્યા
ચાલતાં ચાલતાં
અમે
અમારા અસ્તિત્વ ને પામવા
કરી કલમો
આંબાના છોડની ખેડૂત કલમ કરે છે એમ
અમે
બુદ્ધનું મસ્તિષ્ક ધારણ કર્યું
બાબા ની બુદ્ધિ ધારણ કરી
કબીર ની વાણી લીધી
સૂફી-સંતોનાં દિલ
અમે
ચાર્વાક જેવા ચાલાક થયા
મહોમ્મદ સાહેબ જેવા નેક ઇમાનદાર
અમે ઇશુ નાં પ્રેમ, કરુણા, ક્ષમાના વારસદાર થયા
અમે ફૂલે-આંબેડકરવાદી બન્યા
અબ્રાહમ લીંકન અને
નેન્સન મંડેલાના અનુયાયી થયા
અમે
માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ થયા
અમે
માઓવાદી થયા
અમે
રેશનલ, ધર્મનિરપેક્ષ, નાસ્તિક થયા
ને છેવટે
અમે
માણસ થયા
એટલે
હવે તું કહે છે
ચાલો પાછા ઘેર !
શું કરવા આવીએ
માથે મેલું ઉપાડવા ?
ગટરમાં ગૂંગળાઈ મરવા ?
મરેલાં કૂતરાં-બિલાડાં ઉપાડવા ?
પૂંઠે ઝાડુ, ગળામાં કુલડી પહેરવા ?
અહીંથી જતો રે, ભૂદેવ !
તારી વર્ણવ્યવસ્થા
તારાં તેત્રીસ કરોડ દેવીદેવતા
તારી મહાન સંસ્કૃતિ
તારું સ્વર્ગ
તને મુબારક !!
અમે
ઘરવાપસી નહિ કરીએ.
૭------------------------------------------------------------------------------------
ખંજર કાઢ્યું / કૌશિક પરમાર (બાલિયાસણ, જિલ્લો – મહેસાણા)
બે હજાર બેને બગલમાં ઘાલી
ભરમની ચોમેર ભૂરકી નાખી
ચડી બેઠા
વિકાસના બણગા ફૂંકી ફૂંકી
પહેલાં છાનું છાનું કરતા’તા
હવે મળ્યો છે પરવાનો
તેથી
જાહેરમાં કરે છે ઘરવાપસી
મેળ વગરના ધરમને મોટો કરવા
લાવે લોકોને ખેંચિતાણી
ખેંચાયા એને એક બટકું આપ્યું
ન ખેંચાયા એનું છીનવી લીધું
બટકું પોતાનું જેણે પકડી રાખ્યું
બગલમાંથી સામે એની
બે હજાર બેનું ખંજર કાઢ્યું.
૮------------------------------------------------------------------------------------
હાઈકુ / જયસુખ વાઘેલા (ચોટીલા, જિલ્લો – સુરેન્દ્રનગર)
ઘરમાં રાખ્યા
દૂર, ઘર છોડ્યું, તો
ઘરવાપસી !
૯------------------------------------------------------------------------------------
આશ્ચર્ય તો થાય / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો - ભાભર, જિલ્લો - બનાસકાંઠા)
મને
હિંદુ મુસલમાન બને
આશ્ચર્ય ન થાય
હિંદુ ખ્રિસ્તી બને
આશ્ચર્ય ન થાય
હિંદુ બૌદ્ધ બને
આશ્ચર્ય ન થાય
હિંદુ શીખ બને
આશ્ચર્ય ન થાય
હિંદુ જૈન બને
આશ્ચર્ય ન થાય
પરંતુ,
મુસલમાન, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ, જૈનને
જ્યારે
હિંદુ બનાવાય
ત્યારે
આશ્ચર્ય તો થાય.!
તે પૂજા કરશે
કે
કરાવશે ?
તેને સ્પૃશ્ય બનાવાશે
કે
અસ્પૃશ્ય ?
તે બ્રાહ્મણવાદી કહેવાશે
કે
મનુવાદીનો બાપ..!?
૧૦-----------------------------------------------------------------------------------
क्रिस्च्यन हामिद कुमार प्रेमचंद सिंघ / वैशाख राठोड (अहमदाबाद)
पहले मेरे सपनों
में वो रोज़ आते थे
पर पिछले कई दिनों
से
उन्होंने मेरे
आँखों के किवाड़
नहीं खट खटायें
मन बहोत बुझा बुझा
और अफ़सुर्दा हो
गया है
जैसे बीज की रात
का
बारह बजे का चाँद
अलोप हो गया हो
और करवा चौथ का
व्रत विधवा
में बिलकुल ऐसे
खड़ा हूँ
जैसे 'ईदग़ाह ' के मेले में 'हामिद' का चिमटा खो जाए
पर प्रेमचंद के
'हामिद ' के साथ ऐसा
भयानक कुछ भी तो
नहीं हुआ था
मुझे यकींन से पता नहीं
की ऐसा क्यूँ हुआ ?
पर एक छोटा सा
वाक्या याद आता है
उस दिन दोपहर
इक मास्टरानी ने, मेरा पूरा नाम
लेके पुकार था मुझे
पीपल के पेड़ तले
जो वोटर आई. डी.
देने आई थी
‘क्रिस्च्यन हामिद
कुमार प्रेमचंद सिंघ’
हां
तब से वो खो गया
है
एक बूढ़े ने
अपनी दूरंदेशी ऐनक ठीक
करते कहा
"भैया पुलिस में रपट लिखवाई ल्यो,
लाग आवेगा तो काम
हुई जावेगा "
तो मैंने बहोत
दृढ़ता से कहा था -
"लाहुलबीलाकुवत्त उसको ढूँढना पुलिस की
औकात बाहर की बात है "
बहुत कोशिश की उसे
ढूंढ ने की
स्वयं सेवी संस्था
वालों ने
संविधान की कलमों
ने
साधू संत के
व्याख्यानों ने
संस्कृत, फ़ारसी, अंग्रेज़ी में
लिखें शास्त्रों ने
यहाँ तक की
बी.एस.एफ. वालों के घुटने भी टूट गये
पर वो नहीं मिला
ये ख़बर से
पूरे देश में इक
वायब्रंट हंगामा मच गया
और
क्रिस्च्यन हामिद
कुमार प्रेमचंद सिंघ फेमस हो गया
पर उसका खोया हुआ 'भगवान' उसे नहीं मिला
क्यूंकि उसे तो
वोटर आई. डी. की डायन खा चुकी थी
अब तो सिर्फ 'ज़िंदा लाश' ही 'घर वापिस' आयेगी।
૧૧-----------------------------------------------------------------------------------
मनु पापी का मोक्ष क्रियाकांड "घरवापसी" / रोमेल सुतरिया (छोटा
उदेपुर)
चल भटक दल भटक
कर फिर वापसी
बोले तो घर वापसी
कचरा था तु और बन गया केनी
मंगा से महंम्मंद
धत् कर अब वापसी
बोले तो घर वापसी
संघ ने बनायी सरकार
हुये हम आजाद हेरामजादे
(हेरामजादे की जगह हरामजादे लगाकर फीरसे मत पढना)
pk किया तुमरा शरीर बेकार
चल भटक दल भटक
कर फिर वापसी
बोले तो घर वापसी
झब नाव ही छोड दी जल मे,
दे दी चुनौती मनुराम को,
फीर रामघर क्या राममंदिर क्या? ,
धर्म ही है एक चुनौती,
ईसे फिर करो अस्वीकार,
वे जाति का दंभ लिए तो,
मुछे तांव दिये फीरते है,
कर्म से उपर जन्म का,
घांव सर पर दिये फीरते है,
घर वापसी के ऩाम वो अब,
मनु पापी के मोक्ष के क्रियाकांड मे,
कानून नामक पतवार लिए चलते है,
कुकृत्य कोई तो बाकी है ईसी लिए,
करता नही है कोई मीडिया
बातचीत तेरी मुश्किलात की,
खींचकर लायेगी सबको,
कातिलों की जमगठ,
हांशिया-झुझारू जनसंघर्षो की और,
जो कह रही अब वापसी कभी नही,
थक कर बैट ना जाना,
वरना होगा फिर शुरू,
चल भटक दल भटक
कर फिर वापसी
बोले तो घर वापसी
कचरा था तु और बन गया केनी
मंगा से महंम्मंद
धत् कर अब वापसी
बोले तो घर वापसी ।
૧૨-----------------------------------------------------------------------------------
ઘરવાપસી / ઉમેશ સોલંકી
વૈતારાને
રૂડુંરૂપાળું
તમે નામ આપ્યું છે.
આપી આપીને બીજું શું આપો
બહુ બહુ તો કથા આપો
કથાની થોકબંધ ઉપકથા આપો
પણ કથા તો કંઈ સગડી નથી
ઉપકથા તો કંઈ તાવડી નથી
કે સ્વમાનનો રોટલો શેકી
શકાય
ને જીવતરનું પેટ ભરી
શકાય.
અહીં અમારાં
ફાધર મળે બ્રધર મળે
સિસ્ટર મળે
કોઈ પરમારને શંકરાચાર્ય
જાહેર કરો
કોઈ હાડીને જગન્નાથનો
મહંત કરો
કોઈ તીરગરને અયોધ્યાનું
ધનુષ ધરો
કોઈ નાડિયાને દ્વારકાનો
પૂજારી કરો
કોઈ સેનમાને સોમનાથનો ન્યાસધારી
કરો (ન્યાસધારી – trustee )
કોઈ તૂરીને મથુરાનો
સ્વામી કરો
કોઈ ભંગીને સંઘનો ધણી કરો
ના ઝાડુ ખપે ના પોતું ખપે
ના પતરાનો નીતરતો ડબ્બો
ખપે
સ્મૃતિને નાગપુરમાં બાળો
તમે
માનસને કાશીમાંથી કાઢો
તમે
ના ઓછું ખપે
ના ઓડ દુઃખે એવું અદ્ધર
ખપે
ખપે ખપે તો નવલું ખપે,
નક્કર ખપે
લાખ્ખો પૂર્વજો અમારાં
લટકી મર્યાં
એ જનોઈના ફંદાને બાળી
નાંખો
શાને થઈ ગઈ તમારી લાલઘૂમ
આંખો ?
માંડ મળ્યું છે ઘર અમને
ઘરમાંથી ના કાઢો અમને
ક્રોસની નહિતર કટાર
કરીશું
કટારની તીણી ધાર કરીશું.
--------------------------------------------------------------------------------------