આ અંક્માં
૧. વિમાસણ / વજેસિંહ પારગી
૨. એ સ્ત્રીઓને માફ કરી દેજો / જયેશ સોલંકી
૩. સીતા ઉવાચ / બ્રહ્મ ચમાર
૪. પરંપરા / ઉમેશ સોલંકી
૧--------------------------------------------------------
વિમાસણ / વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો - દાહોદ)
ભૂંસાય નહીં એવું
પગલું પાડવાની શરતે
મને દીધા પગ.
ને પછી એણે બનાવ્યા
બે રસ્તા.
એક રસ્તો-
હવાની લહેરખી આવે
ને છાપ ભૂંસાઈ જાય એવો
રેતાળ છે
બીજો રસ્તો-
કોઈથી કદી છાપ ન પડે એવો
પથરાળ છે.
પગ સામે પડેલા
રેતાળ અને પથરાળ રસ્તા પર
ભૂંસાય નહીં એવું પગલું
કઈ રીતે પાડવુંની વિમાસણમાં
હું ઊભો છું - વર્ષોથી !
૨--------------------------------------------------------
એ સ્ત્રીઓને માફ કરી દેજો / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)
કોઈ શબાના
કોમી હુલ્લડોમાં
સામૂહિક બળાત્કારનો
ભોગ બનતી હોય છે
એ સત્ય
નથી જાણતી એ સ્ત્રીઓ.
એને એ પણ નથી ખબર
કે, ટીમરુનાં પાન ચૂંટવા જતી
ફૂલીઓનાં બ્લાઉઝ ફાડી નાખી
ચણિયાના લીરેલીરા
કરી દેવાય છે
આ દેશનાં જંગલોમાં.
વાળુ માંગી
ઘર તરફ પાછી ફરતી
સવલીઓને
ડેલાની દિવાલે ઘેરી
અવરજવર હોવા છતાં
પીંખી નંખાય છે
પળેપળ
એ હકીકતથી પણ
આ સ્ત્રીઓ અજાણ છે.
આ સ્ત્રીઓને
સ્કૂટી લઈને
ગ્રંથાલય તરફ જતી
શીતલ પંડ્યાને જોઈને
સીટી વગાડતા
બદમાશો જ
કેમ દેખાતા હશે ?
શું એ
જાતિવાદી
કોમવાદી છે ?
હોઈ પણ શકે !
જો હોય તો
એ સ્ત્રીઓને માફ કરી દેજો, દોસ્તો !
છેવટે એ પણ
સ્ત્રીઓ છે
આપણી
મા બહેન દીકરીઓ જેવી જ.
૩--------------------------------------------------------
સીતા ઉવાચ / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો – ભાભર, જિલ્લો – બનાસકાંઠા)
હું સીતા
જનકની પુત્રી કહો
કે
રામની પત્ની
મેં જે વેંઠ્યું છે
તેની મને ખબર છે
તમે બધા રામરાજ્યની વાહ... વાહ... કરો છો
ત્યારે મારા પેટમાં એનું બાળક હતું
ત્યારે એણે મને તગેડી મૂકી..!
એ સમયે તમારું રામરાજ્ય
ને
તમે ક્યાં હતા ?
બે બાળકને જન્મ આપી
છેવટે તો
આત્મહત્યા કરવી પડી
તમે બધા રામરાજ્યની વાહ... વાહ... કરો છો
તમારામાં માનવતા જેવું કંઈ છે..?
જો આજનો સમય હોત
તો
એની શી વલે થાત...!
૪ --------------------------------------------------------
પરંપરા / ઉમેશ
સોલંકી
મારા દેશનું નામ
ખબર નથી.
મારા દેશનો ધર્મ
ખબર નથી.
મારા દેશની જાતિ
ખબર નથી.
હા, મારા દેશની એક
પરંપરા છે
પરંપરા પાછી રૂઢિચુસ્ત
છે
પરંપરાનું
નામ
ખબર નથી.
પણ
પરંપરા વિશે આમ કહી
શકું :
પાણીને એની સાથે ફાવતું
નથી
ભૂખને એનું વળગણ છે
હવાથી એ વિખેરાઈ
જાય છે
વરસાદથી
એ ઊભરાઈ જાય
છે
એની ગોદડીમાં, ઠંડી ઠૂંઠવાઈ
જાય છે
હજી ઉમેરણ કરી શકું
:
બાલ કે વૃદ્ધ
કિશોર કે યુવાન
સ્ત્રી કે પુરુષ
મારાં દેશવાસીનાં
ભાલમાં પરંપરા
આંખમાં પરંપરા
બેસી ગયેલા ગાલમાં પરંપરા
ચામમાં પરંપરા
બહાર આવવા મથી રહેલા હાડમાં પરંપરા
એના શરીરમાં રક્તવાહિનીઓ નહીં
પરંપરાવાહિનીઓ
છે
મારો દેશવાસી પરંપરા ખાય
છે
ને પરંપરા કાઢે છે
મારા દેશમાં પરંપરા જીવે
છે
જન્મે છે ને મરે
છે
તો બસ, મારો દેશવાસી
મારો આ દેશ
જોવા
તું આવીશને ?
(અહીં પરંપરાનો અર્થ અભાવ સમજવો)
(વિચરતા અને વિમુક્ત માનવસમુદાયોના સંદર્ભમાં)
all poem are expose to our so call religion's custom and also that poem are tear to our so call greatest religion.
ReplyDeleteरक्तवाहिनीओ नहि परंपरावाहिनीओ !
ReplyDeleteनवी वात ने ताजगीसभर !
Good one dost Good one.
ReplyDeleteબધી જ કવિતાઓ સારી છે. જયેશની લાજવાબ છે.નીચેની પંકિતઓ માટે જયેશને લાલસલામ.
ReplyDeleteશું એ
જાતિવાદી
કોમવાદી છે ?
હોઈ પણ શકે !
જો હોય તો
એ સ્ત્રીઓને માફ કરી દેજો, દોસ્તો !
છેવટે એ પણ
સ્ત્રીઓ છે
આપણી
મા બહેન દીકરીઓ જેવી જ.
દોસ્ત ઓગસ્ટના અંકમાં આ કવિતા લેવાઇ છેઇ તમારૂ પોસ્ટલ સરનામું જણાવશો..
ઉમેશભાઇ, મારા દેશની પરંપરા જોવા બોલાવવા કરતાં ઢોલ નગારા અવાજ અને જે કાંઇ હોય તે લઇને અાવવા અને આ અમાનવીય પરંપરાને ધરમૂળથી વિનાશ કરી નાખી નવી સમાનતા વળી જનવાદી પરંપરાની રચના કરીએ.
ડી.કે. રાઠોડભાઈ, "અમાનવીય પરંપરાને ધરમૂળથી વિનાશ કરી નાખી નવી સમાનતા વળી (સમાનતાવાળી) જનવાદી પરંપરાની રચના"ની જ વાત છે, પણ પ્રત્યાયન અંતર નડી ગયું હોય એવું લાગે છે. કાવ્યમાં ઘણીવાર આવા અંતરની સંભાવનાઓને અવકાશ જડી જતો હોય છે.
Deleteगुजराती भाषा में कुछ नए उत्साह से और पूरी इमानदारी से यह जो काम हो रहा है वह बहुत महत्त्वपूर्ण है. चेतना से भरी समृद्धि रचता यह काम बिना व्यवधानों के चलता रहे...
ReplyDelete- Farook Shah