1 September 2021

અંક - ૭૫ (સપ્ટેમ્બર ૨૦૨૧)

આ અંકમાં

૧. મારી કારી / સની પટણી

૨. સારી દુનિયા મ એકલે હ લોગ / અનિષ ગારંગે

૩. પ્રેમના વહેણમાં તણાવું પ્રિયે / હોઝેફા ઉજ્જૈની

. तितलियों की तरह / शाहीन शेख

. क्यूंकि / तसवीर पारधी

. खेल / मुशताक अली शेख

૭. મોટી ટોળી / ઉમેશ સોલંકી

 

૧--

 

મારી કારી / સની પટણી

 

મારી કારી

મારા રાતના પરછાયા જેવી

મને કારા રંગથી બવુ પ્રેમ ને તું મને મલી'તી

જાણે કારા કલરથી લખેલી ક્રાંતિ જેવી

મારી કારી

કોયલ જેવી

જબરું હિન્દીમાં

દિલ્હીની રાજધાની જેમ ભમાભમ બોલે

મારી કારીને લૂગડાંનો બવુ શોખ

પોતે સંચાની માસ્ટર બનેલી

ચમનપુરાથી એ લોકો

ઈની જોડે લૂગડાં સિવરાવા આવતા'તા

મારી કારીએ એના હાથ પર નામ મારૂ લખાયું'તું

પસી બદલાયુ'તું

એનું નામ હજુ યે મારા હાથ પર સે

આ સાબરમતીના કિનારે મલતાં'તાં

પણ હવે તો

અમે બેઈ

એ કિનારા જેવા જ થઈ જ્યાં સ

કેરે મલહું ખબર નહીં

મારી કારી

તું બવુ બદલય જી સ

તું તો પેલા ખાલી

તારી-મારી ચામરીનો ફરક પારતી'તી

પણ છેલ્લે મલ્યાં'તાં તેરે

તારા-મારા સમાજનો ય ફરક પારિયો'તો

મને તો કેટલીક વાર હજુ વિચાર આવેશ

તેં આવું કેમ કયરું હોઈશ?

હારૂં, વાંધો નંય

તે કીધેલું

જોરે કે પાછર આવતોય નઈં

તારા ઘર જોરેથી નેકરું

ને તું જોતી નહીં હામું

તો મારો જીવ બહુ બર સ

અલી, મું ખરાબ સું મને ખબર સે

પણ યાર મું આટલ્યો ખરાબ નહીં

તે આવું કરશ

મારી કારી

અલી, તું હવે તો ખુશ રે

તને હવે હું થયું સે તું હસતી જ નહીં

જેરે જોવું તારે તારું મોં ચરેલું હોય સ

કંઈ હોય તો કેજે મને

હું પાછો તારા માટે

તારા નામ લખેલા હાથમાં

અંગારા લઈ ઊભો રઈસ

આ સમાજ હામે.

તારો.....

 

૨--

 

સારી દુનિયા મ એકલે હ લોગ / અનિષ ગારંગે

(ભાંતુ-બોલી)

 

સારી દુનિયા મ એકલે હ લોગ

ખાલી હ દીવે ઇદા દિખતે હ લોગ

લબ તો ખૂલતે હ મગર

અલ્ફાઝા કુ પૂરી ગયે હ લોગ....

 

નાહી કોઈ પ્યાર રહ્યા

નાહી કોઈ રહ્યા દીદાર

ચેહરે પ પરેશાનીઅ કે ઘર કરી ગયે હ લોગ

સારી દુનિયા મ એકલે હ લોગ...

 

સવાલા કા જાળા રોજ બુણતે

ચાર દીવાલી માંહી હલ્લા કરતે

તિલ-તિલ મરતે જીવતે રહતે

ભૌતિક સાધન સ ભી ચૈન નાહી

મખમલ કે ચાદર પર ભી નિંદ આવતી કડ હ

લાગી ગયા હ ઐસા રોગ

સારી દુનિયા મ એકલે હ લોગ...

 

કોણ કયા ચાહતા હ

ખબર નાહી કિસીકુ

કિસકી ધડકન કબ રુકંગડી

કોણ જાણતા હ કપાસા જીધા સૂકી જાંગડે

રાખા કે ઢેર બની જાંગડે

તો ભી એક દરવાજા

કભી નાહી ખુલંગડા

લેંગડા તાળા ઉસ ખૂંટિયા કા ભોગ

સારી દુનિયા મ એકલે હ લોગ...

 

૩--

 

પ્રેમના વહેણમાં તણાવું પ્રિયે / હોઝેફા ઉજ્જૈની

 

પ્રેમનાં વહેણમાં એવો તણાયો

પેલા વરસો જૂના કિલ્લાની દીવાલો તોડી આવ્યો

પ્રેમના વહેણમાં તણાવાની મજા જુદી

પેલા કિલ્લાની દીવાલો તોડવામાં હજુ કંઈક છે ત્રુટી.

પ્રિયે,

કહેવા માગું છું તને

પ્રેમની મારી ઊંડી અસ્પષ્ટતાઓ

કોની પાસે રોકાયો

ક્યાં-ક્યાં હું અટવાયો

પણ પ્રિયે

લાગે છે થોડો ડર

આમ તો હું

કહી શક્યો છું તને ઘણું

અને ઘણું બીજું કહેવા માગું છું

પણ

પ્રેમની મારી ઊંડી અસ્પષ્ટતાઓ કહેવામાં

તને ખોઈ નાખવાનો ડર મનમાં રાખું છું

પ્રેમ, વિચાર, સોબત, મોહબ્બત

તારી સાથેની પ્રેમકળાઓને હું માણું છું

છતાં પેલા કિલ્લાની ઘણી દીવાલ તોડવામાં  ખુદને અક્ષમ હું માનું છું

કારણ

કિલ્લાની દીવાલ કોરે બંધાઈ ગયાં છે ઘર

કેમનો કૂદી જાવ હું પ્રિયે થાય છે મને ફિકર

છતાં

દીવાલમાં બખોલા પાડ્યા છે

પ્રેમના વહેણમાં વહેતાં-વહેતાં પંખીડાંને પણ જિવાડ્યાં છે.

આદર્શ સ્થિતિમાં કામ મારું

સમજદાર છે લોક ત્યાંનું

પણ જ્યાં હું

પ્રેમના વહેણની વાત કરું છું

તો પડી જાવ છું ખોટો હું.

પ્રેમ મને મારા કામથી ઘણો ઘનિષ્ઠ ને અપાર

નડી જાય છે મને એ ઘણીવાર

પ્રિયે તને કરવામાં પ્યાર.

 

ક્યાંક હું ખોટો હતો ક્યારેક કર્યું ખોટું

બધું હું સમજ્યો ત્યારે

જ્યારે ઓળખ્યો પોતાને

મન મારું ચંચળ

વિચાર બગાવતી

પ્રેમના વહેણમાં હજુ છે તણાવું

બીજા ઘણા કિલ્લાઓ તોડવાની પણ તૈયારી.

 

પ્રેમના વહેણમાં તણાવું છે, પ્રિયે

અને

લાગે છે મને

થોડો ડર

પણ

તું આપીશ સાથ

દૂર કરતાં રહીશું આપણે એકબીજાનો ડર.

 

--

 

तितलियों की तरह / शाहीन शेख

 

जब मेने इस दुनिया में रखा कदम

तब

अनसुनी सी

एक आवाज सुनाई दी:

'मेरी गुड़िया, मेरी बिटिया,

मेरी परी, मेरी चकुडी.....'

तब लगा मुझे

ये दुनिया कितनी खूबसुरत है

मुझे कितना प्यार करती है!

 

नन्हे से कदम

अभी तो चलना भी नही सीखे

लेकिन फिर भी बेडियाँ तो हेै!

जब इन्हे लगेंगे पर

क्या करोगे तब?

क्यूंकि मैं मैं हूँ तुम नही!

मेरे सपनें मेरे है तुम्हारे नही

मेरी इच्छाएं मेरी है तुम्हारी नहीं

मेरी ज़िन्दगी मेरी है तुम्हारी नही

मुझे गुड़िया की तरह बेजुबां नही बनना 

मुझे परियो की तरह आस्माँ में नही रहेना

मुझे तो जमी पर पंख पसारे

तितलियों की तरह उड़ना हेै.

 

--

 

क्यूंकि / तसवीर पारधी (भोपाल)

 

वृक्षों ने

पंछियों ने

जानवरों ने भी

जंगलो से अलग होने की

नए सपने के साथ

नए स्रोत में जीने की

आज़ादी नही मांगी

क्यूंकि

जंगल सब को

अपने हिस्से का रोज

खाना देता था.

 

--

 

खेल / मुशताक अली शेख

 

बदल गए है अब इस खेल के मायने,

अब ये खेल खेले नही जाते

गलियों में

चैराहों पर या मैदानों पर

खेले जाते है भावनाओं पर.

खेलने वाले भी गए है बदल

खिलाड़ी है दो तरह के अब

सिर्फ बेटिंग करते है

रन पर रन बनाए जाते है

कभी आउट नही होते

अंपायर भी उन्हे कभी आउट नही करते,

आउट होते है सिर्फ फील्डिंग करने वालें.

दूसरे खिलाड़ी

बाहर बैठे तमाशा देखते है

बेटिंग करने वाले पर अपना दाव लगाते है

खुश होते है.

और

यह खेल कब होगा खत्म

नही जानता कोई.

 

૭--

 

મોટી ટોળી / ઉમેશ સોલંકી

 

છાલું

થવા ન દે જરાકે આઘુંપાછું

ડગલું

લાગે એવું કલાકોથી ભટકું

સમજું

રસ્તો લાંબો રસ્તામાં નથી કશું ખપનું.

 

લોહીમાં પડવા લાગી ગાંઠો

કળતર કરવા લાગ્યો એક-એક સાંધો

મગજની રીત ગઈ

ચામડી કોકડું થઈ

જે છે તે હતું થયું

રેતની માફક સરતું ગયું.

 

શ્વાસ લઉં તો વધનો દાઝું

છાતીમાં મંદ-મંદ સળગતું છાણું

અને

લેવાયો ઊંડો શ્વાસ

તણખા ઊડ્યા ઘડીકની આગ

સિસકારો થયો શમી ગયો

મોંઢું ખોલી શ્વાસ-બહાર હું નીકળી ગયો.

 

ન દેખાય એવી મોટી ટોળી

રસ્તા પર ફરતી ફેંકતી કાંકર નાની-મોટી.