15 February 2016

અંક - ૩૪ / ફેબ્રુઆરી ૨૦૧૬

આ અંકમાં
૧. પછી તો બેસી જ રહ્યો / મેહુલ ચાવડા
૨. મડાગાંઠ / વજેસિંહ પારગી
૩. एक दिन छारेनगराम् / अनीश गारंगे
૪. શોધમાં / ઉમેશ સોલંકી
---------------------

પછી તો બેસી જ રહ્યો / મેહુલ ચાવડા (અમદાવાદ)

કોલેજના રંગીલા રીમઝીમ દિવસોમાં
મને એ ગમી
બસ... પછી તો...
હું નીરખ્યા જ કરું, નીરખ્યા જ કરું
આમ ને આમ
એને પણ ખબર પડી ગઈ કે
'પેલો છોકરો મારી સામે
ટગર ટગર જોયા કરે છે.'
પછી
પછી તો શું ?
એ પણ મને છાનીમાની જોઈ લે.
હું જોવું એને
એ જુએ મને
આમ ને આમ વીત્યા મહિના છ.
મને મળી તક
કોલેજની પિકનિકમાં
અને પૂછ્યું
'I Like You'
એણે શાંત થઈ પૂછ્યું,
'મેહુલ, તમે કેવા...?'
હું ચૂપચાપ બેસી રહ્યો...બેસી રહ્યો...
અને કડડભૂશ.
મોંઢામાંથી શબ્દ નીકળ્યો 'માણસ'
એ જોતી રહી
અને બોલી, 'પણ કેવા ?'
વ્યાકુળ થઈ ગયો
અને બસ
પછી તો બેસી જ રહ્યો
બેસી જ રહ્યો..
(સત્યઘટના ૨૦૧૦)

---------------------

મડાગાંઠ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)

મને ઠોકર વાગે
એને પીડા થતી નથી.
હું પડી જાઉ
એ મને ઊભો કરતો નથી
કશા કામનો નથી જેનો સાથ
એ પડછાયો
મારો સંગાથી
સાથે ને સાથે રહીને
પડવા દેતો નથી મને એકલો.
એ પડછાયો
દૂર કરી શકતો નથી
મારી એકલતા.
ભાગી છૂટવાનું મુશ્કેલ હોય
તોય હોય છે મારી પાસ
પડછાયો
મારી પર પહેરો ભરતો
પહેરેગીર.
સાંકળને તોડી શકું
સંબંધોને છોડી શકું
પણ નથી છુટાતું આ પડછાયાથી.
પડછાયો
મારી હયાતીને પડેલી
મડાગાંઠ.

---------------------

एक दिन छारेनगराम् / अनीश गारंगे (अहमदाबाद)
 
एक दिन छारेनगराम् पुलीसा की रीड़  थी  पड़ी ।
सारे चालियाम् भगदड़ थी मची
दारुवाय केन मौरीयाम दबाण ।
हम तो दारु बेचीकन  ख़ाव
तब जाइकन चुलाह मारहा जळ ।
उस दिनास गुनेम हम अ।ए
माहरीया जाती पर धबा लागया ।
माहरी माँ सवेर उठ उठीकन भट्टी बौ काढ़ ।
दुसरे बाजु हुँ तो रोव
रौवत रौवत माँऊ कु बुलाव ।
आगी साथी माहरी माँ तो ख़ैल
ज़ोखम लेइकन जीवन बो जीव ।
तो भी पुलीस उसकु ह मारती
सामना साथी उसकु लेइ जावती ।
उस दीनास माहरे घराम् चूलाह नाही जळया ।
माहरे बापान पी ली थी दारु
दारु पीकन माहरकु मारया ।
दारु पी ख़ाणा मुंघाया
पीछी बो कड़ी चलया गया ।
हम तो भूख़े सोये थीये
माहरा बाप भी भूख़ा सोया ।
उन चौरीयाक रसता पकड़या
उसकु भी पुलीसान मारया ।
उस दीनास माहरे घराम् अंघेरा छाया ।

---------------------

શોધમાં / ઉમેશ સોલંકી

તને હું
કહું શું
સર્જન કશું
કરતું નથી સંવેદન.
તારામાં ભળવાથી
ભળી હતી ઊર્જા મારામાં
મારામાં રહેલી
તારીમારી ઊર્જા સઘળી
થઈ રહી છે વિસર્જન.
વિચારું છું
જે ઊર્જાથી
ઇતિહાસને વાળવાનો હતો
ખેંચી લાવવાનો હતો
મૂકવાનો હતો
ભાઠા પડેલા અગણિત હાથમાં
પણ, તને હું
કહું છું
સર્જન કશું
કરતું નથી સંવેદન.
વળી
ચરણને તારાં ચોંટી પડી છે ફર્શ.
નવી ઊર્જાની શોધમાં
નીકળવું પડશે મારે હવે
દૂર ઘણે
છતાં રાજી છું
આંસુની ટેવ
ચૂકી આજ
મેકઅપ કરેલી તારી આંખ.

10 comments:

  1. I witnessed of those first poet experience

    ReplyDelete
  2. હા...રાજેશ.

    ReplyDelete
  3. Rajesh, same here.

    ReplyDelete
  4. दरेक अंक नी जेम आ पण ताजगीसभर ! सर्जको ने अभिनंदन!

    ReplyDelete
  5. Mehul, Umesh Solanki and all others thanks for the appealing expressions...

    ReplyDelete
  6. Kiran R. Magiawala2/16/2016

    Thank you kindly Umesh bhai. Best regards.

    Kiran R. Magiawala PhD
    Retired Engineer, Citizen Scientist and Volunteer
    Hawthorne, CA

    ReplyDelete
  7. Anonymous2/16/2016

    વિષય વસ્નીતુની વૈવિધ્યતા અને મૂળ હેતુને અનુરૂપ રચનાઓ છે બીજી ભાષાનો પ્રયોગ સાર્થક છે અને સમજી શકાય એવી જ રચના તથા ઉમેશભાઈ અને મેહુલભાઈની ચોટદાર રજૂઆત વજેસિંહભાઈ ની રચના એટલે પોતાનું જ અસ્તિત્વ? કે પછી એકલતાના ઉજ્જડ રણમાં સાથ શોધવાની
    જિજીવિશા? ઘણું બધું કહી જાય છે વજેસિંહની આ રચના મનુષ્યને એકલતા કઈ હદે કોરી ખાતી હશે એનો તાદ્દંશ ચિત્તાર તથા માનસપટ ઉપર અંકાઈ જાય એવી રચના છે.

    ReplyDelete
  8. Anonymous2/16/2016

    Kavi Shri Umeshbhai ne kashaakni shodh che pan kavi shri bhatki gayaa hoy evu Laage che. well baaki badhi rachnaao spasht che.

    ReplyDelete
  9. SUPERB. Congratulation to all poet.

    ReplyDelete
  10. Anonymous2/20/2016

    Saadar Salaam Namaste
    Congratulation to all POET
    Keep it up good work
    --- Moinuddin Maniar

    ReplyDelete