આ અંકમાં
૧. મારા વીરા / અનીષ છારા
૨. ભગવાન વગરનો માણસ / વજેસિંહ પારગી
૩. ઠપકારજો / ડી. કે.
૪. હજુ બદલાતી નથી / બ્રહ્મ ચમાર
૫. સરહદ / ઉમેશ સોલંકી
૧. મારા વીરા / અનીષ છારા
૨. ભગવાન વગરનો માણસ / વજેસિંહ પારગી
૩. ઠપકારજો / ડી. કે.
૪. હજુ બદલાતી નથી / બ્રહ્મ ચમાર
૫. સરહદ / ઉમેશ સોલંકી
૧---------------------------------------------------------------
મારા વીરા / અનીષ છારા (અમદાવાદ)
મારા વીરા, તારો ડુંગર કોઈ તોડે રે
મારા વીરા, તારો
દરિયો કોઈ સોખે રે
જળ જંગલ હતાં મારાં
હતાં મારાં ઠામ રે
હમણાં નથી મારું
નામ કે નથી મારું ગામ રે
હું તો ભારતવાસી,
દેશનો હું આદિવાસી
હું તો ચાલુ ઘૂમંતુ
બનીને એકલો રે
માથે તાપ રાખી ખાધેલો
મેં રોટલો રે
નથી છાપર નથી શાળા
નથી ગુજરાન રે
દીકરાં મારાં માંગે
રે બીજે ગામ ભીખ રે
મારાં હૈયાં એવાં
છૂંદાયાં રે મારા જીવ રે
કોણ કોને દે આ ડામ?
કોણ કોને દે આ માર?
હું તો ભારતવાસી,
દેશનો હું આદિવાસી
૨---------------------------------------------------------------
ભગવાન વગરનો માણસ
/ વજેસિંહ
પારગી
(ઇટાવા, જિલ્લો - દાહોદ)
ધનવાન કહે છે :
ધન ભગવાન આપે છે.
સુખી માણસ કહે છે
:
સુખ ભગવાન આપે છે.
ધન ને સુખ ને
એવું બધું
ભગવાન આપતો હોય
તો હું કહીશ :
હું ભગવાન વગરનો માણસ
છું.
ધન વગરનો સુખ વગરનો
માણસ
બીજું તો શું કહે?
૩---------------------------------------------------------------
ઠપકારજો / ડી. કે. (ગાંધીનગર)
એ
જૂઠાબોલા પણ છે
ધોખેબાજ પણ છે
ઠગવાની ટેવ છે
બેઈમાનીની આદત છે
અહંકારી અને ઉગ્રમિજાજી
પણ છે
છેતરપિંડીમાં કુશળ
વેશપલટો કરવામાં
પારંગત
અદ્-ભુત ઢોંગી પણ
છે
ગોબેલ્સને શરમાવે
એવા ફેંકુ
બધા જ દુર્ગુણો
ધરાવનારમાં છે અવ્વલ
જો રસ્તામાં મળે
તો
જરા ઠપકારજો!
૪---------------------------------------------------------------
હજુ બદલાતી નથી / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો – ભાભર, જિલ્લો – બનાસકાંઠા)
રાજાશાહી તો ગઈ
પણ
સાલ્લુ
એ લોકોની
અમારા પ્રત્યેની
બાપુગીરી ભરી માનસિકતા
હજુ બદલાતી નથી
૫---------------------------------------------------------------
સરહદ / ઉમેશ સોલંકી
કહેવાય છે
સરહદ કોઈ નડતી નથી
પ્રેમને
તો કઈ સરહદ રોકી
રહી તને?
હું ઓગળી ગયો તારામાં
ને તું બરફનું ગચ્ચુ
થઈ
ઠંડીગાર ઊભી
જે આજે છે
એ ન્હોતું કાલે
હશે નહીં કાલે
નાહકની અટવાઈ ગઈ
તું
ઉબેટવાળી આજમાં
અવસર છે
જંપલાવી દે
નવીનવેલી આગમાં
ગંઠાયેલા હ્ર્દય
વડે નહિતર, કેમના લઇશ શ્વાસ
કરને યાદ
તું કહેતી :
"હું રાણી
તારી
તું રાજા મારો"
તરત તને
હું કહેતો વળીને
:
"નથી બનવું
મારે રાજા તારો
નથી કરવી તને રાણી
મારી
રાજા-રાણી
રીત નઠારી"
સરહદ તને જે નડી
રહી છે
રાજા-રાણીમાંથી
ખડી થઈ છે
એક ડગલું તું આગળ
આવ!
સરહદ આપણે તોડી
નાખીએ
વેરવિખેર થયા છે
લોકો
વેરવિખેરને પણ જોડી
નાખીએ.
સુંદર
ReplyDelete"Haju badlati nathi" my heartiest congratulation for your thought.
ReplyDeletesunder ati sunder shabdo.
खुबज| सरस वजेसिंह भाई
ReplyDelete