છારાનગર-વિશેષાંક
આ અંકમાં
૨. આતિષ ઇન્દ્રેકર છારા
૩. अनिष गारंगे
૪ .कल्पना गागडेकर
૫. अरविंद इन्द्रेकर और कैकेश घासी
૬. અમિષા ઇન્દ્રેકર
૭. મુશતાક અલી શેખ
૮. વૈશાખ રાઠોડ
૯. श्याम
૧૦. જયેશ જીવીબહેન સોલંકી
૧૧. હોઝેફા ઉજ્જૈની
૧૨. ઉમેશ સોલંકી
૧----------
પૂર્વગ્રહ / કુશલ તમંચે
ભલા મોરી મારા, ભલા મોરી મારા
વિરાણી, ઢિલ્લોન દંડો લઈને આવ્યા
નિર્દોષોને ઘસડ્યા
ભલા મોરી મારા, ભલા મોરી મારા
ન જ્ઞાન જોયું ન જોઈ કલાકારી
જોઈ થોપેલી ગુનેગારી
બેલ્ટ બક્કલ દંડા
નિર્દોષો પર પડતાં
ખાખી માથે અહંકાર રાસડા લેતો
પણ ક્યાં જાણ્યું અહંકારે
ભણતર અમારું વિસ્તાર ગજવે
કલા અમારી હ્રદય ભીંજવે.
૨----------
૨૬ની રાત / આતિષ ઇન્દ્રેકર છારા
૨૬ની રાત હતી
પોલીસના હાથમાં
લાકડીઓ પાઈપો બેઝબોલ ને દંડા
હતાં
તો એક બાજુ
પોલીસની માર ખાનાર
લોકોની સંખ્યા વધતી હતી
ચીસો હતી
તો ક્યાંક
લોકોના ઘરની આગળ પડેલાં વાહનો
ભુક્કેભુક્કા કરાયાં હતાં.
ગુનો શું હતો
ખબર જ ન હતી.
૨૬મી રાત
છારાનગરમાં દહેશતની રાત હતી
નિર્દોષ લોકોની સાથોસાથ
વકીલો પત્રકારો કલાકારોને
ગુનેગાર બનાવ્યા હતા
કાયદો ને વ્યવસ્થા ઊંઘી રહ્યાં
હતાં
એ રાતે હું
એક વાત સમજવાનો પ્રયત્ન કરી
રહ્યો હતો
કે સાલુ
કાયદો માણસ માટે છે ?
કે
માણસ કાયદા માટે ?
૩----------
माँगे हम तो ये आज़ादी / अनिष गारंगे
तेरी जात मेरी जात हम सबकी हैं एक जात
माने या न माने पर सुनले मेरी एक बात
तेरे पास होंगे सारे बेहिसाब पैंतरें
पर मेरे पास है ढ़ेरो सारे लाखों हाथ.
लोहा खा खा कर हम तो जीते हैं
चोट लेकर सर पर हम तो चलते हैं
ना कोई गुन्हा और ना कोई सुलाह
फिरभी ये जुल्म अपना हम पे ढोते हैं.
ढोया जो कहर तूने हमतो सहते हैं
खबरों में आकर ज़हर बनते हैं
बस और नही सेहनी तेरी कोई और बात
डंडा ले बंदूक ले या ले कोई और औज़ार
हम तो सिर पर बांधकर नीकले हैं कफ़न
सीनों में है जलता शोला आँखों मे है उफ़न.
बस और नहीं तेरी दादागीरी.
हक से जीना है आज़ादी
सीनों में है इक चिंगारी
छेड़ दी हम ने ये जिहादी
मांगे हम तो ये आज़ादी.
ना तेरी, ना मेरी, ना उसकी ये लड़ाई है
हक़ से जीना हक़ से मरना उसकी दुहाई है
ना तेरा खून ना मेरा खून सब का खून एक है
सब का रंग एक है, सब का दिल नेक है
है हुजूम, ना सुकून ना वो भूल ना वो शूल
शान से जीना शान से मरना मेरी ये बड़ाई है
बुज़ते जलते सीनों ने पुकार ये लगाई है
आंधी सी जलती लहेरे साथ मेरे आई है.
ये जमी आसमां
ये शहेर ये जहां
ऐ ख़ुदा तू बता नक्शों में हम कहां
ना वोटों से ना नोटों से ना सलाखों में
ना विचारों में, खोल दे मुज़े जंज़ीरों से
मेरा वजूद तेरा बारूद
मेरा भरम तेरा सीतम
तेरा जोर मेरा शोर
तेरी हार मेरी जीत
बोलना ना है हल्ला
साथी मेरे रहेना.
हक से जीना है आज़ादी
सीनों में है इक चिंगारी
छेड़ दी हम ने ये जिहादी
मांगे हम तो ये आज़ादी.
૪----------
सत्यमेव जयते / अरविंद इन्द्रेकर और कैकेश घासी
अधर्म से पनप रही दुनिया
पाप करनेवाले पापी कहलातें
हम तो चल रहे अहिंसा की ओर
अत्याचार सहकर भी यही हैं कहते
सत्यमेव जयते, सत्यमेव जयते.
है मज़बूरी हमें पेट पालना हैं
नफ़रत सहकर भी सब में प्रेम डालना हैं
अपने ही देश में गुन्हगार हैं गिनते
और जेल की सलाखें भी हम सहते
सत्यमेव जयते, सत्यमेव जयते.
'तुम्हारा खून खून है हमारा पानी'
सच्चाई छोड, नहीं चाहिये बूढ़ापे सी जवानी
झूठ की जीत हम ईमानदारी की हार में हैं बहते
नहीं जलम उठाना अब पलट देंगें तख्तें
सत्यमेव जयते, सत्यमेव जयते.
कितनी बेइंसाफी है
खुद रक्षक दुश्मन बनी खाकी है
निर्दयता का पूरा कहर हम पर ही बाकी है
बागांनों के कीचड़ में यूंही कमल नहीं हैं फलते
यह आग की चिंगारियों में
शायद तुम भी जब जलते
क्या तुम यह कहते?
सत्यमेव जयते, सत्यमेव जयते.
૫----------
चल ए छारा / कल्पना गागडेकर
चल ए छारा,
वक्त आया कुछ सिखने सिखलाने का
सदियों से जो माथे लगा वो दाग अब मिटाने का
मे हारा तुं हारा हारा संसार ये सारा
नहीं करनी काली मजदूरी
सरकार दे हक हमारा
दो बोतल शराब की बेचुं
पैसा पुलिस ले गयी सारा
जिस धंधे में पैसा ना सम्मान
मिले एसी जिंदगी, नहीं गंवारा
बरसों से जो माथे चमक रहा
जन्मजात गुन्हगार
इस दाग ने अच्छी नौकरी शिक्षा छीनी
छीना मेरा व्यापार
पुरखों ने जो हुनर दिया
उसे कभी ना बुरा समजना
धरोहर है ये पुरखों की
इसे दिल में सम्भल के रखना
दिखला दे अब दुनिया को
चलो नई राह चुनते हैं
पढ लिख कर
शिक्षित व्यापारी और कलाकार बनते हैं
चल ए छारा ,
वक्त आया कुछ सिख ने सिखलाने का
सदियों से जो माथे लगा वो दाग अब मिटाने का
૬----------
હું કોણ છું / અમિષા ઇન્દ્રેકર
હું હવાની જેમ ચારે કોર લ્હેરું, તે છતાં હું કોણ છું એ પ્રશ્ન તો ઊભો જ છે,
થાય મન તો હું વળી ઘડિયાળ
પ્હેરું, તે છતાં હું કોણ
છું એ પ્રશ્ન તો ઊભો જ છે.
લોક રાખે છે ઇનામો કેટલાં મારા
ઉપર એ વાતની તમને કશી ક્યાં ખબર?
શોધવું મુશ્કેલ છે અસ્તિત્વ मेरुं, તે છતાં હું કોણ છું એ પ્રશ્ન તો ઊભો જ છે.
જીવતામાં જીવ છું હું ને
મરેલામાં મરણ છું એમ કંઈ વાયકા મારા વિશે,
ક્યાંય પણ તો ના મળે એકેય દે'રું, તે છતાં હું કોણ છું એ પ્રશ્ન તો ઊભો જ છે.
ગૂંચવીને વાતને, લેવી ઉકેલી છેવટે, એવી રમત ગમતી હવે,
આંધળે કૂટાય છે ક્યારેક બ્હેરું, તે છતાં હું કોણ છું એ પ્રશ્ન તો ઊભો જ છે.
૭----------
છારા છૈયે સારા છૈયે / મુશતાક
અલી શેખ
અંગ્રેજોએ અમને જન્મજાત ગુનેગાર
કીધા
પેલા હરામીઓએ
અમારી બેન-દીકરીઓ પર કર્યા
અત્યાચાર
બજારમાં કર્યો તેમનાં દેહનો
વેપાર
તો ક્યારેક પોતાના માટે ઉપયોગ
કર્યો.
અમારા માટે તારની વાડ બાંધી
અમે ખુલ્લા તો ખરા પણ આઝાદ નહીં
આઝાદી દેશને ૪૭માં મળી,
અને અમને ૫૧માં
આટલાં વરસો અમે રહ્યા
આઝાદ-ગુલામ.
વિચાર્યું હતું આઝાદ થઈને
મનગમતાં કામ કરીશું,
મન ફાવે ત્યાં રહીશું,
પણ માથાનું કલંક :
'અમે જન્મજાત ચોર
છીએ'
આ કલંકે ક્યારેય અમારો સાથ ન
છોડ્યો
અમે વકીલ બન્યા
અમે ડૉક્ટર બન્યા
અમે કલાકાર બન્યા
સારાં અને નવાં કપડાં પહેરતા
થયા
કપડાં બદલવાથી અમારી ઓળખ ન
બદલાઈ
અમે તો રહ્યા એ જ જન્મજાત
ગુનેગાર
જન્મજાત ગુનેગાર
આ જ માનસિકતા આજે પણ
એટલે તો વરસાવી અમારા પર
આઝાદ થઈને ગુલામ રહેનાર લાઠીઓ
અમારી પાસેથી પૈસા ખાનાર
નરાધમોએ.
તમે માર્યા સાબરને
અમે ચૂપ રહ્યા
ગામથી બહાર કઢી નાખ્યા મદારીને
અમે કંઈ ના બોલ્યા
રહેંસી નાખ્યા ડફેરને
અમે ડરમાં જીવવા લાગ્યા
ચામડી ઉતારી નાખી વઢારની
અમે ઘરમાં સંતાઈ રહ્યા
નકશા વેચનારને
નકશામાં જ જગ્યા ના આપી
અમે ચૂપચાપ જતા રહ્યા
મારી નાખી અમારી બહેનોને
આબરૂ લૂંટી
માર્યા પછી
ભરી દીધાં એમનાં ગુપ્તાંગમાં
મરચાં
અમે સૂતા રહ્યા
પણ હવે તમે
ભણી-ગણી ને આગળ વધનાર
બીજાને કળા શિખવનાર
ફિલ્મો બનાવનાર
નાટક બતાવનાર
ગીતો ગાનાર
કેમેરા ચલાવનાર
કોર્ટોમાં કેસ લડનાર
છારાઓને માર્યા
હવે અમે ચૂપ બેસવાના નથી
હવે અમારી તાકાત બતાવીશું
ફક્ત પોલીસ સ્ટેશન સુધી નહીં
નગરપાલિકાથી વિધાનસભા સુધી
નીચલી કોર્ટથી સુપ્રીમ કોર્ટ
સુધી
રાજ્યપાલથી રાષ્ટ્રપતિ સુધી
મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી
સુધી
અમે હક મેળવીને રહીશું
એ હક અમને
તમે કે તમારા બાપ-દાદાઓએ નથી
આપ્યા
એ આપ્યા છે અમને બંધારણે.
૮----------
કલાકારનું હાલરડું / વૈશાખ
રાઠોડ
મને ના મારશો સાહેબ
મેં તો કંઈ નહોતું કર્યું
તમારા જેવો જ છુ
તમારી જેમ જ જીવી રહ્યો છું.
મારી માએ મારા ચહેરા પર ભભૂત
લગાવી
નટની કલા વારસામાં આપી
ઘરની ભૂખ ભાંગવા
મેં આજ કલા રોડ પર વેચી
બે એક રોટલી કમાઈ હતી
રોટલી જોઈ
મારું ઘર છપ્પનિયા દુકાળના
જાનવરની જેમ
એની પર તૂટી પડેલું
ને મારું કાળજું
ફૂટપાથ પર ઊભું ઊભું
એ જોઈ બર્મુડા ધોધની જેમ રોઈ
પડેલું
મારી ઘરવાળી એ ધોધને
એની ફાટેલી સાડીની કિનારીમાં
સમાવી લેવાં મથતી રહી
બસ આમ જ
અમે પોતાની આગવી કલામાં ડૂબેલાં
હતાં
મને ના મારશો સાહેબ
મેં તો કઈ નહોતું કર્યું
તમારા જેવો જ છુ
તમારી જેમ જ જીવી રહ્યો છું.
૯----------
ग़ुरूर की वर्दी / श्याम
माना कि बहुत बद हैं हम,
बदनाम हैं हम,
ग़लत कुछ कर लिया तो सज़ा दो,
क़सूरवार हैं हम ।
लेकिन हम
कोई नीची बेर की झाड़ी भी नहीं
जो छड़ी लेकर पीटने लगो
बेवजह यूँही आते जाते,
क्यों किसी ऊँचे खजूर के पेड पर चढ़कर
अपनी खीज उतारने को डंडे नहीं बरसाते !
ग़ुरूर का नशा तो बढ़कर है उस शराब से भी
जो हम बनाते हैं,
बेचते हैं मजबूरी से
अगर कुछ और हम कर पाते।
आप जिसे कहते हैं सभ्य समाज,
ऊपर से जो दिख रहा है
क्या वैसा ही है भीतर ,
क्या बेहतर हैं हमसे ?
काश, तुम क़सम खाते !
उस ओर से आकर देखा कभी किसीने
बस्ती हमारी भी करवट ले रही है,
कभी सराहा, कभी तारीफ़ की
कभी इन्सान बनके आते !
बापू ने सभी बुरा कहानेवाले काम किए
लेकिन महात्मा बन गए न !
हमसे उम्मीद रक्खो,
हमें सहारा दो, मौक़ा दो,
पूर्वाग्रह का चश्मा फेंक दो,
वर्दी का ग़ुरूर छोड़ दो,
सियासत के कुत्ते बनकर
भौंकना छोड़ दो, काटना छोड़ दो,
ज़मीर से चलो
देखो मिलकर हम क्या कुछ नहीं कर पाते !
૧૦----------
છારાનગર / જયેશ જીવીબહેન સોલંકી
મહાનગરની ભીતર વસે છે
કંઈ કેટલાંય નગર
ગયા છો કદી આ નગર
એક સમયે જેઓ
ઘરવિહીન ગામવિહીન દેશવિહીન
નામ-ઠામ-સરનામાંવિહીન હતા
એવા લોકોના નગર
છારાનગર.
આ નગરના દરેક પુરુષના વીર્યમાં
ચોરી લૂંટફાટ ઠગઈ ગુનાખોરીના
શુક્રાણુઓ હોય છે
અહીંની દરેક સ્રી
બાળકો નહીં બૂટલેગર અને ચોર જણે
છે.
એવું કહેતા હતા અંગ્રેજો.
હજુ પણ ક્યાં બદલાયો છે
અભિપ્રાય
છારાનગર વિશે!?
પણ અહીં વસે છે
પાશ જેવા કવિ બનવા મથતા કવિઓ
ચિત્રકારો
અભિનેતાઓ.
અભિનેત્રીઓ પણ
પત્રકારો પણ
બુદ્ધ કબીર રોહિદાસ જેવા
મહાન સંતોના અનુયાયીઓ પણ
પેરિયારના ફૂલેના બાબાસાહેબના
ચાહકો પણ
બીરસા મુંડા જયપાલસિંહ મુંડાના
વારસો પણ
માર્ક્સ માઓ લેનિન પાછળ દીવાના
થયેલા
યુવાનો પણ.
વકીલો ડૉક્ટરો ઇજનેરો જજો પણ
મહાનગરમાંં ટોપ આવવા મથતાં
વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ
પણ
પણ મહાનગરના લોકોને દેખાય છે
ફક્ત
દારૂડિયા જુગારિયા પાકીટમાર
ને નગરને નાકે ઊભેલી
આણે ફરતી છારણ ફક્ત!
અને પોલીસને દેખાય છે
કાચની બોટલમાં ટપ ટપ ટપકતા
દેશીદારૂ જેવા
રાણીછાપના ચાંદીના સિક્કાઓ
ફક્ત!
આવો કદીક છારાનગર!
મહાનગરના છેવાડે જ છે છારાનગર
ફક્ત
બુટલેગરો, પાકીટમારો, સેક્સવર્કરોનું નહીં
શ્રમજીવી મજદૂર સજ્જનોનું પણ છે
છારાનગર.
૧૧----------
ઘા / હોઝેફા ઉજ્જૈની
પેલી અંધારી રાતે
કાયદાના વાહકોએ
રોડ પર મારી માણસોને વસ્તીમાં
ઘૂસ્યા
લોકશાહીની પીઠ પર ઠોક્યા ડંડા.
ખબર નહોતી કોઈને
ગુનો એમનો શું હતો
લોકશાહીને કચડવા
સામંતશાહીનો હતો એ તો જબ્બર
હમલો
'સાલા છારાઓ' અવાજ ઉઠાવે
ચાલો કાઢી નાખીએ એમની હેકડી
ઈર્ષ્યામાં ભરાયો હતો
કાયદાવાહકોનો ડંડો.
આ તો રાજદંડ છે
'ગંદકી તો હટાવવી
જ જોઈએ' કહી
ધારાગૃહના શાસ્ત્રીએ પણ બતાવ્યો
ફાંસીવાદી ચેહરો.
યાદ આવે છે પેલા બાળકની વાત :
'મારા પિતાને વગર
વાંકે લઈ ગયા જેલમાં
હવે નથી લાગતું મારું મન
ભણતરમાં'
પીડા સાથે હતો
એના ચહેરા પર ગુસ્સો.
હવે પીઠ પર ઊપસી આવેલા સોળ
નાસૂર બની જશે
'ઇતિહાસ'ના છે આ ભોગ બનનારા
'ભવિષ્ય'માં ભેગા મળી બળવો કરી જશે.
૧૨----------
છારાનગર / ઉમેશ સોલંકી
સહેજ અડું સદીઓને
અડે ટેરવાંને
સપાટી ખરબચડી અણિયાળી લોહી કાઢે
એવી.
વાત ગમે એવી
સદીઓમાંથી કેમની લેવી?
સદીઓ એમની તેં રચેલી
મેં રચેલી
ભેગા મળીને આપણે રચેલી
ક્યાં નગરના વાસીઓએ રચેલી.
નગર
નગર નામે છારાનગર
તોતિંગ અડીખમ દીવાલની પેલી પા
ધબકતું નગર જીવનને પીવે છે
પોતીકી સદીઓને લાડકોડથી જીવે છે
સદીઓમાં
આંસુની નદી છે
નદીને પાર કરતાં હલેસાં છે
સંવેદના છે
ચાલ એવી કે હમણાં જાણે નાચવાનું
છે
બોલે તો લયમાં બોલે એવું લાગે
બોલી છે બોલીમાં ગાવાનું છે
કરી જાણવાનો પ્રેમ છે
વેઠી જાણવાનો વિયોગ છે
ભાત ભાતનાં દુ:ખ છે
રોઈ નાખવાનાં દુ:ખ છે
હસી કાઢવાનાં દુ:ખ છે
થાપટોની બરછટતા ચહેરા પર તરવરે
હલકાંફૂલકાં સપનાં પાંપણ પકડી
પલ પલ ઝૂલે
ભાલ પર ભીડ ભલે થોપેલી લાગે
હાથમાં જોર જીવતરનું જડે.
ઊબડખાબડ રસ્તા મળે
રસ્તામાંથી લઘરવઘર સાંકડી ગલીઓ
નીકળે
ગલીઓ વાંકીચૂકી થઈ આમતેમ ઘૂસે
વાંકીચૂકી ગલીઓમાં ખાટી ખાટી
ગંધ ભળે
થેલી મળે
થેલી ગલીઘેલી મળે
ઉપરનીચે આગળપાછળ એમ ગતિઘેલી મળે
આપણે સૌ થેલીમાં અટવાયા
થેલી પડખે બેઠેલી ચોરીમાં
ગૂંચવાયા
બેની લાયમાં બધ્ધું ભૂલ્યા
બેને ઠોકર મારતાં મારતાં
આવતા થનગનતા
નવયુગને ન સમજ્યા.