આ અંકમાં
૧. પળ બે પળ / વજેસિંહ પારગી
૨.પીળી પાન બેનો / પાંચ ગ્રામીણ બહેનોની રચના
૩. नमूना बनो / किरानी और अंजली (छत्तीसगढ़)
૪. આંખની અંદર / ઉમેશ સોલંકી
૧----------
પળ બે પળ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)
સૂરજ જેવા સૂરજથી
હઠી ના શક્યો
એ અંધકાર
મારા દીવાથી નથી હઠવાનો.
તો શું મારે
દીવો પેટાવવાનું છોડી દેવાનું?
પણ એવું તો કેમ થાય?
અંધકાર સામે લડવાનો તો મારો ધર્મ છે!
ને ધર્મ તો મારે પાળવો જ રહ્યો!
ભલે પળ બે પળ પપલે
દીવો તો મારે પેટાવવો જ રહ્યો!
૨----------
પીળી પાન બેનો / ફૂલીબેન નાયક,
ઈનાસબેન હરિજન, રમીલાબેન
રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ
મહિલા સંગઠન - દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, જિલ્લો :
દાહોદ)
બેનો મારી વનમાં વસેલાં, પીળી પાન
બેનો
બેનોની પીડા કોણ જાણે, પીળી પાન
બેનો
બેનોનાં શરીર ધોવાય છે, પીળી પાન
બેનો
બેનોને પરમિયા રોગ બઉં થાય છે, પીળી પાન
બેનો
બેનોને માસિક દુઃખીને આવે, પીળી પાન
બેનો
બેનોને પેટમાં બળતરા થાય છે, પીળી પાન
બેનો
બેનોને કેડમાં કળતર થાય છે, પીળી પાન
બેનો
ડીલેવરી-બેનોને ખોરાક નથી મળતો, પીળી પાન
બેનો
ભૂખી-દુઃખી બેનો નબળી બઉં થાય છે, પીળી પાન
બેનો
છોકરાં દુબળાં-પાતળાં જનમે, પીળી પાન
બેનો
બેનોને મળે પાણી જેવી ઘેસ, પીળી પાન
બેનો
શરમની મારી દુઃખી થાય છે, પીળી પાન
બેનો
બેનોને સલાહ નથી મળતી , પીળી પાન
બેનો
પૂછે ત્યારે નર્સબેન તોછડું બોલે, પીળી પાન
બેનો
કાયાના રોગોની દવા નથી મળતી, પીળી પાન
બેનો
બેનોની પીડા ક્યારે મટશે, પીળી પાન
બેનો
૩----------
नमूना बनो / किरानी और अंजली (सीतापुर, जिला - सरगुजा Right To Food Campaign, Chhattisgarh)
नमूना बनो, युवा समय में (नमूना - आदर्श)
कोई तेरी जवानी
को तुच्छ ना जाने
काम से धंधा से
नमूना बनो, नमूना बनो
बोली से बचन से
नमूना बनो, नमूना बनो
चाल से चलन से
नमूना बनो, नमूना बनो
गरीबों की सेवा
से नमूना बनो, नमूना बनो.
नमूना बनो, युवा समय में
कोई तेरी जवानी
को तुच्छ ना जाने
૪----------
આંખની અંદર / ઉમેશ સોલંકી
પુસ્તકનું પૂંઠું જોઈ
શરૂ થયેલી વાત
બની આજ
શ્વાસ અને હોઠ, હોઠ અને શ્વાસ
હોઠ અને હોઠ શ્વાસ અને શ્વાસ
અને ગઈ
શબ્દની બહાર
અર્થની પેલે પાર
પછી
કોમળતા અને હૂંફ
બંનેને સંગોપી
મીંચી આંખ
તો સરખેસરખું ગમતું
ધોળું ધોળું અને કાળું કાળું
કાળામાં ધોળું ભળેલું, ધોળામાં
કાળું ભળેલું
રંગનો ભાર
રહી ગયો બહાર
અને, આંખની અંદર
બસ સુંદર સુંદર
'नमूना बनो' मस्त लागी
ReplyDeletelet me put myself in thought box
ReplyDeleteOh! Scientist, you can.
DeleteWah....Aah...
Deleteસરસ કવિતાઓ.
ReplyDeletekhub saras
ReplyDelete