17 February 2013

અંક-૨, ફેબ્રુઆરી, ૨૦૧૩

આ અંકનાં કવિઓ અને કવયિત્રીઓ

1. ઉમેશ સોલંકી, 

2. વજેસિંહ પારગી,
3. છ ગ્રામીણ બહેનોની સહિયારી કવિતા,
4. બ્રહ્મ ચમાર,
5. દેવજી સોલંકી,
6.  वैशाख राठोड
 +  તંત્રી કહે છે

----------1-----------------------------------------------------------------------------------------------------------------------

ડગ ડગ / ઉમેશ સોલંકી

ભલે રહી
સદીઓ જૂની, ખખડધજ, ખણણખણ
પણ
જંજીરો તોડવા બેસું તો, હવે હું તોડી શકું છું
પણ
જંજીરોનું તૂટવું એટલે
ખંડેર થવું,
ખંડેર થવું એટલે
સઘળેસઘળું તારું, સઘળેસઘળું મારું
ન રહેવું,
રહેવું કશું, તો ન રહેવા જેવું
એટલે
એક ડગ તું ઉતર !
એક ડગ ચડું, હું ઉપર
એક ડગ તારું, એક ડગ મારું
આ ડગ ડગ હશે,
તો હશે, જગ પ્યારું પ્યારું

જંજીરો તોડવા બેસું તો, હવે હું તોડી શકું છું

આ અછાંદસને ભજનના ઢાળમાં આનંમિત્રના કંઠે સાંભળો : http://www.youtube.com/watch?v=RhfdacgE1Xk

----------2-----------------------------------------------------------------------------------------------------------------------

 લલકાર / વજેસિંહ પારગી     (ઇટાવા, જિલ્લો - દાહોદ)

જમણું પગલું ભરીએ
તે પહેલાં જ
છીનવી અમારી ધરતી.
અમારી ધરતીના
તમે થયા  રાજા
ને અમને બનાવ્યા ગુલામ.
તમારા માથે મુગટ
ને અમારા પગમાં બેડીઓ.
ભલે જુગજુગથી તમારાં રાજ તપે છે
ભલે જંજીરોમાં જકડાયેલા અમારા પગ પંગુ છે.
પણ કોઈક દિવસ તો
કાળ કરવટ બદલશે
ને કાટ લાગેલી બેડીઓ તૂટશે
ત્યારે અમે ભરીશું બીજું પગલું
ને પાછી મેળવીશું અમારી ધરતી.
સાંભળો હે ધરતીના ધણીઓ!
આ ધરતી પર
પરથમ પગલું ડાબું પગલું પાડનાર
હમું હાઆન્ડા* આદિવાસી છીએ
ને હજી અમારે
જમણું પગલું ભરવાનું બાકી છે!

* હાઆન્ડા - વીરતાસૂચક શબ્દ

----------3-----------------------------------------------------------------------------------------------------------------------

કોણે ગોડાવ્યા / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન 
                          બારિયા (દેવગઢ મહિલા સંગઠન,) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)


કોણે ગોડાવ્યા કૂવેડા ને વાવડ
કોણે બંધાવ્યા જુદા ચારા રે

કોણ હાચવે ઘર ને કોના નામે ઘર
કોણે બનાવ્યા આવા નિયમ રે
બેનો હાચવે ઘર ને ભાઈના નામે ઘર
સમાજે બનાવ્યા આવા નિયમ રે

કોણ જણે બાળક ને કોના નામે બાળક
કોણે બનાવ્યા આવા નિયમ રે
બેનો જણે બાળક ને ભાઈના નામે બાળક
સમાજે બનાવ્યા આવા નિયમ રે

કોણ હાચવે ઢોર ને કોના નામે ઢોર
કોણે બનાવ્યા આવા નિયમ રે
બેનો હાચવે ઢોર ને ભાઈના નામે ઢોત
સમાજે બનાવ્યા આવા નિયમ રે

કોણ કરે ખેતી ને કોના નામે ખેતર
કોણે બનાવ્યા આવા નિયમ રે
બેનો કરે ખેતી ને ભાઈના નામે ખેતર
સમાજે બનાવ્યા આવા નિયમ રે

કોણ કરે મહેનત ને કોના નામે આવક
કોણે બનાવ્યા આવા નિયમ રે
બેનો કરે મહેનત ને ભાઈના નામે આવક
સમાજે બનાવ્યા આવા નિયમ રે

કોણે ગોડાવ્યા કૂવેડા ને વાવડ
કોણે બંધાવ્યા જુદા ચારા રે

----------4-----------------------------------------------------------------------------------------------------------------------

નિર્ધાર / બ્રહ્મ ચમાર     (ચલાદર, તા. ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

મારા
આંસુના
એક ટીપાની કિંમત
લોહી જેટલી અંકાઈ
ત્યારે સમજાયું કે
'અહીં તો
લોહીની નદિયું વહી છે.'
વાગેશ્રીનાં ઝખ્મો
અને
ચાબુકના ફટકા
મારે શરીર છે
એવું
કેટલાંય વર્ષો પછી
આજે લાગ્યું છે
એ જ
છેવાડાનું ઘર છે મારું
હવે વહી ગયેલા
લોહીને
ઈતિહાસમાં મઢવાનો
કર્યો છે મેં નિર્ધાર !

----------5-----------------------------------------------------------------------------------------------------------------------

ગીરવે પડયું છે / દેવજી સોલંકી     (ઝીંઝુવાડા, જિલ્લો - સુરેન્દ્રનગર)

કૂવે
પાણી ભરીને આવતી
મારી સ્ત્રીને
પેલો
ત્રાસી નજરે જોયા કરે છે
ત્યારે થાય છે કે
સાલાની
આંખો ફોડી નાખું
પણ
મારાં હાથ, પગ, જીભ
બધું જ
એના ઘરે
ગીરવે પડયું છે.

----------6-----------------------------------------------------------------------------------------------------------------------

राम भक्त / वैशाख राठोड     (अहमदाबाद) 

राम नाम सत् रे (हाय हाय) राम नाम सत् रे (हाय हाय)
मरने वाला साला दो कौड़ी का भक्त रे (हाय हाय )
शेठ बड़ा चुसेगा कोई ग़रीब का रक्त रे(हाय हाय)

कस  के बांधो आज  ज़नाज़ा उसका
                               मुर्दा कही बोल न पड़े (हाय हाय)
बेवा कि आँखों में रगडो मिर्च का सुरमा 
                              कोई आंसू कही ना  खौल पड़े (हाय हाय)
सोने कि बाली ये गंदी बस्ती कि लाश 
वोटो कि नल्ली से चुसो मजदूर कि आस

हटो,चलो, रास्ता दो दौड़ रहा राजनैतिक वक्त रे (हाय हाय) 
शेठ बड़ा चुसेगा कोई ग़रीब का रक्त रे(हाय हाय)

और एक ख़्वाब तिलक लगाके रखना 
                              बारी है कल बलि कि उसकी (हाय हाय)
दुआओं में घुल गई है एंटी फिलोसोफिकल सिसकी (हाय हाय)

'आज' पडा है तितर बितर 'कल' हमारा पाश पाश 
आओ एक पेग चडा के छेड़े कोई रोमेंटिक सा साज़ 

सा रे गा मा पे नाचता ये लाटू बड़ा ही सख्त रे (हाय हाय )
मरने वाला साला दो कौड़ी का भक्त रे (हाय हाय )

राम नाम सत् रे (हाय हाय) राम नाम सत् रे (हाय हाय)
शेठ बड़ा चुसेगा कोई ग़रीब का रक्त रे (हाय हाय)
राम नाम सत् रे (हाय हाय) राम नाम सत् रे (हाय हाय)

-------------તંત્રી કહે છે--------------------------------------------------------------------------------------------------------

યાદ કરો, પેલી વાર્તા. દિવ્ય વસ્ત્ર પહેરીને ઘોડા પર નીકળેલો પેલો રાજા. રાજાને ખબર કે હું નાગો છુ. પ્રજાને ખબર કે રાજા નાગો છે. પણ બંને ચૂપ. આમાં કમાલ પેલા પાખંડીઓની કે એમણે વળગાળ્યું : "પોતાના બાપનું સાચું સંતાન નહીં હોય એને દિવ્ય વસ્ત્રો નહીં દેખાય". પણ અલગ સૂર હોય એને હોય જ, એ બહાર આવે, અને આવ્યો પણ ખરો : "મહારાજ, મને કોઈ ફર્ક નથી પડતો કે હું મારા બાપનું સાચું સંતાન છું કે નહીં, એટલે મને કહેવામાં જરાય વાંધો નથી કે, તમે કપડાં પહેર્યા વગર ઘોડેસવારી કરી રહ્યા છો". કહેનારને રાજાએ મારવાનું ચાલુ કર્યું. રાજાને જોનારાઓમાં વધેલા વિશ્વાસે રાજાને સાચું સંભળાવી દીધું, પછી શું, રાજા પ્રજા સામે નાગો થઈ ગયો. અને પાખંડીઓ બધું વાળીચોળીને છૂ થઈ ગયા. પ્રશ્ન થાય કે સાચું કહેનાર એ હતું કોણ? તમે તરત કહેશો, "એક બાળક." તો હું કહીશ, “ના”. કારણ, એ કહેનાર હતો એક બ્લૅક (વાર્તામાં ‘નીગ્રો’).
બુદ્ધ, કૄષ્ણ. રોહિદાસ, કબીરને આ દેશમાં ખોખલા કરી નાંખવામાં આવ્યા એમ બાળકના નામે આધ્યાત્મિકતા ઘુસાડી "નાગો રાજા" વાર્તાને ખોખલી કરી નાંખવામાં આવી છે, ખોખલી કરી નાખવાનું કામ રજનીશનું (એ પહેલાં કોઈએ કરી હોય તો એની જાણ નથી). વળી, કોઈને પ્રશ્ન થાય કે આધ્યાત્મિકતા ઘુસાડવાથી નુકસાન શું થવાનું? બલરાજ સહાની અહીં મદદે આવશે, "કલામાં આધ્યાત્મિકતા લાવવાથી નુકસાન જ નુકસાન છે, લાભ જરાય નથી". બલરાજ સહાની સાથે તમે સંમત ના થાઓ; તો પછી ચૌદમી સદીમાં સ્પૅનના જહૉન મેન્યુઅલે લખેલી "નાગો રાજા" વાર્તામાં ઘુસાડવામાં આવેલી આધ્યાત્મિકતા સમાજને શા ખપની? રામને તમે ધનુષબાણ વગર કલ્પો, તો નવુ લાગે, પણ શમ્બૂક, બાલી અને સીતાની કથાઓનું તમે કરશો શું. બાકી લોલંલોલની દુનિયા છે, ધનુષબાણ વગરના રામને જોઈને તાળીઓ પાડવાની, અને એ તાળીઓનો તાલ તો "નાગો રાજા" વાર્તામાં ઘુસાડાયેલી આધ્યાત્મિકતા જાણીને પાડેલી તાળીઓના તાલ સાથે મળતો આવે છે.


----------------------------------------------------------------------------------------

કવિતા મોકલો : umeshgsolanki@gmail.com

9 comments:

  1. शाबाश ..... !
    प्रेषक -उदय सिंह टुंडेले, इंदौर म.प्र.

    ReplyDelete
  2. Moinuddin Maniar2/18/2013

    Bahot khub.

    ReplyDelete
  3. बहोत खूब साथी बहोत खूब



    जिंदाबाद

    ReplyDelete
  4. Anonymous2/19/2013

    તંત્રીની કવિતા હંમેશાં પ્રથમ સ્થાન શું કામ પામે છે? આ મંતવ્ય રજૂ કરવા જેટલી હિંમત દાખવશો. અને હા, મારી જ કવિતા સૌથી સારી એટલે એને પ્રથમ મુકી એવો જવાબ ન આપતા. કેમ કે, સીધો મતલબ એ થાય છે કે દર વખતે પ્રગટ થતી બીજી કવિતાઓ તંત્રી લખે તેના કરતાં ઉતરતી જ હોય છે. વાહ તંત્રી વાહ. લખવાની હિંમત રાખો છો તો આ પ્રગટ કરવાની પણ હિંમત દાખવજો.
    તમારો તટસ્થ પ્રશંસક.

    ReplyDelete
  5. તંત્રીની કવિતા પ્રથમસ્થાને કેમ? હવે આ પ્રશ્નનો જવાબ શું હોઈ શકે, તમે નામ છૂપું રાખ્યું એમ જવાબ પણ છૂપો છે. કવિતામાં દમ હશે તો એને ક્રમનો કોઈ ફર્ક નહીં પડે. બાકી તમારા જેવા 'તટસ્થ પ્રશંસકો' તો છે જ ને, એ વાચકોને કોમેન્ટ દ્વારા કહી શકે છે કે કઈ કવિતા પ્રથમ ક્રમને લાયક છે.

    ReplyDelete
  6. ઉમેશ, ખુબજ સરસ રચનાઓ છે .રચનાઓ થોડીક મઠારવામાં આવે તો સારુ, બાકી ધન્યવાદ આપું છું, મેં હમણા જ એક નાનકડી કૃતિ મોકલી છે.

    ReplyDelete
  7. Tantri lekh bahu j gmyo..!

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. All the poems are good.Now this is the time to break the shackle.
    revolutionary greetings.

    ReplyDelete